You are here
Home > Local News > વ્યાજખોરોએ ઉઘરાણીમાં ધનપુરાના આધેડને જીવતો સળગાવ્યો

વ્યાજખોરોએ ઉઘરાણીમાં ધનપુરાના આધેડને જીવતો સળગાવ્યો

વિજાપુરમાં વ્યાજખોરોએ ઉઘરાણીમાં ધનપુરાના આધેડને જીવતો સળગાવ્યો

(પ્ર.ન્યુ.સ.) વિજાપુર,રવિવાર
વિજાપુરમા ફાયનાન્સનો ધંધો કરનારાઓનો અતિશય ત્રાસનો વધુ એક બનાવ ધનપુરાના આધેડને જીવતો સળગાવતા બહાર આવ્યો છે. આધેડને લેણદારો દ્વારા જીવતા સળગાવ્યાના બનાવે તાલુકામાં ભારે ચકચાર જગાવી હતી. મરનારે સારવાર દરમિયાન પોલીસ સમક્ષ આપેલા નિવેદન આધારે ફાયનાન્સરો પોલીસના મજબુત સકંજામાં આવી ગયા છે.
પ્રાપ્ત માહિતી મુજબ ધનપુરા ગામના રાવળ ડાહ્યાભાઈ માધાભાઈએ જુના સંઘપુરના ભરતસિંહ ગોબરસિંહ પાસેથી ગત વર્ષ રૂા. ૧ લાખ લીધા હતા. ભરતસિંહ રાઠોડ ફાઈનાઈન્સનો ધંધો કરતા હોવાથી તેમની સાથે કામ કરતા હરજીતસિંહ રાઠોડને પૈસા વસુલી માટે લઈ ગયા હતા. જયાં ડાહ્યાભાઈએ રૂા.પ૦,૦૦૦ ચુકવ્યા હતા પરંતુ બીજા રૂા.પ૦,૦૦૦ અને તેના વ્યાજની રકમ ચુકવવાની બાકી નીકળતી હતી. આ બાબતે બંન્ને વચ્ચે ઝગડો થતા પૈસા વસુલી માટે આવેલા ઈસમોમાંથી કોઈ એક ઈસમે કેરોસીન છાંટીને ડાહ્યાભાઈને સળગાવતા ગંભીર દાજ્યા હતા. તેમને સારવાર્થે પ્રથમ વિજાપુરની રેફરલ હોસ્પિટલમા લાવવામા આવ્યા હતા. ત્યારબાદ ગાંધીનગર તેમજ વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવાયા હતા. જયાં અમદાવાદ ખાતે સીવીલમા બે દિવસની સારવાર બાદ તેમનુ મોત નિપજ્યુ હતુ. આ બનાવમાં પોલીસે હત્યાનો ગુનો નોંધીને ઈન્ચાર્જ પી.આઈ. જે.એસ.દેસાઈએ ગુન્હામા સંડોવાયેલા આરોપીઓમાં હરજીતસિંહ રાઠોડની અટકાયત કરી કોર્ટમા રીમાન્ડની માંગણી કરી હતી. જયારે બીજા નાસતા ફરતા આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. મરણોત્તરના પોલીસ સમક્ષના નિવેદનને લઈને સમગ્ર તાલુકામા ભારે ચકચાર મચી છે.

Leave a Reply

Top