You are here
Home > Local News > વિસનગરમાં બનતા શોપીંગ સેન્ટરનુ કામ પાલિકાએ અટકાવ્યુ

વિસનગરમાં બનતા શોપીંગ સેન્ટરનુ કામ પાલિકાએ અટકાવ્યુ

ત્રણ દરવાજા ટાવર પાસે પાલિકા તંત્રે જાત તપાસ કરાવી
વિસનગરમાં બનતા શોપીંગ સેન્ટરનુ કામ પાલિકાએ અટકાવ્યુ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર શહેરમાં ત્રણ દરવાજા ટાવર પાસે બનતા શોપીંગ સેન્ટરના માલિકે પાલિકાને પોતાના કબજામાં નથી તેવી જમીન પ્લાનમાં પાર્કીંગ બતાવી બાંધકામ કરતા પાલિકા દ્વારા નોટીસ આપી કામ અટકાવવામાં આવ્યુ છે.
પ્રાપ્ત માહિતી મુજબ ત્રણ દરવાજા ટાવર પાસે ર્ડા.આચાર્ય સાહેબની જગ્યામાં છેલ્લા કેટલાક સમયથી શોપીંગ સેન્ટર બની રહ્યુ છે. આ જમીનના પાછળના ભાગમાં બનેલા બિલ્ડીંગમાં ટ્યુશન ક્લાસીસ ચલાવતા ભાડુઆતોને હાલ જે જગ્યા ઉપર શોપીંગ સેન્ટર બને છે તે જગ્યા ઉપરથી આવવા-જવાનો અધિકાર છે. મકાન માલિક અને ભાડુઆતોને અગાઉ વિવાદ થયો ત્યારે આગળની જમીનમાંથી ભાડુઆતોને ચાલવાનો અધિકાર છે તેવુ કોર્ટ કાર્યવાહી દરમ્યાન નક્કિ થયુ હતુ. આગળની જમીન હાલના માલિકે ખરીદી હતી ત્યારે જૂના માલિકે પાછળના બે ભાડુઆતોનો રસ્તો છે તેવુ લખી આપ્યા બાદ જમીન વેચાણ આપેલી. તેવી ભાડુઆતોનો રસ્તા ઉપર ચાલવાનો વર્ષોથી અધિકાર હોવા છતાં મકાનમાલિકે ગામઠાણની જમીન હોવાથી તેની ઉપર શોપીંગ સેન્ટર બનાવવાનુ નક્કિ કરી મહેસાણા ટાઉન પ્લાનીંગમાં પ્લાન મંજૂર કરાવી નગરપાલિકા પાસે બાંધકામની મંજૂર મેળવેલી. નગરપાલિકા પાસે જે પ્લાન મંજૂર કરાયો તેમાં પાછળના ભાગના ભાડુઆતો આશરે ૩૦ વર્ષથી ચાલવાનો અધિકાર છે તેવા રસ્તા ઉપર પાર્કીંગ બતાવી પ્લાન મંજૂર કરાવેલો. જે અંગેની જાણ ભાડુઆતોને થતાં તેમણે જીલ્લા કલેક્ટરને તેમના રસ્તાના અધિકારની રજૂઆત કરતા જીલ્લા કલેક્ટરે વિસનગર પાલિકાને તપાસ કરવાનુ જણાવતા વિસનગર પાલિકાના ઈન્ચાર્જ ચીફ ઓફીસર નવનીતભાઈ પટેલે પાલિકા કર્મચારીઓ જોડે જાત તપાસ કરાવી પાછળના મકાનોના ભાડુઆતોની રજૂઆત સાચી છે તેવુ જણાતા તથા બાંધકામ કરી રહેલ જમીન માલિકે પાલિકાને રસ્તાની જમીન પાર્કીંગ તરીકે ખોટી રીતે બનાવેલ હોઈ ફરીથી પ્લાન મંજૂર કરાવી કામ કરવા અને હાલ ચાલી રહેલ કામ અટકાવવા માટે નોટીસ આપી છે.
પાલિકા ચીફ ઓફીસર નવનીતભાઈ પટેલ કાયદાના જાણકાર અને બુદ્ધિશાળી વ્યક્તિત્વ ધરાવનાર છે. વિસનગરમાં અનેક જગ્યાએ ખોટા બાંધકામ ચાલી રહ્યા છે. પાલિકા સભ્યો મૌખિક બુમાબુમ કરે છે. પણ જો તે ઈન્ચાર્જ ચીફ ઓફીસરનું ધ્યાન લેખીતમાં દોરે તો શહેરમાં ચાલતા ખોટા બાંધકામો અટકી શકે છે.
દ્બપાલિકા સભ્યો અને કર્મચારીઓએ ઈન્ચાર્જ ચીફ ઓફીસર નવનીતભાઈ પટેલ સાથે કામગીરી કર્યા બાદ લાગણી છેકે આવા અનુભવી અને કડક ચીફ ઓફીસર વિસનગર પાલિકાને મળે તો શહેરમાં ચાલતા ગેરકાયદેસર બાંધકામો બંધ થાય તેમજ શહેરનો અભૂતપૂર્વ વિકાસ કરી શકાય.

Leave a Reply

Top