પાલિકા સભ્યોની પાંખી હાજરીમાં સ્વચ્છતા અભિયાન

પાલિકા સભ્યોની પાંખી હાજરીમાં સ્વચ્છતા અભિયાન

News, Prachar News No Comments on પાલિકા સભ્યોની પાંખી હાજરીમાં સ્વચ્છતા અભિયાન

પાલિકા સભ્યોની પાંખી હાજરીમાં સ્વચ્છતા અભિયાન

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત પાલિકા પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલની ઉપસ્થિતિમાં શહેરના ત્રણ દરવાજા ટાવર પાસેના દેશ નેતાઓના બાવલાની સ્વચ્છતા કરવામાં આવી હતી. ત્યારે લોકજાગૃતિના આ કાર્યક્રમમાં પાલિકા સભ્યોની પાંખી હાજરી જોવા મળી હતી. હોદ્દાઓની વહેચણીમાં તમામ સભ્યો હાજર રહે છે. જ્યારે આવા કાર્યક્રમોમાં ગણ્યાગાઠ્યા આગળીના વેઢે ગણાય તેટલા સભ્યો જોવા મળે છે તેવો ગણગણાટ વર્તાયો હતો.
સરકાર દ્વારા જાહેર કરાયેલા સ્વચ્છતા અભિયાન જેવા કાર્યક્રમોમાં નેતાઓ, આગેવાનો, પાલિકા સભ્યોની હાજરી હોય તો આવા કાર્યક્રમો કરતા આગેવાનોને જોઈ લોકોમાં જાગૃતિ કેળવાય છે. એટલા માટેજ સરકાર દ્વારા જાહેરમાં આ કાર્યક્રમો કરવા સુચના આપવામાં આવે છે. હમણા સ્વચ્છતા અભિયાન અંતર્ગત પાલિકા પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલની ઉપસ્થિતિમાં ત્રણ દરવાજા ટાવર પાસેના દેશ નેતાઓ અને શહેરના અગ્રણીઓના બાવલાની સ્વચ્છતા કરવાનો કાર્યક્રમ કરાયો. જેમાં ઉપપ્રમુખ મગનજી ઠાકોર, ચેરમેન ભરતભાઈ પટેલ, રાજેન્દ્ર ગાંધી, ભરતભાઈ પટેલ સુરભી, ફુલચંદભાઈ પટેલ, ગોવિંદભાઈ ગાંધી જેટલા આગળીના વેઢે ગણાય તેટલા સભ્યોએ હાજરી આપી હતી. અગાઉ ગુજરાતના સ્થાપના દિનની ઉજવણીના દિવસે પણ સભ્યોની પાંખી હાજરી હતી. આ કાર્યક્રમમાં એક પણ મહિલા સભ્યએ હાજરી આપી નહોતી. પ્રમુખપદનો દાવો કરવાનો હોય કે કમીટીઓની વહેચણી કરવાની હોય ત્યારે બીનચુક બધાજ સભ્યો તમામ કામ પડતા મુકીને હાજર રહે છે. ત્યારે સરકારની સુચના મુજબના લોકજાગૃતિના કાર્યક્રમોમાં કોઈ હાજર રહેતુ નથી. પાટીદાર અનામત આંદોલનમાં સરદાર વલ્લભભાઈ પટેલનુ નામ અગ્રીમ સ્થાને લેવાય છે. જય સરદારના સુત્રોચ્ચાર કરવામાં આવે છે. ત્યારે સ્વચ્છતા અભિયાન અંતર્ગત દેશનેતાઓ સાથે સરદાર વલ્લભભાઈ પટેલના બાવલાની સ્વચ્છતા કરી ફુલહાર કરવામાં આવનાર હોય ત્યારે આ કાર્યક્રમમાં પાટીદાર અનામતના નામે ચુંટાયેલા ગઠબંધનના સભ્યો હાજર ન રહે તે કેટલુ વ્યાજબી?

Leave a comment

Back to Top