You are here
Home > Local News > માનસિક બીમાર સમજી પોલીસે કોઈ કાર્યવાહી ન કરી – ચોરે ઘરમાં ઘુસી કહ્યુ મારે ચોરી કરવી છે

માનસિક બીમાર સમજી પોલીસે કોઈ કાર્યવાહી ન કરી – ચોરે ઘરમાં ઘુસી કહ્યુ મારે ચોરી કરવી છે

(પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર
વિસનગર નગરપાલિકાના એક કોર્પોરેટરના ઘરનો દરવાજો ખોલી ચોરે ઘરમાં ઘુસી કહ્યુ મારે ચોરી કરવી છે. ચોરની વાતથી ડઘાઈ ગયેલા કોર્પોરેટરના પતિએ ચોરને ઘરની બહાર ખદેડ્યો હતો. હોબાળો થતા આસપાસના લોકો એકઠા થઈ મેથીપાક ચખાડ્યો હતો. ચોર પોલીસને સોપ્યો ત્યારે પોલીસે માનસિક બીમાર સમજી કોઈ કાર્યવાહી કરી નહોતી. આવો હટ્ટો કટ્ટો હિન્દી ભાષી વ્યક્તિ કોઈ વૃધ્ધ દંપત્તીના ઘરમાં ઘુસી જાય અને જાનહાની કરે તો જવાબદારી કોની?
પ્રાપ્ત વિગતો મુજબ બનાવ તા. ૨૪-૫-૨૦૧૬ ના રોજ સવારના ૬-૦૦ કલાકનો છે. વિસનગરમાં કમાણા રોડ ઉપર ઈશ્વરકૃપા સોસાયટીમાં રહેતા પાલિકા શિક્ષણ સમીતીના ચેરમેન કુસુમબેન ત્રીવેદી અને તેમના પતિ બકુલભાઈ ત્રીવેદી બન્ને ઘરમાં હાજર હતા. ત્યારે એક અજાણ્યો મજબુત બાધાનો વ્યક્તિ વરંડાનો જાંપો ખોલી ઘરની મુખ્ય જાળી ખોલી ઘરમાં ઘુસી ગયો હતો. અચાનક ઘરમાં ઘુસી આવેલા વ્યક્તિને બકુલભાઈ ત્રીવેદીએ શુ કામ છે તેવુ પુછતાજ આ વ્યક્તિએ હિન્દીમાં કહ્યુ હતું કે તમે બધા ઘરની બહાર નીકળો મારે ચોરી કરવી છે. તેમ કહીને બકુલભાઈ ત્રીવેદી ઉપર અચાનક હુમલો કર્યો હતો. બકુલભાઈ ત્રીવેદીએ પ્રતિકાર કરી ચોરને ઘરની બહાર ખદેડ્યો હતો. હોબાળો થતા આસપાસના લોકો એકઠા થઈ જતા ચોરને મેથીપાક આપ્યો હતો. સવારે બનાવની જાણ કરવા વિસનગર પોલીસ સ્ટેશનમાં ફોન કરતા કોઈએ ઉપાડ્યો નહોતો. ત્રણ ચાર વખત રીંગ મારવા છતા ફોન રીસીવ નહી થતા છેવટે જીલ્લા કંટ્રોલમાં જાણ કરાઈ હતી. તેમ છતાં પોલીસ નહી આવતા બકુલભાઈ ત્રીવેદી રૂબરૂ પોલીસ સ્ટેશને જતા ફરજ પરના પી.એસ.ઓ.એ શહેરના પ્રતિષ્ઠીત વ્યક્તિ સાથે અણછાજતુ વર્તન કર્યુ હતુ. ઘણા સમય બાદ એક વાનમાં પોલીસના બે કર્મચારીઓ આવ્યા હતા. એટલામાં આ ચોર લોકોના હાથમાંથી છટકી દોડતો સીને પ્લસ સામેના માર્કેટમાં ચડી ગયો હતો. લોકો ચોરને પથ્થર મારતા હતા ત્યારે આ ચોર સામે પથ્થરમારો કરતો હતો. ચોરના હાથમાં ધોકો હતો. જેથી પોલીસ કર્મચારીઓ પણ પકડવાની હિંમત કરી શકતા નહોતા. સ્થળ ઉપર હાજર પોલીસ કર્મચારીએ બીજો પોલીસ સ્ટાફ બોલાવી, લોકોના સહકારથી મહામુસીબતે ચોરને પકડ્યો હતો. પરંતુ પોલીસ સ્ટેશન લઈ જવાયા બાદ પોલીસે બકુલભાઈ ત્રીવેદીની ફરીયાદ આધારે કોઈ ચોરીનો ગુનો નોંધ્યો નહોતો. આ વ્યક્તિ પાગલ છે તેમ કહી કોઈ કાર્યવાહી કરી નહોતી. મજબુત બાધાનો ચોર હમ તીન હૈ એવુ બોલતો હતો. આ ચોર કોઈ અશક્ત વૃધ્ધ દંપત્તીના ઘરમાં ઘુસી ગયો હોત અને ધોકાથી કે અન્ય વસ્તુથી હુમલો કર્યો હોતતો શુ દશા થઈ હોત. પોલીસે તો કોઈ કાર્યવાહી કરી નથી પરંતુ આવા વ્યક્તિઓથી ચેતતા રહેવુ જરૂરી છે.

Leave a Reply

Top