You are here
Home > Local News > ઓછુ પાણી આપી અધિકારીઓ દ્વારા હેરાનગતિ કરાતી હતી ત્યારે – કોંગ્રેસની જલયાત્રાથી વિસનગરમાં ધરોઈ પાણી પુરવઠાનો ધોધ પડ્યો

ઓછુ પાણી આપી અધિકારીઓ દ્વારા હેરાનગતિ કરાતી હતી ત્યારે – કોંગ્રેસની જલયાત્રાથી વિસનગરમાં ધરોઈ પાણી પુરવઠાનો ધોધ પડ્યો

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
ધરોઈ ડેમમાં પાણીનુ પૂરતુ પ્રમાણ છે ત્યારે ધરોઈ પાણી પુરવઠા દ્વારા છેલ્લા ઘણા સમયથી વિસનગરમાં પાણીનો પુરતો પુરવઠો નહી આપી ખોટી કિન્નાખોરી ભરી હેરાનગતી કરવામાં આવે છે. રીપેરીંગ તેમજ પાલનપુર લાઈનમાં વધારાનુ પાણી આપવાના બહાને છેલ્લા એક અઠવાડીયાથી પૂરતુ પાણી આપવામાં આવતુ નહોતું ત્યારે વિસનગરમાં કોંગ્રેસની જલયાત્રા પ્રવેશતાજ વિસનગરમાં ધરોઈ પાણી પુરવઠાનો ધોધ વધ્યો હતો. વિવિધ બહાના તળે પાણી અપાતુ નહોતુ ત્યારે આટલુ પાણી આવ્યુ ક્યાંથી? કોંગ્રેસની જલયાત્રાથીજ ધરોઈના અધિકારીઓ દોડતા થયા હતા.

