You are here
Home > Local News > વડનગર તાલુકાનો લોકસંવાદ સેતુ કાર્યક્રમ યોજાયો

વડનગર તાલુકાનો લોકસંવાદ સેતુ કાર્યક્રમ યોજાયો

વડનગર તાલુકાનો લોકસંવાદ સેતુ કાર્યક્રમ યોજાયો
    પાણી,વીજ જોડાણ અને શૌચાલયના પ્રશ્નોને ઝડપથી ઉકેલવા મંત્રીશ્રીએ તાકીદ કરી
 
લોકદરબાર કાર્યક્રમ નાગરિકો માટેનો શ્રેષ્ઠત્તમ કાર્યક્મ બન્યો છે.
                                      -વન અને પર્યાવરણ મંત્રી મંગુભાઇ પટેલ

vadanagar (3)vadanagar (5)

મહેસાણા

        વડનગર તાલુકાનો લોકસંવાદ સેતુ કાર્યક્રમ વન અને પર્યાવરણ મંત્રી મંગુભાઇ પટેલ તેમજ રાજ્ય મત્સ્ય ઉધોગ મંત્રી બચુભાઇ ખાબડના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. વડનગર તાલુકાના 88 અરજદારો દ્વારા 103 પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું,

  વડનગર તાલુકાના લોકસંવાદમાં અરજદારોના હલ થયેલ પ્રશ્નો પૈકી નિરાધાર વિધવા સહાયના હુકમો,રેશનકાર્ડના હુકમો,રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદાની દાવા અરજીઓનો નિકાલ કરી સ્થળ પર મંત્રીશ્રીઓ તેમજ મહાનુંભાવોના હસ્તે આદેશનું વિતરણ કરાયું હતું.

 વન અને પર્યાવરણ મંત્રી મંગુભાઇ પટેલે જણાવ્યું હતું કે  મુખ્યમંત્રીશ્રી આનંદીબહેન પટેલે શરૂ કરેલ લોકસંવાદ લોકો માટેનો કાર્યક્રમ બન્યો છે.સરકારના કર્મયોગીઓએ લોકોના પ્રશ્નો હલ કરવા માટે સજાગ રહેવાની જરૂર છે.કર્મયોગીઓએ અરજદારોને તેમના પ્રશ્નો સકારત્મક રીતે હલ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે તે પ્રકારનું આશ્વાસન આપવું જોઇએ.

  મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે મુખ્યમંત્રી ગ્રામસડક યોજના થકી રસ્તાઓની સુવિધા મળવાની છે.રાજ્યના નોનપ્લાન રસ્તાઓની લંબાઇ 1,20,000 કિલોમીટર અંદાજીત છે. રાજ્ય સરકારે દ્વારા આગામી ત્રણ વર્ષમાં આ યોજના હેઠળ 10 હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરી છે,જેમાં 2500 કરોડ રૂપિયા પ્રથમ વર્ષમાં આયોજન કરી સડક યોજના અન્વયે રસ્તાઓ બનાવવાના છે.

   રાજ્ય મત્સ્ય ઉધોગ મંત્રી બચુભાઇ ખાબડે જણાવ્યું હતું કે લોકોની આકાંક્ષાઓ અને અપેક્ષાઓ પુર્ણ કરવાનું કામ સરકારનું છે. રાજ્ય સરકાર દ્વારા આ પ્રકારના કાર્યક્રમોથી લોકોની સમસ્યા હલ કરી રહી છે.

  લોકસંવાદ સેતુ કાર્યક્રમમાં  સંસદિય સચિવ ભરતસિંહ ડાભી,ધારાસભ્ય નારાયણભાઇ પટેલ રાજ્યના પ્રભારી સચિવ ધનંજ્ય દ્રિવેદી,કલેકટર આલોક કુમાર, જિલ્લા વન અધિકારી સહિત જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા,

Leave a Reply

Top