You are here
Home > Local News > ખેરાલુ શહેર-તાલુકા ભાજપના કોંગ્રેસ ઉપર ચાબખા

ખેરાલુ શહેર-તાલુકા ભાજપના કોંગ્રેસ ઉપર ચાબખા

ભાજપની કારોબારીમાં અભિનંદન અને રાજકીય પ્રસ્તાવના ઠરાવો દ્વારા

ખેરાલુ શહેર-તાલુકા ભાજપના કોંગ્રેસ ઉપર ચાબખા

(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર

તાજેતરમાં ખેરાલુ શહેર તાલુકા ભાજપની કારોબારી મીટીંગ ૧૭-૪-ર૦૧૬ને રવિવારે લીંબચમાતાની વાડીમા બપોરે ૩-૦૦ કલાકે યોજાઈ હતી. જેમા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી આનંદીબેન પટેલના સફળ નેતૃત્વમા દેશ સાથે ગુજરાતનો અભુતપુર્વ વિકાસ માટે અભિનંદન પ્રસ્તાવનો ઠરાવ કરવામા આવ્યો હતો. સાથે સાથે દેશની પરિસ્થિતી માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવી રાજકીય પ્રસ્તાવનો ઠરાવ પણ કરવામા આવ્યો હતો.

     અભિનંદન પ્રસ્તાવને અમલમાં મુકતા પાલિકા પ્રમુખ પ્રેમજીભાઈ દેસાઈએ ઠરાવ વાંચી સંભળાવ્યો હતો. જેમા કોંગ્રેસની સરકારે કરોડો રૂપિયાના ગોટાળા, ભષ્ટાશાસનથી દેશ અધોગતિમા ધકેલ્યો હતો. કોંગ્રેસના ૧૦ વર્ષના શાસનને કારણે કોંગ્રેસના કાળા કરતુતોથી અનેક ક્ષેત્રેદેશને નુકશાન થયુ છે. બે વર્ષમાં કેન્દ્ર સરકારને ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો નથી. કેન્દ્ર સરકારે જનધન યોજના, મુદ્દાબેંક,  સ્કીલ ઈન્ડીયા, મેઈકઈન ઈન્ડીયા, પ્રધાનમંત્રી સુરક્ષા યોજના, પાકવીમા યોજના ર૦૧૭ સુધી દરેક ગામડામાં વિજળી, એક કરોડ પરિવારોને મફત ગેસ કનેકશન, દરરોજ ૧૮કિ.મીના નેશનલ હાઈવે બને છે. કોંગ્રેસના શાસનમાં જી.ડી.પી.ગ્રોથ ર.૪% હતો જયારે હાલ ૭.પ% થયો છે. ગુજરાત સરકારે ૧ ટકાના વ્યાજે ૩ લાખ કૃષિ ધિરાણ, પશુપાલકોને ત્રણવર્ષ માટે પાંચ ટકાના દરે વ્યાજ સહાય, સ્માર્ટ વિલેજ માટે ૧૮પ કરોડ, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં ૧૦ હજાર કરોડ, હજારો લાખો પરિવારો નં ર/-રૂા. કીલો ઘઉં અને ૩/-રૂપિયે કિલો ચોખા, માતાઓની સારવાર વિના મૂલ્યે મા વાત્સલ્ય યોજનામા સુરક્ષાચક્ર મહિલાઓ માટે, દરેક તાલુકાઓમા કોલેજો સાયન્સ સ્કુલો, ચાલુ વર્ષે ૬૬ હજાર નવી સરકારી નોકરીઓ, યુવા સ્વાવલંબનમા આવક મર્યાદા ૪.પ૦ લાખથી વધારી ૬લાખ કરી, ગુજરાતની પાંચ યુનિર્વસીટીમા આંબેડકર ચેર, પાકારોડ, માટે ચાલુ વર્ષમા તાલુકાઓમાં વડનગર પ૦૯ લાખ, ખેરાલુમાં ૬૦૦ લાખ, સતલાસણામાં, ૩૩૦ લાખ, વડનગર પોલીટેકનીક માટે ૬૮ લાખ, આઈ.ટી.આઈ.ખેરાલુ, સતલાસણા અને ઉંઝા માટ ર૩૧૬ લાખ જેવા ગણી ન શકાય તેવા કામો માટે અભિનંદન પાઠવવામા આવે છે.

