You are here
Home > Local News > ધો.૧૨ સાયન્સમાં થીયરી અને ગુજકેટમાં વિસનગર સેન્ટરમાં પ્રથમ નંબરે આવનાર – સુયોગ પટેલની પિતા અને બહેનના પગલે ર્ડાક્ટર બનવાની ઈચ્છા

ધો.૧૨ સાયન્સમાં થીયરી અને ગુજકેટમાં વિસનગર સેન્ટરમાં પ્રથમ નંબરે આવનાર – સુયોગ પટેલની પિતા અને બહેનના પગલે ર્ડાક્ટર બનવાની ઈચ્છા

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
ધો.૧૨ સાયન્સમાં વિસનગર તળ સમાજના અને સ્કુલ ઓફ એચીવરમાં અભ્યાસ કરતા સુયોગ પટેલે થીયરી અને ગુજકેટમાં વિસનગર કેન્દ્રમાં પ્રથમ સ્થાને રહ્યો છે. ધો.૧૨ માં જળહળતી સિધ્ધિ મેળવનાર સુયોગ પટેલે પિતા અને બહેનના પગલે ર્ડાક્ટર બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. સ્કુલ ઓફ એચીવરના સંચાલક નિતિનભાઈ પટેલે જણાવ્યુ છેકે સ્કુલના વિદ્યાર્થીઓના ઉચ્ચ પરિણામથી આઠ થી દસ વિદ્યાર્થીઓને એમ.બી.બી.એસ.માં પ્રવેશ મળશે.
વિસનગર તળ કડવા પાટીદાર સમાજના કડા દરવાજાના પાલિકાના નિવૃત્ત કર્મચારી નટવરલાલ નારાયણભાઈ પટેલનો પૌત્ર અને વિસનગરમાં નાનક પ્લાઝા પાસે એસ.ટી.સ્ટેન્ડ રોડ ઉપર આવેલ સુયોગ હાર્ટ એન્ડ મેડીકલ હેલ્થ સેન્ટરના ર્ડા.યોગેશભાઈ એન.પટેલના પુત્ર સુયોગ પટેલે ધો.૧૨ સાયન્સમાં વિસનગર કેન્દ્રમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. સુયોગ પટેલે કેમેસ્ટ્રીમાં ૯૭, ફીઝીક્સમાં ૯૮ અને બાયોલોજીમાં ૯૮ માર્કસ સાથે કુલ ૩૦૦ માંથી ૨૯૧ માર્કસ મેળવ્યા છે. જ્યારે ગુજકેટમાં પણ ૧૨૦ માંથી ૧૧૩.૭૫ માર્કસ મેળવી સેન્ટરમાં ફર્સ્ટ રહ્યો છે. વિસનગર સેન્ટરમાં જળહળતી સિધ્ધિ મેળવી સુયોગ પટેલે વિસનગર તળ કડવા પાટીદાર સમાજ અને સ્કુલ ઓફ એચીવરનુ ગૌરવ વધાર્યુ છે.
ધો.૧૨ સાયન્સમાં આવી ઉચ્ચ ટકાવારી મેળવવા પાછળનુ કારણ શું? કેવી રીતે મહેનત કરી તેના પ્રશ્નમાં સુયોગ પટેલે જણાવ્યુ હતું કે, ધો.૧૧ થી બી ગૃપ લીધુ ત્યારથીજ એક ધ્યેય હતો કે ઉચ્ચ ટકાવારી મેળવી એમ.બી.બી.એસ.માં પ્રવેશ મેળવવો. ધો.૧૧ ના પ્રથમ સેમીસ્ટરથી ધો.