You are here
Home > News > વડાપ્રધાનના વિદેશ પ્રવાસોની ટીકા કરનાર પક્ષોમાં સમજણનો અભાવ

વડાપ્રધાનના વિદેશ પ્રવાસોની ટીકા કરનાર પક્ષોમાં સમજણનો અભાવ

pen_PNG7408દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિદેશ પ્રવાસોને વિરોધ પક્ષ દ્વારા ભારે ટીકા કરવામાં આવે છે. વિરોક્ષપક્ષની સામાજીક અણસમજ આમાં છતી થાય છે. નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના છે અને ગુજરાતની અસ્મિતા પ્રમાણ દેશના વડાપ્રધાનનુ પદ સંભાળી રહ્યા છે. ગુજરાતમાં વર્ષો જૂની પ્રણાલી છેકે આવતા-જતા રહીએ તો સંબધોમાં ઘનિષ્ટતા આવે અને વધે. નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન બન્યા બાદ ગુજરાતની પ્રણાલી પ્રમાણે વિદેશનીતિ ચલાવી રહ્યા છે. કોંગ્રેસના શાસન દરમ્યાન તેમના વડાપ્રધાન પડોશી દેશોમાં પણ મહેમાનગતિએ વર્ષો સુધી નહિ ગયાના બનાવો છે. દરેક દેશોમાં ભારતના પ્રતિનિધિઓ હોય અને ભારતમાં તે દેશના પ્રતિનિધિઓ હોય. તેમના દ્વારાજ સબંધો જળવાતા હતા. નરેન્દ્રભાઈ મોદીએ વર્ષોની ઔપચારિક પધ્ધતિઓ છોડી સબંધો માટેની સાચી પધ્ધતિઓ હાથ ધરી છે. જેનાથી વિશ્વના દેશો સાથે સબંધો ગાઢ બનશે અને વ્યવસાયની, ટેકનીકની આપ-લે વધશે તે ચોક્કસ વાત છે. નરેન્દ્રભાઈ મોદી બીજા દેશોમાં ફરવાનું કરી રહ્યા છે. તે માટે અહી એક દાખલો આપુ છું. કોઈ સોસાયટીમાં નવો વ્યક્તિ ઘર લઈ રહેવા જાય રોજે રોજ સીધા રસ્તે જવાનું ને સીધા રસ્તે આવવાની દૈનિક પધ્ધતિથી નવા વ્યક્તિની સોસાયટીમાં ઘનિષ્ટતા બને નહિ. તે માટે નવિન વ્યક્તિએ સોસાયટીના રહીશોના ઘરમાં મળવા જવુ પડે. એ સભ્યને તેમના ઘરે બોલાવવા પડે ત્યારેજ સબંધો ઘનિષ્ટ થાય. મુલાકાતો દરમ્યાન વાતચીતોમાં વિચારોની આપ-લે થાય. વાતચીતોમાં ખબર પડે છે સામેવાળા કયો વ્યવસાય કરે છે. તે કયો વ્યવસાય કરે છે તેની પણ મળનાર વ્યક્તિને જાણ થાય. જેથી બન્ને વ્યક્તિઓના વ્યવસાયનો વિકાસ થાય. સમયાંત્તરની મુલાકાતોથી એકબીજાના સારા નરસા પ્રસંગે વ્યક્તિઓ કામ આવી શકે. એકબીજાના વ્યવસાયમાં વિશ્વાસુ માણસોની આપ-લે થાય તો કુટુંબીઓના બેકાર માણસોને નોકરીઓનો લાભ મળી શકે. આ બધુ ત્યારેજ શક્ય બને જ્યારે સોસાયટીમાં બધા એકબીજાથી મળતા હોય. અત્યાર સુધીની કોંગ્રેસ શાસિત સરકારોના વડાપ્રધાન વિદેશોની મુલાકાતે ઓછા ગયા છે. કે બીજા દેશના વડાપ્રધાનને ભારતમાં બોલાવ્યા નથી. કોંગ્રેસ શાસિત સરકારોના વડાપ્રધાનોની પરદેશની મુલાકાતોમાં ફક્ત ઔપચારિકતાનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે. વર્ષો સુધી કોંગ્રેસે ભારત દેશ સાથે અન્ય દેશોના સબંધો કેળવવાનું જે કામ કર્યુ નથી તે કામ નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કર્યુ છે. જેથી વધારેમાં વધારે દેશની બહારજ રહેવુ પડે તે ચોક્કસ વાત છે. વિદેશ પ્રવાસોને વિરોધપક્ષો જુદી રીતે જુએ છે એટલે તે એવી ટીકાઓ કરે છેકે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિદેશ પ્રવાસના શોખીન છે. જેથી તે દેશની બહારને બહાર રહે છે. દેશમાં શું ચાલે છે તે જોવાની તેમને ફુરસદ નથી. દેશમાં બેસી રહી વડાપ્રધાનને કશુ કરવાનુ નથી. મીનીસ્ટરો અને ઉચ્ચ અધિકારીઓ કામ કરેજ જાય છે. વડાપ્રધાનને તેમની ઉપર દેખરેખ રાખવાની હોય છે. જે દેખરેખ નરેન્દ્રભાઈ મોદી તેમના પ્રવાસ દરમ્યાન રાખી શકે છે. તાતા અને બિરલા તેમના તમામ વ્યવસાયના સ્થળે હાજરી આપે છે તેવુ નથી. છતાં તેમના વ્યવસાયો ચાલે જાય છે. જો તાતા બિરલાના વહીવટ તેમની ગેરહાજરીમાં ચાલે તો ભારત દેશનો વહીવટ ચલાવવા માટે વડાપ્રધાનને દીલ્હીમાં બેસી રહેવાની જરૂર ક્યાં છે? સાથે સાથે વડાપ્રધાન એવુ કામ કરી રહ્યા છેકે જે કામ દેશની ઉન્નતિ માટે કોઈએ કર્યુ નથી. તેની ટીકા કરવી તે નરી મુર્ખામી ગણી શકાય.

Leave a Reply

Top