You are here
Home > News > વડોદરા ખાતે દેશની પ્રથમ રેલ્વે યુનિવર્સિટી શરૂ કરાશે અને ગાંધીનગર અને સુરત રેલ્વે સ્ટેશનોને અત્યાધુનિક બનાવાશે. કેન્દ્રિય રેલ્વે મંત્રી શ્રી સુરેશ પ્રભુ

વડોદરા ખાતે દેશની પ્રથમ રેલ્વે યુનિવર્સિટી શરૂ કરાશે અને ગાંધીનગર અને સુરત રેલ્વે સ્ટેશનોને અત્યાધુનિક બનાવાશે. કેન્દ્રિય રેલ્વે મંત્રી શ્રી સુરેશ પ્રભુ

મહેસાણા ખાતે રેલ્વેની વિવિધ પરિયોજના ઓનો શિલાન્યાસ અમદાવાદ અને મહેસાણા વચ્ચે રેલ્વેના નવીની કરણ થી વેપાર ઉદ્યોગનો વિકાસ થશે.  સાંસદ શ્રીમતી જયશ્રીબેન પટેલ
076
મહેસાણા‌‌‌‌,  મહેસાણા ખાતે આજે રેલ્વે પરિવહન માં એક નવા યુગના મંડાણ થયા છે. જેમાં નવી  સાત  યોજનાઓ નો પ્રારંભ કરવામા આવ્યો છે  જેનાથી અમદાવાદ થી મુંબઇ અને દિલ્હી તેમજ સૌરાષ્ટ્રના પ્રવાસીઓ માટે મુસાફરીના સમયમાં ઘટાડો થશે અને વેપાર અને વાણિજ્યને ઉત્તેજન મળશે, આજે મહેસાણા ખાતે આ પરિયોજનાઓનો શિલાયાન્સ કરાવતા કેન્દ્રિય રેલ્વે મંત્રી શ્રી સુરેશ પ્રભુએ જ્ણાવ્યું હતું કે રેલ્વેની સફરમા જનતા જનાર્દન એક હમસફર તરીકે સહકાર આપે તે  જરૂરી છે કારણ કે રેલ્વેના વિકાસની સાથે સાથે દેશનો વિકાસ પણ સંકળાયેલ છે એટલું જ નહિ રેલ્વે દેશના વિકાસના ફળો છેવાડાના માનવી સુધી કેવી રીતે પહોંચે તે માટે સતત પ્રયત્નશિલ રહે છે. f6d29f41-fa23-4713-bc56-402f303022bfઆ પ્રસંગે શ્રી પ્રભુએ  મહેસાણા થી તારંગા વચ્ચે  તથા મિયાગામ અને સમલાયા વચ્ચે તેમજ  ભુજ અને નલીયા વચ્ચે ગેજ પરિવર્તન  તેમજ સોમનાથ અને કોડિનાર, તેમજ  મોડાસા થી શામળાજી વચ્ચે નવી રેલ્વે લાઇનની યોજના, સુરેન્દ્રનગર અને રાજકોટ વચ્ચે ડબલીંગ રેલ્વે લાઇન અને અમદાવાદ અને વટવા વચ્ચે ત્રીજી રેલ્વે લાઇન માટેના વિવિધ કામોનો  શિલાયાન્સ  કર્યો હતો 7298a73f-10f3-49d8-85de-949b41eb1df2ગુજરાતમા રેલ્વે દ્વારા થઇ રહેલ વિકાસ કામોની રૂપરેખા આપતાં શ્રી પ્રભુએ જ્ણાવ્યું હતું કે  આવનારા દિવસોમા વડોદરા ખાતે એક રેલ યુનિવર્સિટી શરૂ કરવામા આવશે, અને ગાંધીનગર અને સુરત રેલ્વે સ્ટેશનોને  વધુ આધુનિક બનાવવમા આવશે. હાલ મા કુલ 35 જેટ્લા રેલ્વે પ્રોજેક્ટો ગુજરાતમાં ચાલી રહેલ છે. સાથોસાથ સુરેન્દ્ર્નગર, વિરમગામ, રાજકોટ ગોધરા વગેરે સ્થળે કરવામા આવી રહેલ કામોની તેમને જાણકારીએ આપી હતી
તેમને રેલ્વેના વિકાસ અંગે જણાવ્યું હતું કે દેશમા રાજ્ય સરકારો  સાથે સહયોગ સાધીને વિકાસને વધુ વેગવંતો બનાવવાની દિશામા વિચારણા ચાલી રહેલ છે. આ સાથે રેલ્વે દ્વારા શરૂ કરવામા આવેલ  ભોજન, સફાઇ,રેલ્વે રિઝર્વેશન માટેની એસ.એમ.એસ સેવાને ખુબજ સુંદર આવકાર મળી રહેલ હોવાનુ  તેમને જ્ણાવ્યું હ્તું
 આ પ્રસંગે ગુજરાતના મહેસાણા ખાતેના સાંસદ શ્રીમતી જયશ્રીબેનપટેલે જણાવ્યું હતું કે મહેસાણા મિલ્ક સિટી, ઓઇલ સિટી અને કોટ્ન સિટિ તરીકે સમગ્ર દેશમાં જાણીતું છે ત્યારે અમદાવાદ અને મહેસાણાના ગેજ પરિવર્તન થવાથી માલ ની હેરફેર ઝડ્પી બનતા વેપાર વાણીજ્ય નો પણ વિકાસ થશે. તેમને તારંગા રેલ્વે લાઇનના નવીની કરણ થી વેપાર અને ખાસ કરીને પ્રવાસન ઉદ્યોગનો વિકાસ થશે. તેવી આશા વ્ય્ક્ત કરી હતી.
આ પ્રસંગે અમદાવાદ ના  સાંસદ શ્રી ડો. કીરીટ સોલંકી એ જણાવ્યું હ્તું કે જે કામો પાછલા વર્ષોમા નથી થયા તે આ બે વર્ષોમા કરવામા આવેલ છે અને તેનો મહત્તમ લાભ ગુજરાત ને મળેલ છે જેમા  અમદાવાદ મા  મેટ્રો લાઇન, બુલેટ ટ્રેન અને હાઇસ્પીડ ટ્રેન મુખ્યછે.આ પ્રસંગે કેન્દ્રિય રાજ્ય મંત્રી શ્રી  ડો. સંજીવ ગ્વાલ્યાનજી,  ભૂતપુર્વ સાંસદ શ્રી નટુજી ઠાકોર, પશ્વિમ રેલ્વે ના મહાપ્રબંધક શ્રી અગ્રવાલ તથા મોટી સંખ્યામા નગરજનો ઉપસ્થીત રહ્યા હતા

Leave a Reply

Top