૧૨ ના ચોથા સેમીસ્ટર સુધી એકધારી મહેનત કરી છે. સ્કુલનો અભ્યાસક્રમ, ટ્યુશન અને વાંચન સાથે દિવસમાં ૧૬ કલાક મહેનત કરતો હતો. સ્કુલ ઓફ એચીવરના સંચાલક તથા શિક્ષકો દ્વારા યોગ્ય માર્ગદર્શન મળ્યુ છે. એકજ ટાર્ગેટ રાખી બે વર્ષ દરમ્યાન અન્ય કોઈ ગતિવિધિ ઉપર ધ્યાન આપ્યુ નથી. ઘરમાં પહેલેથીજ એજ્યુકેશનનુ વાતાવરણ હતું તેનો ઘણો લાભ મળ્યો છે. પિતા ર્ડાક્ટર હોવાથી તેમજ મોટી બહેન અક્ષી પટેલ સુરત ગવર્નમેન્ટ મેડીકલ કોલેજમાં એમ.બી.બી.એસ. પુરૂ કર્યુ હોવાથી યોગ્ય ગાઈડન્સ મળતુ હતુ. મમ્મી સુનિતાબેન પટેલે આ સિધ્ધિ મેળવવા પાછળ માનસીક બળ પુરૂ પાડ્યુ છે. હુ પિતા અને બહેનના પગલે ર્ડાક્ટરજ બનીશ. ધો.૧૨ના ત્રીજા અને ચોથા સેમીસ્ટરમાં પૂરતુ ધ્યાન આપ્યુ છે જેના કારણે ગુજકેટમાં સારા માર્કસ મેળવ્યા હોવાનુ જણાવ્યુ હતુ.
આ બાબતે સ્કુલ ઓફ એચીવરના સંચાલક નિતિનભાઈ પટેલનો સંપર્ક કરતા જણાવ્યુ હતું કે સ્કુલમાં બાળકો પાછળ પૂરતુ ધ્યાન આપવામાં આવે છે. સ્કુલનુ રીઝલ્ટ કેટલા ટકા આવે છે તે મહત્વનુ નથી પરંતુ અમારી સ્કુલમાં ધો.૧૦ માં વિદ્યાર્થીઓનુ જે પરિણામ આવે છે તેના કરતા ધો.૧૧ અને ૧૨ સાયન્સમાં વધારે ટકા આવે તે માટે પૂરતુ ધ્યાન આપવામાં આવે છે. સ્કુલમાં પ્રવેશ મેળવનાર ધો.૧૦ ના વિદ્યાર્થીઓમાં ૬૦ થી ૬૫ ટકા વિદ્યાર્થીઓનુ ધો.૧૧-૧૨માં રીઝલ્ટ અપ આવ્યુ છે. અમારી સ્કુલમાં અમદાવાદ જેવા શહેરોમાં સારા ક્લાસીસમાં અભ્યાસ કરાવતા અનુભવી ફેકલ્ટી છે. ગુજરાતી મીડીયમ કરતા ઈંગ્લીશ મીડીયમમાં રેફરન્સ બુકો વધારે છે. જે રેફરન્સ બુકોના જ્ઞાનનો અનુભવ સ્કુલના ટીચરો પાસે છે. ધો.૧૧ માં સરકારે સી.બી.એસ.સી.ના લેવલનો અભ્યાસક્રમ મુક્યો છે. જે અભ્યાસક્રમ પ્રમાણે વિદ્યાર્થીઓને વધુ સારી રીતે સમજાવી શકે તેવો અનુભવ ફેકલ્ટી પાસે છે. ધો.૧૨ સાયન્સ અને ગુજકેટમાં પરિણામ સારૂ આવ્યુ છે. સ્કુલના અભ્યાસક્રમ સાથે ત્નઈઈ એજ્યુકેશન આવ્યુ હતુ. જેના કારણે સ્કુલનો એકપણ વિદ્યાર્થી ત્નઈઈ માં માઈનસમાં નથી. સ્કુલના આઠથી દસ બાળકો એમ.બી.બી.એસ.માં પ્રવેશ મેળવશે.

Leave a Reply

Top