You are here
Home > Local News > વડનગરના ગરીબ પરિવારોને લાભ આપવા કોર્પોરેટરની રજુઆત

વડનગરના ગરીબ પરિવારોને લાભ આપવા કોર્પોરેટરની રજુઆત

સરકારના મા અન્નપુર્ણા યોજના હેઠળ

વડનગરના ગરીબ પરિવારોને લાભ આપવા કોર્પોરેટરની રજુઆત

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર

     ગુજરાત સરકારના પુરવઠા વિભાગ દ્વારા મા અન્નપુર્ણા યોજના હેઠળ ગરીબ અને જરૂરીયાતમંદના પરિવારોને રેશનીંગની દુકાનોમાંથી રાહત દરે અનાજનો જથ્થો આપવાની જાહેરાત કરી છે. પરંતુ વડનગરમાં વહીવટીતંત્રના છબરડાના લીધે કેટલાય ગરીબ પરિવારોના નામો બી.પી.એલ.યાદીમા સમાવાયા નથી. જેથી તેઓ વડનગરના ગરીબ અને જરૂરીયાતમંદ પરિવારોને ગરીબલક્ષી યોજનાનો લાભ અપાવવા સરકારે ફરીથી સર્વે કરાવીને ખોટા બી.પી.એલ.ધારકોના નામો રદ કરવા પાલિકાના કોર્પોરેટર મુકેશભાઈ પટેલ (કેપ્ટન)એ રજુઆત કરી છે.

    ભાજપ સરકારે રાજ્યના તમામ ગરીબ અને જરૂરીયાતમંદ પરિવારના લોકોને આર્થિક મદદરૂપ બનવા માટે વિવિધ ગરીબલક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે. પરંતુ સ્થાનિક વહીવટીતંત્રના અધિકારીઓની ભ્રષ્ટનિતિના કારણે આજે હજ્જારો ગરીબ પરિવારોના નામો બી.પી.એલ.યાદીમા જોવા મળતા નથી. જયારે આર્થિક રીતે સક્ષમ પરિવારના નામો બી.પી.એલ.યાદીમા સમાવાયા છે. પરિણામે સરકારની તમામ ગરીબલક્ષી યોજનાનો લાભ આર્થિક રીતે સધ્ધર પરિવારના લોકો લઈ રહ્યા છે. જેથી સરકારનો ગરીબોને મદદરૂપ બનાવાનો હેતુ સિધ્ધ થતો નથી અને ગરીબ માણસ દિનપ્રતિદીન ગરીબ બનતો જાય છે. જેમા તાજેતરમાં રાજ્ય સરકારના પુરવઠા વિભાગ દ્વારા ગરીબ અને જરૂરીયાતમંદ પરિવારોને ઘંઉ, ચોખા, તથા કેરોસીનનો જથ્થો રાહત દરે આપવા માટે મા અન્નપુર્ણા યોજના અમલમા મુકી છે. પરંતુ સરકારી અધિકારીઓ ઓફીસમા બેઠા બેઠા વ્હાલા-દવાલાની નિતી રાખીને કરેલા સર્વેમાં વડનગરના કેટલાય ગરીબ પરિવારોના નામો બી.પી.એલ. યાદીમા નથી. જયારે શ્રીમંત પરિવારો અને વેપારીઓના નામો બી.પી.એલ. યાદીમા સમાવાયા છે. ગરીબોના બેલી કહેવાતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વતનમાં જ ગરીબોને અન્યાય થતો હોય તો પછી બીજા તાલુકાની તો વાત કયાં રહી? જોકે ભાજપ સરકારની મા અન્નપુર્ણા યોજનાનો લાભ ગરીબોને મળી રહે તે માટે વડનગર પાલિકાના વોર્ડનં૯ના જાગૃત કોર્પોરેટર પટેલ મુકેશકુમાર દશરથભાઈ (કેપ્ટન) એ વહીવટી તંત્રના અધિકારીઓને વડનગર શહેરમાં ફરીથી બી.પી.એલ.યાદીનો સર્વે કરાવવાની રજુઆત કરી છે. ભાજપ સરકાર પાલિકાના પદાધિકારીની રજુઆતને ધ્યાને લઈને ગરીબ પરિવારોને ન્યાય આપવાનો પ્રયત્ન કરશે ખરા?

Leave a Reply

Top