You are here
Home > Local News > માર્કેટયાર્ડ ખેરાલુની રસાકસી ભર્યા ચુંટણી જંગમાં ભીખાલાલ ચાચરીયા તરફે ત્રણ ઉમેદવારો બીનહરીફ-પાંચનો દાવો

માર્કેટયાર્ડ ખેરાલુની રસાકસી ભર્યા ચુંટણી જંગમાં ભીખાલાલ ચાચરીયા તરફે ત્રણ ઉમેદવારો બીનહરીફ-પાંચનો દાવો

(પ્ર.ન્યુ.સ.)ખેરાલુ,રવિવાર
ખેરાલુ માર્કેટયાર્ડની ચુંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાના દિવસેજ ભારે રસાકસી થઈ હતી. ભીખાલાલ ચાચરીયા ગ્રુપે ૧૧-૩૦ કલાક સુધીમાં ૧૩ ફોર્મ ભરી દીધા હતા તેની સામે દિનેશભાઈ ચૌધરી(હીરવાણી) ગ્રુપે બે વાગ્યા પછી ૧૪ ફોર્મ રજુ કર્યા હતા. જેથી ભીખાલાલ ચાચરીયાએ પણ ૧ ફોર્મ ભરી દીધુ હતુ. કુલ ૪૮ ફોર્મ ભરાયા હતા. જેમાં ચકાસણી સમયે ચાર ફોર્મ રદ થતા ૪૪ ફોર્મ રહ્યા હતા. જેમાં છેલ્લે ખેડુત મતવિભાગમાં ૧૬, વેપારી મત વિભાગમાં-૬ અને ખરીદવેચાણ વિભાગમાં-૩ ઉમેદવારોની ચુંટણી થશે
ખેડુત મતદાર મંડળમાં ૭ ફોર્મ કેન્સલ થયા અને પાછા ખેંચાયા હતા. જેમાં ઠાકોર લક્ષ્મણજી શંકરજી, પઠાણ જબીઉલ્લાખાં બેનીખા(લુણવા), દેસાઈ મુકેશકુમાર મોંઘજીભાઈ(ચાડા), ચૌધરી પથુભાઈ હેમરાજભાઈ(ગઠામણ)ના બે ચૌધરી રામજીભાઈ મસોતભાઈ(ડાવોલ), સેનમા ગોવિંદભાઈ જેસંગભાઈ(ગોરીસણા)ના ફોર્મ પાછા ખેંચાયા અને કેન્સલ થયા હતા. ખરીદ વેચાણ વિભાગમાં ચૌધરી હઠાભાઈ ગલબાભાઈ(પાન્છા)ના બે ફોર્મ રદ થયા હતા. વેપારી વિભાગમાં પટેલ મનુભાઈ તળશીભાઈ(ખેરાલુ), બારોટ દિનેશભાઈ રૂગનાથભાઈ(સાગથળા), પ્રજાપતિ કાન્તીભાઈ સેંધાભાઈ(ગોરીસણા), ચૌધરી રાજેશકુમાર વાઘજીભાઈ(વઘવાડી)ના ફોર્મ રદ થયા હતા.
ભીખાલાલ ચાચરીયા જણાવે છેકે ખેડુત મત વિભાગમાં ઠાકોર બાબુજી દિવાનજી (વાવડી)એ અપક્ષ ઉમેદવારી કરી છે. તે કોઈપણ ગ્રુપ સાથે નથી જેથી સામે પક્ષની પેનલ લંગડી છે. વેપારી મતદાર મંડળની ચાર બેઠકો સામે વિરોધ પક્ષે બેજ ઉમેદવાર ઉભા રાખતા બે સીટ બીનહરીફ થઈ છે. ખરીદ વેચાણની બે સીટો સામે વિરોધ પક્ષે એકજ ઉમેદવાર ઉભો રાખતા એક સીટ બીનહરીફ થઈ છે. સામા પક્ષના બે ઉમેદવારોને ભીખાલાલ ચાચરીયાને સમર્થન હોવાની ચર્ચા ચાલતી હોવાથી પાંચ સીટ બીન હરીફ હોવાનો દાવો ભીખાલાલ ચાચરીયા કરી રહ્યા છે.
