You are here
Home > Local News > પાલડી રોડ ઉપર ટેમ્પો ઉંધો પડતા વિસનગરની પીરસવાવાળી બહેનોને ઈજા

પાલડી રોડ ઉપર ટેમ્પો ઉંધો પડતા વિસનગરની પીરસવાવાળી બહેનોને ઈજા

(પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર
વિસનગરની પીરસવાવાળી બહેનોનુ એકગૃપ સુંઢીયા ગામના એક પ્રસંગમાં જતુ હતુ ત્યારે પાલડી રોડ ઉપર ટેમ્પો ઉંધો પડતા ટેમ્પોમાં બેઠેલી ૨૫ જેટલી બહેનોને નાની મોટી ઈજાઓ થતા વિસનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર્થે દાખલ કરાયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ વિસનગરમાં પીરસવાવાળી બહેનોનુ એક ગૃપ છોટા હાથી ટેમ્પોમાં વડનગર તાલુકાના સુંઢીયા ગામના એક પ્રસંગમાં પીરસવા માટે જઈ રહ્યુ હતુ. ત્યારે પાલડી રોડ ઉપર અચાનક કૂતરુ દોડતુ આવતા ટેમ્પો ચાલકે બ્રેક મારતા ટેમ્પો ઉંધો પડ્યો હતો. ટેમ્પોમાં ૨૫ જેટલી બહેનો બેઠી હતી. જે તમામને નાની મોટી ઈજાઓ થઈ હતી. જેમાંથી શારદાબેન કનુભાઈ સથવારા, પાયલબેન કનુભાઈ સથવારા, જશીબેન ગોવિંદભાઈ સથવારા, પુષ્પાબેન શૈલેષભાઈ સથવારા, લીલાબેન વિહાભાઈ સથવારા, રેખાબેન શંકરભાઈ સથવારા, જીજ્ઞાશાબેન વિષ્ણુભાઈ સથવારા, મોક્ષા અનિલકુમાર સથવારા, મનીષભાઈ રસીકભાઈ સથવારા, સુશીલાબેન મણીલાલ સથવારા, આરતીબેન કનુભાઈ સથવારા, તારાબેન માધવલાલ સથવારા, સોનલબેન રાજુભાઈ સોમપુરા, ગાયત્રીબેન ભરતજી રાઠોડ, જશીબેન કનુજી ઠાકોર, રંજનબેન ભરતસિંહ રાઠોડ, ઉષાબેન ગીરીશભાઈ સથવારા, ધર્મિષ્ઠાબેન મહેશભાઈ સથવારા તથા કંચનબેન ભરતસિંહ રાઠોડ વિગેરે ૨૫ જેટલી બહેનોએ વિસનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી.

Leave a Reply

Top