You are here
Home > 2016 > May (Page 2)

શિક્ષણમાં વ્યાપારપ્રથા બંધ થવી જોઈએ-હાર્દિક પટેલ

(પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર વિસનગરમાં નીકળેલ પાટીદાર અનામતની રેલી બાદ ધારાસભ્ય કાર્યાલયમાં થયેલ તોડફોડના કેસમાં પાસના કન્વીનર હાર્દિક પટેલ તથા એસ.પી.જી.અધ્યક્ષ લાલજી પટેલને ગત બુધવારે વિસનગર કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. જેમાં કોર્ટના મેજી.શ્રી જે.આર.રાણા સાહેબે બન્ને પાટીદાર આગેવાનોને આગામી ૭-૬ ની મુદત આપી પુનઃ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. જ્યારે આ કેસમાં ગેરહાજર ૬ આરોપીઓ સામે કોર્ટે પકડ…

હરિહરલાલજી મંદિરમાં આમ્રકુંજ મનોરથ

(પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર વિસનગરમાં મહિવાડામાં આવેલ પૌરાણીક પ્રસિધ્ધ હરિહરલાલજી મંદિરમાં પુજારી દ્વારા રોજ વિવિધ શણગાર કરવામાં આવતા હરિહરલાલજીના દિવ્ય દર્શનનો ભક્તો લાભ લઈ રહ્યા છે. હાલ કાળઝાળ ગરમીમાં ભગવાનને પુજારી દ્વારા વિવિધ ડિઝાઈનનો ચંદનનો લેપ કરવામાં આવે છે. ઉનાળો એટલે ફળોના રાજાની ઋતુ. તા.૨૨-૫-૨૦૧૬ ના રોજ હરિહરલાલજી મંદિરમાં શ્રી હરિહર સ્વયંસેવક સમીતી દ્વારા આમ્રકુંજ મનોરથ કરવામાં આવ્યો…

ફુલહાર કરવા આવેલાને મીઠો આવકાર આપવાની જગ્યાએ – શુભેચ્છા પાઠવવા ગયેલા વેપારી મહામંડળ સાથે ધારાસભ્યનુ અશોભનીય વર્તન

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર પાટીદાર અનામત આંદોલનમા આટલી પછડાટ ખાધા બાદ વર્તનમાં સુધારો કરવાની જગ્યાએ માર્કેટયાર્ડની ચુંટણીમા જીત્યા બાદ ધારાસભ્ય ઋષિભાઈ પટેલ સત્તાના બરોબર નશામા આવી ગયા હોય તેમ જણાય છે. વિસનગરના સર્વશ્રેષ્ઠ વેપારી મહામંડળના હોદ્દેદારો માર્કેટયાર્ડના ચેરમેનપદે બીરાજમાન થયેલા ધારાસભ્યને શુભેચ્છાઓ પાઠવવા ગયા ત્યારે મીઠો આવકાર આપવાની જગ્યાએ પ્રતિક ઉપવાસમા હાજરી આપવાના કારણે વેપારી મહામંડળના હોદ્દેદારો…

પાલડી રોડ ઉપર ટેમ્પો ઉંધો પડતા વિસનગરની પીરસવાવાળી બહેનોને ઈજા

(પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર વિસનગરની પીરસવાવાળી બહેનોનુ એકગૃપ સુંઢીયા ગામના એક પ્રસંગમાં જતુ હતુ ત્યારે પાલડી રોડ ઉપર ટેમ્પો ઉંધો પડતા ટેમ્પોમાં બેઠેલી ૨૫ જેટલી બહેનોને નાની મોટી ઈજાઓ થતા વિસનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર્થે દાખલ કરાયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ વિસનગરમાં પીરસવાવાળી બહેનોનુ એક ગૃપ છોટા હાથી ટેમ્પોમાં વડનગર તાલુકાના સુંઢીયા ગામના એક પ્રસંગમાં પીરસવા માટે જઈ રહ્યુ…

કેશીયર, સ્ટેન્ડ ઈન્ચાર્જ, એ.ટી.આઈ., ટી.આઈ., ડીઝલ ક્લાર્ક સહીત ડેપો મેનેજરની બેદરકારીથી – ખેરાલુ એસ.ટી.ડેપોના કેશીયર પાસેથી ૮ લાખની લુંટ

(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર ગુજરાત રાજ્યના સરકારી, અર્ધસરકારી તંત્રોમાં નોકરી કરતા મોટાભાગના કર્મચારીઓને સરકારી ડર રહ્યો નથી. તમામ કર્મચારીઓ માત્ર પગાર મેળવવાજ નોકરી કરી રહ્યા છે. જે સંસ્થામાં નોકરી કરે છે તેને પણ વફાદાર ન રહેતા સંસ્થા તેમજ લોકોનુ અહીત કરી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં આ પરિસ્થિતિ છે. જ્યાં આભ ફાટે ત્યાં થિગડા કેવી રીતે મરાય, ત્યારે…

Top