ખેડુત મત વિભાગમાં ૧૬ ઉમેદવારો છે જેમાં ભીખાલાલ ચાચરીયાની પેનલમાં (૧) ચૌધરી જહાભાઈ ગોવાભાઈ (સમોજા)(૨) ચૌધરી જેઠાભાઈ હેમરાજભાઈ (મછાવા) (૩) ચૌધરી નરસિંહભાઈ અભેરાજભાઈ(મોટી હિરવાણી) (૪) ચૌધરી ભીખાભાઈ ચેલાભાઈ (ચાચરીયા) (૫) ચૌધરી રણછોડભાઈ કાળુભાઈ(ચાડા) (૬) ચૌધરી હેમરાજભાઈ મુળજીભાઈ(અરઠી) (૭) દેસાઈ દલજીભાઈ મસોતભાઈ(ખેરાલુ) (૮) રાણા જગતસિંહ ખુમાજી(મંદ્રોપુર) સામે પક્ષે દિનેશભાઈ ચૌધરી ગ્રુપમાં (૧) ચૌધરી કરશનભાઈ લવજીભાઈ(વિઠોડા) (૨) ચૌધરી કાનજીભાઈ ઓસરાજભાઈ(સાગથળા) (૩) ચૌધરી ડાહ્યાભાઈ ફુલજીભાઈ(નાની હિરવાણી) (૪) ચૌધરી દિનેશભાઈ દલજીભાઈ(મોટી હિરવાણી) (૫) ચૌધરી ભાથીભાઈ રામજીભાઈ(વઘવાડી) (૬) ચૌધરી માધુભાઈ જહાભાઈ(મહિયલ) (૭) ઠાકોર બાબુજી દિવાનજી(વાવડી) (૮) દેસાઈ છગનભાઈ દલજીભાઈ(ખેરાલુ). દિનેશભાઈ ચૌધરીએ જણાવ્યુ હતુ કે ઠાકોર બાબુજી અમારા પક્ષે છે. ભીખાલાલ ચાચરીયા ગ્રુપ જૂઠુ બોલે છે. વેપારી મત વિભાગમાં ભીખાલાલ ચાચરીયા ગ્રુપમાંથી (૧) ચૌધરી કુબેરભાઈ હેમરાજભાઈ(ચાચરીયા) (૨) પ્રજાપતિ વિષ્ણુભાઈ હરિભાઈ(ખેરાલુ) (૩) મનસુરી ઈદ્રીશભાઈ રહીમભાઈ(ખેરાલુ) (૪) રબારી નાગજીભાઈ અજમલભાઈ(લુણવા) સામે પક્ષે દિનેશભાઈ ચૌધરી ગ્રુપમાં (૧) ચૌધરી હર્ષદકુમાર મોંઘજીભાઈ(ખેરાલુ) (૨) મોદી ધનજીભાઈ પ્રભુદાસ ખેરાલુએ ઉમેદવારી કરી છે. ખરીદ વેચાણ વિભાગમાં ભીખાલાલ ચાચરીયા તર્ફે (૧) ચૌધરી રૂગનાથભાઈ વિરસંગભાઈ(મછાવા) (૨) પટેલ ભીખાભાઈ માણકાભાઈ(સાગથળા) સામે પક્ષે ચૌધરી ગોવાભાઈ રામજીભાઈ (વઘવાડી)એ ઉમેદવારી કરી છે.
ભીખાલાલ ચાચરીયાએ ૧૪ ઉમેદવારોમાંથી પાંચ ઉમેદવારો ઈતર સમાજમાંથી ઉભા રાખ્યા છે. ૯ ચૌધરી સમાજના ઉમેદવારો છે. દિનેશભાઈ ચૌધરીએ ૧૧ ઉમેદવારોમાંથી બે ઉમેદવારો ઈતર સમાજના ઉભા રાખ્યા છે. હાઈકોર્ટમાં પણ જે મંડળીઓએ અપીલ કરી હતી તેમાંથી તમામની અપીલો કાઢી નાંખી છે તેવુ ભિખાલાલ ચાચરીયા જણાવે છે.
દ્બહાલ જે રીતે ભિખાલાલ ચાચરીયા વર્તી રહ્યા છે તે જાણે ૧૪ સીટો જીતી ગયા હોય અને ચુંટણીની માત્ર ઔપચારીકતાજ બાકી હોય તેવુ તેમનુ વર્તન છે. ધારાસભ્ય ભરતસિંહ ડાભી સમર્થનમાં હોવાથી ચાલુ ચુંટણીમાં સામા પક્ષના ઉમેદવારો ભીખાલાલ ચાચરીયાને સમર્થન જાહેર કરે તેવા ચક્રો ગતિમાન થયા છે.

Leave a Reply

Top