You are here
Home > Local News > વિજ કચેરી વિરૂધ્ધ હાઈકોર્ટમાં અપીલ કરવા તૈયારીઓ શરુ – ખેરાલુમાં વોલ્ટેજ ઓછા આવતા લોકો ત્રાહિમામ

વિજ કચેરી વિરૂધ્ધ હાઈકોર્ટમાં અપીલ કરવા તૈયારીઓ શરુ – ખેરાલુમાં વોલ્ટેજ ઓછા આવતા લોકો ત્રાહિમામ

(પ્ર.ન્યુ.સ.)ખેરાલુ,રવિવાર
ખેરાલુ વિજ કચેરી સમક્ષ તેના જ વિજ ગ્રાહકો વારંવાર ફરીયાદ કરે છે કે વોલ્ટેજ ઓછા આવે છે. વિજ અધિકારીઓ જાણે છે કે વિજ વપરાશ વધ્યો છે. નવા ડીપી ઉભા કરવાની તાત્કાલીક જરૂરીયાત છે છતા પાલિકાનુ બહાનુ કાઢી વિજ કચેરીના ડેપ્યુટી એન્જીનીયર ઈરાદા પુર્વક ખેરાલુ શહેરને પુરતા વોલ્ટેજ આપવા કાર્યવાહી કરતા નથી. સમગ્ર ઉનાળા દરમ્યાન વિજ-ઉપકરણોનો ઉપયોગ વધતા વોલ્ટેજ ઓછા આવ્યા જેના કારણે પંખા, એસી ન ચાલતા લોકો ત્રાહિમામ થઈ ગયા છે. જેનાથી કંટાળી આખરે શહેરના લોકોને વિજકચેરી પુરતા વોલ્ટેજ આપે તે માટે હાઈકોર્ટમાં રીટ કરવા અગ્રણી એડવોકેટ દિનેશભાઈ સોની દ્વારા કાર્યવાહી શરુ કરવામા આવી છે. વિજ કચેરી એવુ બહાનુ કાઢે છે કે લોકો ડીપી ઉભી કરવા જઈએ ત્યારે હૈરાન કરે છે. સ્થળ ઉપર વિરોધ કરે છે.આ બાબતે પાલિકા એક વખત પરમીશન આપી દે તે પછી પણ વિજ કચેરી દ્વારા ડી.પી.ઉભી કરાતા નથી. એક બાજુ કોઈ ગ્રાહક મીટરના બદલે ડાયરેકટ છેડા જોડી વિજ વપરાશ કરતો હોય તો તેને પકડવા પોલીસ પ્રોટેકશન માંગી તેની ઉપર ફરીયાદો કરી જેલ હવાલે કરવામા આવે છે. પરંતુ વિજ ડી.પી. ઉભી કરવા કારણ વગરનો વિરોધ કરતા લોકોને શાંત પાડવા કે કનડગત કરતા અટકાવવા પોલીસ પ્રોટેકશન માંગતા ડેપ્યુટી એન્જીનીયરને શરમ આવે છે. ખેરાલુ શહેરમા જે લોકોને વોલ્ટેજનો પ્રોબ્લેમ હોય તેવા તમામ લોકો એડવોકેટ દિનેશભાઈ સોની પાસે જઈ છેલ્લુ વિજ બીલ તથા ર૦ રૂપિયાના સ્ટેમ્પ ઉપર વોલ્ટેજ ઓછા આવે છે તેવુ એફિડેવીટ કરી આપવુ. વિજકચેરી અને પાલિકા બન્ને મળી સમજેલા છે. બન્ને સરકારી કચેરીઓ વિરૂધ્ધ લોકોને પરેશાન કરવા બદલ હાઈકોર્ટમા રીટ કરવાની છે. જે લોકો ઈચ્છતા હોય કે વિજકચેરી વિરૂધ્ધ કાર્યવાહી થવી જોઈએ તેવા સક્ષમ લોકોએ દિનેશભાઈ સોનીનો મો.નં ૯૪ર૬પ ૯૭૪ર૭ ઉપર સંપર્ક કરવો. ખેરાલુ શહેરમાં વિજ કચેરીના લો વોલ્ટેજના કારણે જે લોકોના વિજ ઉપકરણો બગડી ગયા હોય તેવા લોકો પણ હાઈકોર્ટમા કેસ દાખલ કરવા એફિડેવીટ કરી આપી શકશે. આગામી સમયમાં વિજ કચેરી સામે ઉપવાસ આંદોલન કરવામા આવશે. વિસનગર અને મહેસાણા ખાતે ડીવીઝન ઓફીસમાં મફતનો પગાર લેતા અધિકારીઓ વિરૂધ્ધ પણ હાઈકોર્ટમાં અપીલ કરવાની ચર્ચા વિચારણા કરવા, વકીલો તથા અગ્રણીઓની ખાનગી મીટીંગ મળવાની વાતો પણ જાણવા મળી છે. ગ્રાહક સુરક્ષામા પણ તમામ આવેલી અરજીઓની નકલ મોકલી વિજ કચેરી વિરૂધ્ધ ફરીયાદ કરવાની ચર્ચાઓ ચાલી રહી છે.

Leave a Reply

Top