You are here
Home > Local News > ભોલુના હત્યારાઓને કોર્ટે આજીવન કેદની જગ્યાએ ફાંસીની સજા કેમ ફટકારી?

ભોલુના હત્યારાઓને કોર્ટે આજીવન કેદની જગ્યાએ ફાંસીની સજા કેમ ફટકારી?

(પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર
વિસનગર તાલુકાના કાંસા ગામના વતની અને કાંસા એન.એ.વિસ્તારના વિક્રમ મૉલ પાસે સહજાનંદ સોસાયટીમાં રહેતા એક આર્થિક રીતે સક્ષમ પરિવારના ચાર વર્ષના માસુમ પુત્ર મહર્ષ ઉર્ફે ભોલુની વર્ષ-૨૦૧૨માં બે નરાધમોએ રૂપિયાની લાલચમાં તેનુ અપહરણ કરી ક્રૂર હત્યા કરી હતી. જે કેસ વિસનગરના બીજા એડીશનલ સેસન્સ કોર્ટમાં ચાલી જતા સેસન્સ કોર્ટના જજશ્રી કે.એમ.દવે સાહેબે બન્ને પક્ષના વકીલોની દલીલો સાંભળ્યા બાદ ફરિયાદી પક્ષના સરકારી વકીલ એસ.આર.પટેલની દલીલો ગ્રાહ્ય રાખી ફાંસીની સજાનો ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો.MahrshIMG_3380

આ કેસની હકીકત એવી છેકે વર્ષ-૨૦૧૨માં વિસનગરના બે નરાધમોએ રાતોરાત લાખો રૂપિયા ભેગા કરવા એક સાડાચાર વર્ષના માસુમ બાળકનુ અપહરણ કરી તેની ક્રૂર હત્યા કરી હતી. જે કેસ વિસનગરના બીજા એડીશનલ સેસન્સ જજ શ્રી કે.એમ.દવે સાહેબની કોર્ટમાં ચાલી જતા તેમને બન્ને પક્ષના વકીલોની દલીલો, આધાર પુરાવા અને ગુનાની ક્રૂરતાને ધ્યાને લઈને એસ.આર.પટેલની આરોપી તર્ફેના આધાર-પુરાવા તથા હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ સાથેની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી તા.૧૭-૩-૨૦૧૬ના રોજ બન્ને આરોપીઓને કસુરવાર ઠરાવી સાંજે બન્ને આરોપીઓને સજા સંભળાવવાના હતા. આ દરમિયાન જજ સાહેબ બન્ને આરોપીઓને શુ સજા કરશે તેવી કાયદાના નિષ્ણાતોમાં ચર્ચા હતી. જેમાં કેટલાક વકીલો જજ સાહેબ બન્ને આરોપીઓને આજીવન કેદની સજા ફટકારશે તેવુ અનુમાન કરી રહ્યા હતા. જ્યારે કેટલાક વકીલો સાહેબ ફાંંસીની સજા ફટકારશે તેવુ અનુમાન કરી રહ્યા હતા. ત્યારે સેસન્સ કોર્ટના જજ શ્રી કે.એમ.દવે સાહેબે ગુનાની ક્રૂરતાને ગંભીરતાથી લઈને બન્ને આરોપીઓને ફાંસીની સજાનો ઐતિહાસિક ચૂકાદો આપ્યો હતો. હાજર તમામ કાયદાના નિષ્ણાતો અને મૃતક માસુમ બાળકના પરિવારજનોએ આવકાર્યો હતો. પરંતુ સેસન્સ જજ કે.એમ.દવે સાહેબે બન્ને આરોપીઓને ફાંસીની સજા જ કેમ ફટકારી તે વિશેના કાયદાના તજજ્ઞો સાથેની ચર્ચા મુજબ કેટલાક કારણો જોઈએ તો વર્તમાન સમયમાં નાના બાળકોનુ અપહરણ કરી મોટી રકમની ખંડણી માગવાના કિસ્સાઓ વધી રહ્યા છે. કેટલાક કિસ્સાઓમાંતો અપહ્યત વ્યક્તિની હત્યા કરવામાં આવે છે. જેમાં આ કેસના આરોપી પટેલ અક્ષય કૌશિકભાઈ તથા પંચાલ કુલદીપ કરશનભાઈએ નાના બાળકનુ અપહરણ કરી તેના પિતા પાસેથી રૂા.૫૦ લાખ જેટલી માતબર રકમની ખંડણી માગવાનુ કાવતરૂ રચ્યુ હતુ. બન્ને આરોપીઓને બાળકના પિતા આર્થિક કેટલા સક્ષમ છે તેની પુરેપુરી જાણકારી હતી. જેથી તેઓએ રૂા.૧૨ લાખની જગ્યાએ રૂા.૫૦ લાખની ખંડણી માગી હતી. વધુમાં બન્ને આરોપીઓએ આ ક્રૃત્ય અચાનક આવેશમાં આવીને કર્યુ નહતુ. પરંતુ સુજબુઝપૂર્વક, પાશવીપણે સાડા ચાર વર્ષના માસુમ બાળકને નિર્જન સ્થળે લઈ જઈ તેના ગળા ઉપર ઉપરાઉપરી બ્લેડના ઘા મારી ઠંડા કલેજે હત્યા કરી હતી. વધુમાં આ બાળકની ઉંમર પ્રમાણે તે બન્ને આરોપીઓ સામે પોતાનો બચાવ કરવા સક્ષમ નહતુ. જો આરોપીઓને તેને છોડી મુક્યો હોત તો કદાચ ભવિષ્યમાં તે બાળક બન્ને આરોપીઓને ઓળખી શક્યો ન હોત. આ ઉપરાંત મેડીકલ ઓફીસરે કોર્ટમાં પોતાની જુબાની આપતા બન્ને આરોપીઓએ નાના બાળકની કેટલી ક્રૂરતાપૂર્વક હત્યા કરી તેનુ કોર્ટ સમક્ષ વર્ણન કર્યુ હતુ. જેમાં બન્ને આરોપીઓએ નિર્દોષ નિઃસહાય બાળકની જરાય દયા ખાધા વગર તેના ગળા ઉપર બ્લેડો મારીને તેના શ્વાસોચ્છવાસ ચાલુ હતા તે દરમિયાન જીવીત અવસ્થામાં જ લોહીલુહાણ હાલતમાં નદીના પટમાં ખાડો કરીને દાટી દીધો છે. આ બન્ને આરોપીઓને રૂપિયા માટે મહર્ષ ઉર્ફે ભોલુની કેટલી નિર્દયતાથી હત્યા કરી હતી તેની ગંભીરતાથી નોંધ લઈ ભવિષ્યમાં બાળકોના અપહરણ કરી તેની હત્યા કરવાના બનાવો ન બને તે માટે સમાજમાં દાખલો બેસાડવા બન્ને આરોપીઓને ફાંસીની સજા ફટકારી હોવાનુ કાયદાના નિષ્ણાંતો માની રહ્યા છે.

Leave a Reply

Top