You are here
Home > Local News > પોલીસ અને કાયદાની ઐસી તૈસી કરી ભીલ(આદીવાસી) કાયદો-કોર્ટ નિર્દોષ છોડશે તો અમે સજા આપીશું – મારવાડીવાસના ઝઘડામાં હરિફ જુથના માનસીક ત્રાસથી આત્મહત્યા

પોલીસ અને કાયદાની ઐસી તૈસી કરી ભીલ(આદીવાસી) કાયદો-કોર્ટ નિર્દોષ છોડશે તો અમે સજા આપીશું – મારવાડીવાસના ઝઘડામાં હરિફ જુથના માનસીક ત્રાસથી આત્મહત્યા

(પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર
મારવાડી વાસ ભલે વિસનગરમા હોય પરંતુ આ વાસમા ભીલ સમાજના કાયદા આદીવાસી સમાજ જેવા છે. જેની સામે પોલીસ અને કાયદો પણ લાચાર બની ગયો છે. બે વર્ષ પહેલા મારવાડી વાસમા બે જુથનો ઝઘડો થતા એકનુ મૃત્યુ થયુ હતુ. મૃત્યુ થયુએ જુથે ખુન કા બદલા ખુનની આદીવાસી રીત રસમો અપનાવી હતી. ત્યારે સતત માનસીક ત્રાસના કારણે કોર્ટમા ચુકાદો આપવાનો હતો તેની આગળના દિવસે હિજરત કરી ગયેલા જુથના વ્યક્તિએ દવા પી આત્મહત્યા કરતા આ બનાવને લઈ ભારે ચકચાર જાગી છે. આત્મ હત્યા કરનારે સ્યુસાઈડ નોટમા પોલીસે પૈસા માગ્યા હોવાનુ જણાવ્યુ છે.
વિસનગર મારવાડીવાસમા કરશનભાઈ કાળુભાઈ મારવાડી વિસનગર એસ.ટી ડેપોના નિવૃત કર્મચારી હતા. બે વર્ષ અગાઉ ગૌરીવ્રતના જાગરણની રાત્રે યુવતીની મશ્કરી બાબતે મારવાડી વાસના બે જુથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમા એક જુથના વ્યક્તિનુ મૃત્યુ થયુ હતુ. સામ સામે કેસો થયા હતા. ઝઘડામા મૃત્યુ પામેલ વ્યક્તિનુ જુથ માથાભારે હોઈ સામેના જુથ ઉપર અત્યાચાર શરુ કરતા આ જુથના લોકો હિજરત કરી ગયા હતા. જે મકાનો ખાલી થતા મકાનોમા લુંટ ફાટ કરાવમા આવી હતી. મકાનોને નુકશાન કરવામા આવ્યુ હતુ. આ ખાલી મકાનોમા શૌચક્રીયા કરી ગંદકી ફેલાવાનું પણ બાકી રાખ્યુ નહોતુ. હિજરત કરી ગયેલ જુથના કેટલાંક વિસનગર બહારના વિસ્તારમાં તો કેટલાંક અમદાવાદ ભાડે મકાન રાખી રહેતા હતા ત્યારબાદ પોલીસ પ્રોટેકશન વચ્ચે હિજરત કરી ગયેલ જુથને પોતાના મારવાડીવાસના મકાનમા પુનઃ વસવાટ કરાવ્યો હતો. આ સમયે પોલીસ ઉપર પણ પથ્થરમારો થયો હતો.
કરશનભાઈ કાળુભાઈ મારવાડી હિજરત કરી ગયેલ જુથના હતા. જેઓ પોલીસ પ્રોટેકશન વચ્ચે દશ માસ પહેલા જ મારવાડીવાસમા રહેવા આવ્યા હતા. જેમને સામેના જુથનો સતત ત્રાસ રહેતો હતો. તેમાંય સામેના જુથના રણછોડભાઈ ગણેશભાઈ મારવાડી કોર્પોરેટર બનતા આ જુથનો ત્રાસ વધી ગયો હતો. સામેના જુથના ધમકીઓ આપતા હતા કે ઘર ખાલી કરીને જતા રહો. સમાધાન માટે રૂા. ૪૦,૦૦,૦૦૦ આપો નહીતર અહી રહેવા દઈશુ નહી. જે જે ત્રાસ બાબતે અવાર નવાર પોલીસમા પણ અરજીઓ અને ફરીયાદ કરી હતી. અગાઉના જુથ અથડામણના કેસનુ તા.ર૬-પ-૧૬ના રોજ જજમેન્ટ હોઈ માથાભારે સામેના જુથના લોકોએ ધમકીઓ આપી હતી કે કોર્ટમાં નિર્દોષ છુટી જશો તો તમને રહેવા દઈશુ નહી. જાનથી મારી નાખીશુ. બે દિવસ આગઉતો સામેના જુથના લોકો કરશનભાઈ મારવાડીના ઘરમા એસીડ નાખ્યો હતો. આવા સતત ત્રાસના કારણે કરશનભાઈ મારવાડી હવે જીવવુ નથી તેવી ઘરમા વાતો કરતા હતા. ઘરના લોકો રાત્રે સુઈ ગયા બાદ સવારે ઉઠતા કરશનભાઈ મારવાડી સામેના માથાભારે જુથના કોર્પોરેટર રણછોડભાઈ ગણેશભાઈ મારવાડીના ઘર આગળ પડયા હતા. તપાસ કરતા તેમના મોઢામાંથી સફેદ ફીણ નીકળતુ હતુ જેમને તાત્કાલીક હોસ્પિટલમા સારવાર માટે દાખલ કરાયા હતા. જેમા સારવાર દરમ્યાન મૃત્યુ થયુ હતુ. માનસીક ત્રાસના કારણે કરશનભાઈ મારવાડીએ દવા પી આત્મ હત્યા કરતા મુતકના પુત્ર સંજયકુમાર ભીલની ફરીયાદ આધારે પોલીસે મારવાડી હંસાબેન ગણેશભાઈ કોર્પોરેટર, મારવાડી રણછોડભાઈ ગણેશભાઈ, મારવાડી પીન્કીબેન શાન્તીલાલ, મારવાડી શંકરભાઈ ગણેશભાઈ, મારવાડી પ્રજ્ઞેશભાઈ રમેશભાઈ, મારવાડી રતનબેન પરષોત્તમભાઈ, મારવાડી દશરથભાઈ ચુનીલાલ, મારવાડી સરોજબેન દશરથભાઈ, મારવાડી લીલાબેન ઉર્ફે કાળીબેન ગણેશભાઈ, મારવાડી કાન્તાબેન ગોવિંદભાઈ, મારવાડી રણજીતભાઈ ગોવિંદભાઈ તથા મારવાડી સપનાબેન પ્રજ્ઞેશભાઈ વિરૂધ્ધ આત્મ હત્યા માટે દુષ્પ્રેરણા ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Top