You are here
Home > Local News > વિજાપુરમાં બસો બંધ રહેતા સરકારને લાખોનુ નુકશાન

વિજાપુરમાં બસો બંધ રહેતા સરકારને લાખોનુ નુકશાન

મહેસાણા જેલભરો આંદોલનના પ્રત્યાઘાત રૂપે
વિજાપુરમાં બસો બંધ રહેતા સરકારને લાખોનુ નુકશાન

(પ્ર.ન્યુ.સ.) વિજાપુર,રવિવાર
મહેસાણા જીલ્લામાં પાટીદારોના જેલભરો આંદોલન ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા સલામતીના પગલે એસ.ટી.નિગમ દ્વારા દોડતી બસો બંધ કરી દેવાઈ હતી. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ગયેલી બસોને પાછી બોલાવીને બે દિવસ સુધી બસોના તમામ રુટો બંધ કરી દેવામાં આવતા સરકારને લાખોની આવકનુ નુકશાન થવા પામ્યુ હતુ. જ્યારે એસ.ટી.ડેપો ઉપર કેટલાક મુસાફરો અટવાતા તેમને ખાનગી વાહનોનો સહારો લઈને બમણાં ભાડામાં મુસાફરી કરવી પડી હતી.
જીલ્લામાં જેલભરો આંદોલન બાદ ઉગ્ર ષ્ઠ બનેલા વાતાવરણને લઈને તાલુકાની પોલીસ એલર્ટ બની હતી. કારણકે વિજાપુર તાલુકો પાટીદારોના મામલે સંવેદનશીલ તાલુકો ગણાતો હોઈ પોલીસ તંત્ર દ્વારા એસ.આર.પી.ની એક ટીમ પણ તૈનાત કરાઈ હતી. જે શહેરની મામલતદાર કચેરી, નગરપાલિકા, બસ સ્ટેન્ડ ચક્કર, સરકારી દવાખાનુ, આનંદપુરા ચોકડી અને ટી.બી.વિસ્તારમાં પોલીસનો બંદોબસ્ત ચુસ્ત ગોઠવ્યો હતો. મામલતદાર દલપતટાંક તેમજ પી.આઈ.જે.એચ.વાઘેલાએ કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે સતત પેટ્રોલીંગ ચાલુ રાખી સઘન વોચ ગોઠવી હતી.

Leave a Reply

Top