You are here
Home > Local News > મહેસાણા જિલ્લામાં “ મા અન્નપૂર્ણા યોજના “ નો પ્રારંભ આરોગ્ય મંત્રી નિતીનભાઇ પટેલના હસ્તે કરાયો

મહેસાણા જિલ્લામાં “ મા અન્નપૂર્ણા યોજના “ નો પ્રારંભ આરોગ્ય મંત્રી નિતીનભાઇ પટેલના હસ્તે કરાયો

મહેસાણા જિલ્લામાં “ મા અન્નપૂર્ણા યોજના “ નો પ્રારંભ આરોગ્ય મંત્રી નિતીનભાઇ પટેલના હસ્તે કરાયો

 રાજ્ય સરકારે  મા અન્નપૂર્ણા યોજનાનું નક્કર આયોજન અને પરીણામ લક્ષી અમલીકરણ હાથ ધર્યુ છે – આરોગ્ય મંત્રી નિતીનભાઇ પટેલ

મહેસાણા

મહેસાણા જિલ્લામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આરોગ્ય મંત્રી નિતીનભાઇ પટેલના હસ્તે મા અન્નપૂર્ણા યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. જરૂરીયાતમંદ,મધ્યમ વર્ગ,ગરીબ તેમજ સમાજના છેવાડે વસતાં નાગરિકોને પોષાય તેવા ભાવથી અનાજ આપતી અત્યંત ઉપકારક યોજના  “ મા અન્નપૂર્ણા યોજના “ ની શરૂઆત આજે સમગ્ર ગુજરાતમાં થઇ છે.જેમાં મહેસાણામાં આ યોજનાનો પ્રારંભ થયો હતો

 મા અન્નપૂર્ણા યોજના સંમેલનમાં ઉપસ્થિત આરોગ્ય મંત્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના નાગરિકોનું સન્માનભેર જીવન સુનિચ્ચિત કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતમાં આ યોજનાનો પ્રારંભ થયો છે.રાજ્યમાં કોઇ નાગરિક ભૂખ્યો રહે નહી,બાળક અને માતાને પોષણક્ષમ આહાર મળે અને દરેક નાગરિકોનું આરોગ્ય સુધરે તેવા ત્રિવેણી ઉદ્દેશથી આ યોજનાનો પ્રારંભ કરાવ્યો છે.

 મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતુ કે આ યોજના હેઠળ અંત્યોદય કુટુબોને દર મહિને 35 કિલો અને અગ્રતા ધરાવતા કુટુંબોને માસિક વ્યક્તિદીઠ 05 કિલો અનાજ 02 કિલો ઘઉં અને03 રૂપિયે કિલો ચોખાના ભાવે મળી રહશે.આ યોજનામાં પસંદ થયેલ પરિવારોને ગ્રામ પંચાયત,તાલુકા પંચાયત,ઇ-ગ્રામ,વાજબી ભાવની દુકાન,મામલતદાર કચેરી,અન્ન અને નાગરિક પુરવઠાની વેબસાઇટ પરની માહિતી મળી રહેશે.આ ઉપરાંત આ યોજનામાં રહી ગયેલ લાભાર્થીઓએ સંબધિત મામલતદાર કચેરીમાં દાવા અરજી નોંધાવી લાભ મેળવી શકશે તેમ જણાવ્યું હતું.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતુ કે  રાજ્યના સર્વાંગિ વિકાસને વરેલી ગતિશીલ ગુજરાત સરકારના પ્રણેતા મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ દ્વારા  “ મા અન્નપૂર્ણા યોજના “ નો શુભારંભ રાજ્ય કક્ષાએથી કરાવ્યો છે.રાજ્યના 3.82 કરોડ નાગરિકો આ યોજનો લાભ મેળવનાર છે. આ ઉપરાંત મહેસાણા જિલ્લાના 2,64,247 કુટુંબો અને 13,34,516 નાગરિકોને લાભ આપવામાં આવનાર છે. આ યોજના થકી લાભાર્થીના નાણાં બચશે જે પરિવારની સુખાકારી માટે ઉપયોગી થશે જેનાથી મહિલાઓના સામાજિક દરજ્જામાં વધારો થનાર છે.

કાર્યક્રમાં જિલ્લા કલેકટર લોચન સેહરાએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતુ કે જિલ્લાના લોકો આ યોજનાનો લાભ મેળવનાર છે આ યોજનાની પાત્રતા ધરાવતા કુટુંબો પણ આ યોજનાનો લાભ લેવા માટે અરજી કરી શકે છે.મહેસાણા જિલ્લામાં આ યોજનાના લાભાર્થીઓનો મોટા ભાગના વર્ગને આવરી લેવાયો છે.

મહેસાણા જિલ્લામાં આ યોજનાના દશ તાલુકાના 20 લાભાર્થોને સ્ટેજ પરથી કાર્ડ તેમજ અનાજની કીટનું વિતરણ કરવામાં મંત્રી તેમજ મહાનુંભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં ગુજરાત પછાત વિકાસ નિગમના ચેરમેન જ્યંતિભાઇ બારોટ,અનુંસુચિત જાતિ વિકાસ નિગમના ચેરમેન રમેશ સોંલંકી,ડિરેકટર વી.એસ.રાવલ,,જિલ્લા કલેકટર લોચન સેહરા,ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી વી.જે.રાજપૂત,અધિક નિવાસી કલેકટર રમેશ મેરજા, નાયબ કલેકટર અરૂણ મહેશબાબુ.અગ્રણી નિતીનભાઇ પટેલ,પૂંજાજી ઠાકોર,નટુજી ઠાકોર સહિત જિલ્લાના અધિકારીઓ,પદાધિકારીઓ,લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Top