You are here
Home > 2016 > May

વિસનગર તાલુકા સેવાસદનમાં લોકસંવાદ સેતુ કાર્યક્રમ યોજાયો – લોકસંવાદમાં અરજદારોએ પ્રશ્નોનો ધોધ વરસાવતા મંત્રીઓ અટવાયા

(પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર વિસનગર તાલુકા સેવાસદનમાં રાજ્યના કુટીર ઉદ્યોગમંત્રી તારાચંદ છેડા અને માર્ગ અને મકાન વિભાગના મંત્રી જયદ્રથસિંહ પરમારના અધ્યક્ષસ્થાને લોકસંવાદ સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ, જીલ્લા કલેક્ટર આલોકકુમાર પાન્ડે, પ્રાન્ત અધિકારી વી.જી.રોર, મામલતદાર આર.એમ.દંતાણી, તાલુકા વિકાસ અધિકારી, ડી.એસ.નાયી, ઈન્ચાર્જ ચીફ ઓફીસર નવનીતભાઈ પટેલ સહીત વિવિધ સરકારી વિભાગના અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા….

મહેતાવાડ, ચબુતરાવાસના લોકો સમક્ષ પાલિકાના બહાને – ખેરાલુ વિજ કચેરીની ચોર કોટવાલને દંડે તેવી નિતી

(પ્ર.ન્યુ.સ.)ખેરાલુ,રવિવાર ખેરાલુ નગરમાં વિજ કચેરીના ડેપ્યુટી એન્જીનીયર અને જુુનીયર એન્જીનીયરોએ લોડ વધારા માટે લોકોને કોઈપણ પ્રકારની સુચના આપી નથી. કાળઝાળ ગરમીમાં લોડ પુરુ ન મળતા લોકોના એસી ચાલતા નથી. જેથી મહેતાવાડ અને ચબુતરા વાસના લોકોએ વિજ કચેરીમાં ફરીયાદ કરી ત્યારે વિજ કચેરીના અધિકારીઓએ બહાનુ કાઢ્યુ કે ખેરાલુ પાલિકા અમને ડીપી ઊભી કરવા જગ્યા ફાળવતી નથી…

માનસિક બીમાર સમજી પોલીસે કોઈ કાર્યવાહી ન કરી – ચોરે ઘરમાં ઘુસી કહ્યુ મારે ચોરી કરવી છે

(પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર વિસનગર નગરપાલિકાના એક કોર્પોરેટરના ઘરનો દરવાજો ખોલી ચોરે ઘરમાં ઘુસી કહ્યુ મારે ચોરી કરવી છે. ચોરની વાતથી ડઘાઈ ગયેલા કોર્પોરેટરના પતિએ ચોરને ઘરની બહાર ખદેડ્યો હતો. હોબાળો થતા આસપાસના લોકો એકઠા થઈ મેથીપાક ચખાડ્યો હતો. ચોર પોલીસને સોપ્યો ત્યારે પોલીસે માનસિક બીમાર સમજી કોઈ કાર્યવાહી કરી નહોતી. આવો હટ્ટો કટ્ટો હિન્દી ભાષી વ્યક્તિ કોઈ…

વિસનગરના લોકસંવાદ સેતુ કાર્યક્રમમાં – મંત્રીઓએ ઈન્ચાર્જ ચીફ ઓફીસર નવનીતભાઈ પટેલનો ઉધડો લીધો

(પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર વિસનગર નગરપાલિકાના ઈન્ચાર્જ ચીફ ઓફીસર નવનીતભાઈ પટેલનો ગેરકાયદેસર દબાણો તોડવાના મુદ્દે લોકસંવાદ સેતુ કાર્યક્રમમાં હાજર મંત્રીઓએ ઉધડો લેતા જણાવ્યુ હતુ કે તમારા એક પણ પ્રશ્નના જવાબમાં અમને સંતોષ નથી. અમે દબાણની જગ્યાએ જઈએ અને સરકારમાં રીપોર્ટ કરીએ તો તમારી શુ હાલત થશે. મંત્રીઓએ ઉધડો લેતા ઈન્ચાર્જ ચીફ ઓફીસરના પગ તળેથી જમીન સરકી ગઈ હતી….

પોલીસ અને કાયદાની ઐસી તૈસી કરી ભીલ(આદીવાસી) કાયદો-કોર્ટ નિર્દોષ છોડશે તો અમે સજા આપીશું – મારવાડીવાસના ઝઘડામાં હરિફ જુથના માનસીક ત્રાસથી આત્મહત્યા

(પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર મારવાડી વાસ ભલે વિસનગરમા હોય પરંતુ આ વાસમા ભીલ સમાજના કાયદા આદીવાસી સમાજ જેવા છે. જેની સામે પોલીસ અને કાયદો પણ લાચાર બની ગયો છે. બે વર્ષ પહેલા મારવાડી વાસમા બે જુથનો ઝઘડો થતા એકનુ મૃત્યુ થયુ હતુ. મૃત્યુ થયુએ જુથે ખુન કા બદલા ખુનની આદીવાસી રીત રસમો અપનાવી હતી. ત્યારે સતત માનસીક ત્રાસના…

Top