IMG_3721

ભાજપ સરકારની અવ્યવસ્થાના કારણે, સુજલામ સુફલામમાં કરોડો રૂપિયાનુ આધણ કરવા છતા હાલમાં ઉનાળામાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પીવાના પાણીની તિવ્ર તંગી સર્જાઈ છે. ખેડૂતોને સીંચાઈ માટે પાણી મળતુ નથી. પાણી પ્રશ્ને ગુજરાતની પ્રજા અને ખેડૂતોની અવદશા થતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતીના પ્રમુખ ભરતસિંહ સોલંકીની સુચનાથી વિવિધ જીલ્લા અને તાલુકા મથકે જલયાત્રા રેલીનુ આયોજન કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત તા.૨૭-૪ ને બુધવારે રંગાકુઈથી વિસનગર તાલુકામાં જલયાત્રા રેલી પ્રવેશી હતી. રસ્તામાં આવતા દરેક ગામમાં રેલીનુ ભવ્ય સ્વાગત કરાયુ હતુ. વિસનગરમાં વિજાપુર રોડ ઉપર આવેલ રામદેવપીરના મંદિર પાસે શહેર તાલુકા કોંગ્રેસ દ્વારા રેલીનુ સ્વાગત કરાયુ હતુ. આ રેલી કડા દરવાજા, દરબાર રોડ, ગંજી, રોશની ચાર રસ્તા, ગોવિંદ ચકલા ત્રણ દરવાજા ટાવર, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન થઈ કાંસા તરફ રવાના થઈ હતી. આ રેલીમાં ખેડૂતોને પીયતના પાણીની અને લોકોને પીવાના પાણીની તકલીફોને વાંચા આપવામાં આવી હતી.
ત્રણ દરવાજા ટાવર પાસે રેલીમાં સંબોધન કરતા વિસનગરના કોંગ્રેસી અગ્રણી શામળભાઈ રબારીએ પાણી બાબતે ભાજપ સરકારની નિતિઓ સામે રોષ ઠાલવ્યો હતો કે ભાજપ સરકારની અવ્યવસ્થાના કારણે છતા પાણીએ સમગ્ર ગુજરાતની જનતા પાણી માટે વલખા મારી રહી છે. આવા કપરા સમયે પ્રજાની પડખે કોંગ્રેસ છે. ભાજપની કિન્નાખોરીના કારણે વિસનગર શહેર પાણીની વિકટ સમસ્યા સહન કરી રહ્યુ છે. અગાઉ ભાજપના બોર્ડમાં ૧.૨૦ કરોડ લીટર પાણી મળતુ હતુ. જ્યારે અત્યારે ૫૦ થી ૭૦ લાખ લીટરજ પાણી આપવામાંઆવે છે. ભાજપની કિન્નાખોરીવાળી નિતિને શહેરની જનતાએ સમજવાની જરૂર છે. કોંગ્રેસની જલયાત્રા રેલીનુ સંચાલન જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિર્તિસિંહ ઝાલાની આગેવાનીમાં થયુ હતુ. જેમાં જીલ્લા પંચાયત પ્રમુખ રણજીતજી ઠાકોર, જીલ્લા ડેલીગેટ, તાલુકા ડેલીગેટ, વિસનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનુજી ઠાકોર, તાલુકા પંચાયત પ્રમુખ મધુબેન પટેલ, ઉપપ્રમુખ પ્રધાનજી ઠાકોર, પાલિકા ઉપપ્રમુખ મગનજી ઠાકોર, શામળભાઈ દેસાઈ, પાલિકા સભ્ય ગોવિંદભાઈ ગાંધી, શકુન્તલાબેન પટેલ અન્ય કોર્પોરેટરો, કોંગ્રેસના કાર્યકરોએ રેલીમાં હાજરી આપીને સફળ બનાવી હતી.
નોંધપાત્ર બાબત છેકે વિસનગર પાલિકામાં ગઠબંધન સત્તા બેસતા તુર્તજ અને ખાસ કરીને છેલ્લા પંદર દિવસથી ધરોઈ પાણી પુરવઠા દ્વારા ખુબજ ઓછુ પાણી આપવામાં આવતુ હતુ. જે માટે વોટર વર્કસ ચેરમેન રાજેન્દ્રભાઈ ગાંધીએ ધરોઈ પાણી પુરવઠાના અધિકારીઓનો સંપર્ક કરતા જણાવાયુ હતુ કે ધરોઈ પ્લાન્ટમાંથીજ પાણી આવતુ નથી કંઈ રીતે આપીએ. એક અધિકારીએ જણાવ્યુ હતુ કે પાલનપુર લાઈનમાં વધારે પાણી આપવામાં આવે છે. જેથી વિસનગરમાં પાણી ઓછુ આવે છે. ત્યારે વિસનગરમાં કોંગ્રેસની જલયાત્રા આવવાની હોવાથી મંગળવારની રાત્રીથીજ સર્વે નં.૩૦૫ના સંપમાં ધરોઈ પાણી પુરવઠાનો ધોધ પડ્યો હતો. લગભગ એક કરોડ લીટર જેટલુ પાણી આપવામાં આવ્યુ હતુ. ત્યારે પ્રશ્ન એ થાય છેકે પ્લાન્ટમાંથી પાણી આપવામાં આવતુ નહોતુ અને પાલનપુર સાઈડ વધારે પાણી આપવાના કારણે વિસનગરમાં પાણી અપાતુ નહોતુ ત્યારે કોંગ્રેસની જલયાત્રા આવતા અચાનક કંઈ રીતે પુરવઠો વધી ગયો, કોંગ્રેસની જલયાત્રાથી ધરોઈના અધિકારીઓ કંઈ રીતે સુધરી ગયા? અચાનક વિસનગર શહેર પ્રત્યે આટલુ હેત કેમ ઉભરાયુ? ધરોઈ પાણી પુરવઠાના અધિકારીઓની કીન્નાખોરી અહી ખુલ્લી પડે છે.
વિસનગર ધરોઈ પ્લાન્ટનુ કેટલુ પાણી આવે છે તે બાબતે ધરોઈ પાણી પુરવઠાના અધિકારી એસ.એમ.પટેલનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતુ કે શહેરની જરૂરીયાત પ્રમાણે એક કરોડ લીટર જેટલુ પૂરતુ પાણી આપવામાં આવે છે. પાલિકા સભ્યોની અણઆવડત અને એકની એક લાઈનમાં બે ટાઈમ પાણી જવા દે છે. પાલિકાના ઈન્ટરનલ પ્રોબલેમોના કારણે પાણીની તંગી સર્જાય છે. પૂરતુ પાણી આપવામાં આવે છે. પ્રશ્ન એ ઉપસ્થિત થાય છેકે વિસનગર સંપમાં કે આગળ ક્યાય મીટરજ નથી પછી પૂરતુ પાણી અપાતુ હોવાનુ કંઈ રીતે કહી શકે? જે હોય તે પણ કોંગ્રેસની જલયાત્રાથી વિસનગરમાં ધરોઈ પાણી પુરવઠાનો ધોધ શરૂ થયો તે ચોક્કસ વાત છે.

Leave a Reply

Top