કાંસા રોડ ઉપર ઉભરાતી ગટરના પાણીનો નિકાલ ક્યારે?

કાંસા રોડ ઉપર ઉભરાતી ગટરના પાણીનો નિકાલ ક્યારે?

News, Prachar News No Comments on કાંસા રોડ ઉપર ઉભરાતી ગટરના પાણીનો નિકાલ ક્યારે?

કાંસા રોડ ઉપર ઉભરાતી ગટરના પાણીનો નિકાલ ક્યારે?

(પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર
વિસનગરના કાંસા ચાર રસ્તા પાસે આવેલ ઉમા બાવન કડવા પાટીદાર સમાજની વાડી નજીક છેલ્લા ઘણા સમયથી ગટર લાઈનનુ ગંદુ પાણી ઉભરાઈને ખોડીયાર માતાના મંદિર સુધી ફેલાતુ હતુ. રોડ ઉપર ગંદકી થતા આવતા-જતા વાહનચાલકો અને આજુબાજુના વેપારીઓને ભારે દુર્ગંધ મારતી હતી. લોકોને રોગચાળો ફેલાવાનો સતત ડર સતાવતો હતો. ત્યારે આ વિસ્તારના રહીશ અને પાલિકા પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલે ગત ગુરુવારે ગટરના ગંદા પાણીનો તાત્કાલિક નિકાલ કરવા પ્રયત્નો હાથ ધર્યા છે. પરંતુ ગટરના પાણીનો નિકાલ થશે ક્યારે?
વિસનગર માર્ગ અને મકાન વિભાગ દ્વારા છેલ્લા એક મહિનાથી કાંસા ચાર રસ્તાથી રામદેવપીર મંદિર સુધીના રોડને ફોર લાઈન બનાવવાની કામગીરી શરૂ કરવામા આવી છે. જેમા એક સાઈડના રોડની કામગીરી દરમિયાન થયેલા ખોદકામમા શહેરમાંથી ગંદુ પાણીનો નિકાલ કરતી લાઈન તુટી ગઈ હતી. અને ગટર લાઈન ચોકઅપ થઈ ગઈ હતી. ગટર લાઈન ચોકઅપ થવાના લીધે ગટરનુ ગંદુ પાણી કાંસા ચાર રસ્તાથી ખોડીયાર માતાના મંદિર સુધીના રોડ ઉપર ફેલાતુ હતુ. રોડની આજુબાજુમા ફેકટરીઓ ટયુશન કલાસીસ તથા નાના-મોટા વેપારીઓની દુકાનો આવેલી છે. ગટરનુ ગંદુ પાણી ઉભરાતા આ વિસ્તારના વેપારીઓને ભારે દુર્ગંધ મારે છે. દુકાનદારો પોતાની દુકાનમાં શાંતીથી બેસી શકતા નથી અને તેમને સતત રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. આ ઉપરાંત રોડની બાજુમાં લોકોની આસ્થાના પ્રતીક સમાન ખોડીયાર માતાનું મંદિર આવેલુ છે. મંદિરમા શાંતીથી બેસવા આવતા સીનીયર સિટીઝન્સ અને દર્શનાર્થે આવતા શ્રધ્ધાળુ ભાઈ-બહેનોને રોડ ઉપર ફેલાતા ગટરના પાણીથી ફરજીયાત મોઢા ઉપર કપડુ બાંધવુ પડે છે. આમ રોડ ઉપર ફેલાતી ગંદકીથી લોકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે. છતાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છતા અભિયાનને સાર્થક બનાવવાની વાતો કરીને હાથમા ઝાડુ પકડીને જાહેરમા ફોટા પડાવતા ભાજપના એકપણ પદાધિકારીએ રોડ ઉપર ફેલાતી ગંદકી દુર કરાવવા પ્રયત્નો કર્યા નથી. ત્યારે આ વિસ્તારના રહીશ અને પાલિકા પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલે આજુબાજુના દુકાનદારો અને વાહનચાલકોને પડતી મુશ્કેલી દુર કરવા ગત ગુરુવારે સાંજે ગટરના ગંદા પાણીનુ જોડાણ જી.યુ.ડી.સી.ની લાઈનમાં કરી ગટરના ગંદા પાણીનો નિકાલ કરવા પ્રયત્નો હાથ ધર્યા છે.

Leave a comment

Back to Top