    રાજકીય ઠરાવ તાલુકા ભાજપ મહામંત્રી વિનાયકભાઈ પંડયાએ વાંચી સંભળાવ્યો હતો. જેમા કોંગ્રેસ એટલે મતલક્ષી અને ભાગલાવાદી કુટનીતી કરનારપાર્ટી, વિકાસ વિરોધી પાર્ટી, દેશ વિરોધી પ્રવૃત્તિ કરનારને છાવરનારી પાર્ટી ચાર રાજ્યોના મોસ્ટ વોન્ટેડ શોહરાબુદીન એન્કાઉન્ટર કોંગ્રેસનો કેવો રોલ હતો ઈશરત જહાં કેસમા કોંગ્રેસે સી.બી.આઈનો દુર ઉપયોગ કરી ભાજપના અને પોલીસના લોકોને જેલમાં પુર્યા હતા. કોંગ્રેસના ષડયંત્રોનો પર્દાફાસ ભુતપુર્વ ગ્રહ સચિવ જી.કે.પિલ્લાઈ, નાયબ સચિવ મંત્રી પૂર્વ આઈ.પી.એસ. સત્યપાલસિંહ દ્વારા થઈ ચુકયો છે. પી.ચિદમ્બરમે બનાવટી એફિડેવીટો તૈયાર કરી હતી. હેડલી દ્વારા અપાયેલી જુબાની પછી ઈશરત જર્હાં લશ્કરે-એ-તોયબા (એલ.ઈ.ટી.)ના આતંકવાદીઓ પૈકી એક હતી તે સ્પષ્ટ બની ગયુ છે. કોંગ્રેસનો સાચો ચહેરો સામે આવી જતા બચવા માટે કોંગ્રેસ હવાતીયા મારી રહી છે. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જે.એન.યુ)મા સામુહિક (ગૌમાંસ) ભક્ષણ સમારોહ, મુશાયરમાં ભારતની નિંદાનો વિરોધ કરનાર ભારતીય સૈનિક ઉપર હિચકારો હુમલો દંતેવાડામા માઓવાદી હુમાલામા ૭૦ જવાનોની હત્યાની ઘટનાને ઉત્સવની જેમ ઉજવણી, ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ વખતે ભારત વિરોધી નારાના સુત્રોચ્ચાર, રાષ્ટ્રધ્વજને જુતાથી કચડતા પોસ્ટર લગાવવાનુ કૃત્ય, દુર્ગા પ્રજા દરમ્યાન દુર્ગા માતા માટે બિભત્સ વાતો કરી મહિસાસુર દિવસની ઉજવણી, ભારત ક્રિકેટમા હાર્યુ ત્યારે શ્રીનગર એન.આઈ.ટી.ખાતે વિદ્યાર્થીઓ દ્વારા ભારત વિરોધી નારા, અફજલ ગુરુ માટે કિતને અફજલ મારોગે ? ઘર ઘરસે અફજલ નિકલેગા  અફજલ હમ શર્મિદા હૈત તેરા કાતિલ ઝીંદા હૈ હિન્દુસ્તાન મુર્દાર્બાદના નારાઓ સંસદ પરના હુમલાના માસ્ટર માઈન્ડ આતંકવાદી માટે ઉપીયોગમા લેવાયા હતા. જે.એન.યુના કન્હૈયાને વીર શહીદ ભગતસિંહ સાથે કોગ્રેસના શશીથરુરે સરખાવ્યો હતો. કોગ્રેસ વીર સાવરકરને દેશદ્રોહી ગણાવી રહી છે. સુભાષચંદ્ર બોઝની અગત્યની ફાઈલો કોંગ્રેસે દબાવી રાખી. ઔવેસી જેવા કટ્ટરવાદી નેતાઓ ભારતમાતા કી જય ન બોલવા ભાગલાવાદી પરિબળોને ઉત્તેજન આપે છે. આ કારોબારી વંદેમાતરમ અને ભારતમાતાકી જયનો વિરોધ કરનારા માટે સખ્ત શબ્દોમા વખોડી કાઢે છે. વિશ્વમા ભારતનો પ્રભાવ વધ્યો છે. આતંકવાદની લડાઈમા વિશ્વ એક થઈ રહ્યુ છે. ભારતનુ ગૌરવ વિશ્વમા વધ્યુ છે. જે જોઈને કોગ્રેસના પેટમાં તેલ રેડાયુ છે. સંવાદસેતુ જેવા કાર્યક્રમમાંથી લોકોના પ્રશ્નો હલ થયા છે. કોંગ્રેસના જ્ઞાતિવાદ અને કોમવાદની સંકુચિત રાજનીતિ સામે ભાજપના રાષ્ટ્રવાદની નિતિને પ્રચંડ સમર્થન આપ્યુ છે. ર૦૦૬મા વંદેમાતરમની ૧રપમી જયંતીએ કોંગ્રેસે વંદે માતરમ્‌ ને મરજિયાત બનાવ્યુ હતુ. વોટબેંકની રાજનીતિ માટે રાષ્ટ્રવિરોધી પરિબળો પોષવાનુ કૃત્ય કરનારાઓનો મુકાબલો કરવાનો આ કારોબારી સંકલ્પ કરે છે. દેશની એક્તા અને અખંડીતા માટે આવા પરિબળોને પાઠ ભણાવવાની દેશની જનતાને અપીલ છે.

દ્બઆ કાર્યક્રમમા તાલુકા ભાજપ પ્રમુખ કેશુભાઈ ચૌધરી મહામંત્રી વિનાયકભાઈ પંડયા અને અજમલજી ઠાકોર, તાલુકા પંચાયત પ્રમુખ દિલીપસિંહ રાણા, ઉપપ્રમુખ મહેશભાઈ પ્રજાપતિ, પાલિકા પ્રમુખ પ્રેમજીભાઈ દેસાઈ, શહેર ભાજપ પ્રમુખ હેમંતભાઈ શુકલ, પૂર્વ પાલિકા પ્રમુખ ભરતભાઈ પટેલ સહીત શહેરા તાલુકાના કાર્યકરો હાજર રહ્યા હતા. કારોબારીના દિવસે લગ્નો ખુબજ હોવાથી કાર્યકરો અડધા જ હાજર રહ્યા હતા.

Leave a Reply

Top