You are here
Home > Local News > પાંચ હજાર ગામમાં ૧૧ કરોડ રોપાઓનુ વૃક્ષારોપણ થશે

પાંચ હજાર ગામમાં ૧૧ કરોડ રોપાઓનુ વૃક્ષારોપણ થશે

તિરૂપતી ફાઉન્ડેશન અને ગ્રીન ગ્લોબલ બ્રીગેડ દ્વારા

પાંચ હજાર ગામમાં ૧૧ કરોડ રોપાઓનુ વૃક્ષારોપણ થશે

 

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
પર્યાવરણ જાળવણી અને જાગૃતિ માટે છેલ્લા કેટલાક વર્ષોથી વૃક્ષારોપણના મહાઅભિયાન હાથ ધરનાર તિરૂપતી ફાઉન્ડેશન અને ગ્રીન ગ્લોબલ બ્રીગેડના પ્રયત્નોથી સરકારના સહયોગથી રાજ્યના પાંચ હજાર ગામડામાં ૧૧ કરોડ રોપાઓનુ વૃક્ષારોપણ હાથ ધરવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જે વૃક્ષારોપણમાં સહયોગ આપવા પર્યાવરણ પ્રેમીઓને વિનંતી કરવામાં આવી છે.
વિજાપુર પાસે તિરૂપતી ફાઉન્ડેશન દેરોલ ખાતે તા.૬-૨-૨૦૧૬ના રોજ માનનીય રાજ્યપાલશ્રી ઓ.પી.કોહલીની અધ્યક્ષતામાં ગ્રીન ગ્લોબલ બ્રીગેડનુ સંમેલન મળ્યુ હતુ. આ સંમેલનમાં ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન ૧૧ કરોડ વૃક્ષો વાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. આ અંતર્ગત સરકારના વન વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૬-૧૭ માટે શરૂઆતમાં ૫૦૦૦ ગામ પસંદ કરવામાં આવ્યા છે. ગ્રીન ગ્લોબલ બ્રીગેડ દ્વારા ગ્રીન કમાન્ડોની નિમણુકથી આ ૫૦૦૦ ગામના વૃક્ષારોપણની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ચાલુ વર્ષે ચોમાસામાં તિરૂપતી ફાઉન્ડેશન અને ગ્રીન ગ્લોબલ બ્રીગેડ દ્વારા વિસનગર શહેરની દરેક સોસાયટીમાં ફરી વૃક્ષોના રોપાની વહેચણી કરવામાંં આવશે. આ કામમાં પાલિકા, રોટરી ક્લબ અને અન્ય સંસ્થાઓ પણ જોડાશે. વૃક્ષારોપણ માટે જે ૫૦૦૦ ગામ તૈયાર કરવામાં આવ્યા છે તે ગામડાઓની યાદી ગ્રીન ગ્લોબલ બ્રીગેડની વેબસાઈટ ઉપર ટુંક સમયમાં જોવા મળશે. વૃક્ષારોપણ માટે પસંદ કરાયેલા ગામડામાં ગ્રીન કમાન્ડોની નિમણુક થશે. ગ્રીન કમાન્ડો વૃક્ષારોપણ માટે તૈયાર દરેક ખેડૂતનો સંપર્ક કરી ખેતરના શેઢા ઉપર વાવવાના રોપાઓની યાદી તૈયાર કરશે. શક્ય હશે તો સરકાર દ્વારા દરેક ખેડૂત સુધી મફત રોપા પહોચે તેવી વ્યવસ્થા કરવા માટે પણ ગ્રીન ગ્લોબલ બ્રીગેડ દ્વારા પ્રયત્નો થઈ રહ્યા છે. વૃક્ષારોપણના કારણે ખેડૂતોની આવકમાં આડકતરો વધારો થશે સાથે પર્યાવરણ પણ જળવાશે. ૧ લી જુલાઈથી ૧૫ જુલાઈ વચ્ચે રોપા વિતરણ કરવામાં આવશે.

Leave a Reply

Top