You are here
Home > Local News > ભરણપોષણના કેસમાં સમાધાન માટે પરણીતાને સાસરીયાઓની ધમકી

ભરણપોષણના કેસમાં સમાધાન માટે પરણીતાને સાસરીયાઓની ધમકી

વિસનગર કાંસા એન.એ.માં રહેતા જયાબેન ભોગીલાલ તુરીના પુનઃલગ્ન અમદાવાદ રહેતા સુનીલકુમાર બાબુલાલ પરમાર સાથે થયા હતા. લગ્નજીવનમાં મહિલાને સાસરીયાઓએ ત્રાસ આપતા મહિલાએ કોર્ટમાં ભરણપોષણનો દાવો કર્યો હતો. મહિલા વિસનગર પિતાના ઘરે હતા. ત્યારે સાસરીયા આવી કોર્ટમાં સમાધાન બાબતે ચર્ચા કરી વોશીંગ મશીન આપીશ તોજ તેડી જઈશુ તેમ કહી ધમકીઓ આપતા મહિલાની ફરીયાદ આધારે પોલીસે તેના પતિ સુનિલકુમાર બાબુલાલ પરમાર, સાસુ જસીબેન બાબુલાલ પરમાર તથા નણંદ કિર્તિબેન બાબુલાલ પરમાર વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Top