You are here
Home > Local News > તંત્ર દ્વારા પાણી પુરવઠાના કોન્ટ્રાક્ટર ઉપર પગલા ન ભરતા – ખેરાલુમાં આજથી પેટા કોન્ટ્રાક્ટરના આમરણાંત ઉપવાસ

તંત્ર દ્વારા પાણી પુરવઠાના કોન્ટ્રાક્ટર ઉપર પગલા ન ભરતા – ખેરાલુમાં આજથી પેટા કોન્ટ્રાક્ટરના આમરણાંત ઉપવાસ

(પ્ર.ન્યુ.સ.)ખેરાલુ,રવિવાર
ખેરાલુ પાલિકાના પોતાનો ફાયદો શોધતા સભ્યો અને તત્કાલિન ચીફ ઓફીસરને પાણી પુરવઠાના પેટા કોન્ટ્રાક્ટરે લેખીત આપ્યુ હતુ કે વ્યાપક ભ્રષ્ટાચાર થયો છે છતા કોઈ કાર્યવાહી થઈ નહી. એન્ટી કરપ્શનની રેડ પડાવી છતા ચિફ ઓફીસર અને સભ્યો કોન્ટ્રાક્ટરને છાવરતા રહ્યા. અંતે એક ગરીબ પેટા કોન્ટ્રાક્ટરના નાણા ગામના હિતમાં સાચુ બોલવાને કારણે સલવાયા છે. હાલ પેટા કોન્ટ્રાક્ટર સવારે ૮-૦૦ થી રાત્રે ૮-૦૦ સુધી પોતાના પરિવાર સાથે ૧૪-૪-૨૦૧૬ થી પ્રતિક ઉપવાસ ઉપર બેઠો છે. પરંતુ રાઠોડ પ્રભુદાસે જણાવ્યુ હતુ કે જો રવિવાર સુધીમાં તંત્ર દ્વારા ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર વિરુધ્ધ પગલા નહી ભરાય તો સોમવારથી આમરણાંત ઉપવાસ ઉપર ઉતરીશ.
કલેક્ટરશ્રી દ્વારા કન્સ્ટ્રક્શન કંપની વિરુધ્ધ કોઈ કાર્યવાહી થવાની નથી. કારણ કન્સ્ટ્રક્શન કંપનીનો માલિક રાજ્યના કોઈ મંત્રીનો સગો છે તેવુ પાલિકામાં ચર્ચાતુ હતુ. આમતો ખરેખર જોવા જઈએ તો આ ભ્રષ્ટાચારમાં એકલો કોન્ટ્રાક્ટર જવાબદાર નથી પરંતુ પાલિકાના ચિફ ઓફીસરો અને સભ્યો પણ જવાબદાર છે. તેમની વિરુધ્ધમાં પણ કાર્યવાહી થવી જોઈએ પણ..?

Leave a Reply

Top