You are here
Home > Local News > પુત્રવધુએ સાસુ-સસરાને માર માર્યો

પુત્રવધુએ સાસુ-સસરાને માર માર્યો

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર તાલુકાના કુવાસણા ગામના સોમાભાઈ જુગાભાઈ પ્રજાપતિ ઉ.વ.૭૦ તેમના પુત્રો, પૌત્રો અને પુત્રવધુઓના પરિવાર સાથે રહે છે. સોમાભાઈ પ્રજાપતિના પુત્રવધુ કુસુમબેન પ્રજાપતિએ ઘરે દાળ-ભાત બનાવ્યા હતા. કુસુમબેન પ્રજાપતિનો દિકરો વિશાલ પ્રજાપતિ ઘરે જમવા આવ્યો હતો. પરંતુ જમવાનુ દાઝી ગયેલ હોઈ અને મીઠુ વધારે પડ્યુ હોઈ વિશાલ પ્રજાપતિએ જમવાની ના પાડતા કુસુમબેન પ્રજાપતિ ઉશ્કેરાઈ જઈ તેમના પુત્રને માર મારવા લાગ્યા હતા. સોમાભાઈ પ્રજાપતિ અને તેમના પત્ની કંકુબેન પ્રજાપતિ પૌત્રને છોડાવવા જતા કુસુમબેન પ્રજાપતિએ વૃધ્ધ સાસુ સસરાને ધક્કા મારી માર માર્યો હતો. અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સોમાભાઈ પ્રજાપતિના બે પુત્રો આવી વધુ મારમાંથી છોડાવ્યા હતા. આ બાબતે સોમાભાઈ પ્રજાપતિએ ફરીયાદ કરતા પોલીસે કુસુમબેન રાજુભાઈ પ્રજાપતિ વિરુધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Top