You are here
Home > Local News > મહેસાણા જિલ્લાના કડી કોટન માર્કેટ યાર્ડ ખાતે જિલ્લા કક્ષાનો કૃષિ મહોત્સઅવ યોજાયો

મહેસાણા જિલ્લાના કડી કોટન માર્કેટ યાર્ડ ખાતે જિલ્લા કક્ષાનો કૃષિ મહોત્સઅવ યોજાયો

મહેસાણા જિલ્લાના કડી કોટન માર્કેટ યાર્ડ ખાતે જિલ્લા ક્ષાનો કૃષિ મહોત્‍સવ યોજાયો

 ખેડ,ખાતર અને પાણીનો વિવેકપુર્ણ ઉપયોગ કરી કૃષિ ઉત્પાદન મેળવીએ-
  • જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.લાંગા

મહેસાણા

         મહેસાણા જિલ્લાના કૃષિ મહોત્સવ કડી કોટનમાર્કેટ યાર્ડ ખાતે જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.લાંગાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.લાંગાએ ગ્‍લોબલ વોર્મિંગની પલટાતી સ્‍થિતિ સામે ચિંતા વ્‍યક્‍ત કરતાં કુદરતી સ્ત્રોતોનો સમજપૂર્વકનો ઉપયોગ કરવા અપીલ કરી હતી.તેમણે નવીન ટેકનોલોજીના સથવારે પાણીના મર્યાદિત સ્ત્રોતનો ઉપયોગ કરવા તેમજ  ટપક સિંચાઇ પદ્ધતિને સ્વીકારવા અનુંરોધ કર્યો હતો.

           જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.લાંગાએ જણાવ્યું હતું કે ખેડૂતોને તજજ્ઞોનું મળી રહેલું માર્ગદર્શન સફળ રહ્યું છે અને કૃષિ મહોત્‍સવને કારણે ખેડૂતોનું જીવનધોરણ પણ ઉપર આવ્યું છે. ગુજરાત રાજ્‍યનો કૃષિ મહોત્‍સવ ખેડુતો માટે પથદર્શક બની રહ્યો છે. તમેણે વધુમાં ઉમેર્યું હતું કે ખેડુત જેટલો મોટો કોઇ વૈજ્ઞાનિક નથી,આજનો ખેડુત વૈજ્ઞાનિક પ્રદ્ધતિ અપનાવીને ઉત્પાદન વૃધ્ધી કરતો થયો છે.ખેડુતોએ ખેડ,પાણી અને બિયારણનો જરૂરીયાતપુર્ણ ઉપયોગ કરી મહત્તમ ઉત્પાદન મેળવવું જોઇએ તેમ જણાવ્યું હતું.પાણીની બચત માટે ગામોમાં મનરેગા યોજના તળે ચેક ડેમ બનાવવા માટે અપીલ કરી હતી. જિલ્લામાં 15 કરોડ રૂપિયા ચેક ડેમ માટે આજ સુધી આપેલ છે. આ ઉપરાંત ગામમાં ચેકડેમની જરૂર હોય તો ગામ સ્તરેથી દરખાસ્ત કરવા પણ જણાવ્યું હતું.

          કડી કોટન માર્કેટ યાર્ડના ચેરમેન વિનોદભાઇ પટેલે જણાવ્યું હતું કે  રાજ્‍યમાં કૃષિ મહોત્‍સવની શરૂઆત થઇ ત્‍યારે રૂા.૯ હજાર કરોડનું કૃષિ ઉત્‍પાદન, આજે ૧.૪ર હજાર કરોડ જેટલું થવા પામ્‍યું છે જે કૃષિ મહોત્સવની સફળતા છે.

          કૃષિ મહોત્સવમાં ઊભા કરાયેલા પ્રદર્શન સ્‍ટોલ્‍સની ખેડુતોએ મુલાકાત લઇ જાણકારી મેળવી હતી.આ ઉપરાંત જુદી જુદી યોજનાઓના લાભાર્થીઓને સહાય વિતરણ પ્રગતિશીલ ખેડૂતોનું જાહેર અભિવાદન મહાનુંભાવોના હસ્તે હતું.          કૃષિ મહોત્સવમાં ખેડુત ખાતેદાર અકસ્માત વિમા યોજના હેઠળ કડીના કલ્યાણપુરા અને મહેસાણાના ભાકડીયાના લાભાર્થીને ચેક સહાય વિતરણ કરાયું હતું તેમજ વિવિધ યોજનાના લાભાર્થીઓને ચેક સહાય વિતરણ કરાયું હતું. તાલુકા કક્ષાએ વિશિષ્ટ ખેતી કરી સફળતા મેળવાનાર ખેડુતોને પ્રોત્સાહિત કરાયા હતા.

  કૃષિ મહોત્સવમાં કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા કપાસ અને દિવેલા પાકની વૈજ્ઞાનિક ખેતી પ્રધ્ધતિ અને રોગનિયંત્રણ,ટામેટા અને અન્ય ખરીફ શાકભાજી પાકની વૈજ્ઞાનિક ખેતી પ્રધ્ધતિ,સજીવ ખેતી,આઇ ખેડુત પોર્ટલ તથા યોજનાકીય માર્ગદર્શન,પશુપાલન વિશે માહિતી,બાગાયત ખેતી વિશે માહિતી તેમજ સ્થાનિક પ્રગતિશીલ ખેડુતોની આદાન પ્રદાન થકી ખેડુતોને ખેતી વિશેની વિશેષ સમજ આપવામાં આવી હતી.

    કડી કોટન માર્કેટ યાર્ડના કૃષિ મહોત્સવમાં પ્રાન્ત અધિકારી એચ.એસ.પટેલ,તાલુકા પંચાયત પ્રમુખ,નગરપાલિકા પ્રમુખ,જિલ્લાના અધિકારીઓ,પદાધિકારીઓ, કૃષિ તજજ્ઞો, વૈજ્ઞાનિકો, ખેડૂતો તથા પ્રજાજનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત  રહયા હતા.

Leave a Reply

Top