You are here
Home > 2016 > June (Page 2)

હોસ્પિટલથી નવદુર્ગા ભાજીપાઉ તરફના રોડની સ્ટ્રીટલાઈટો છેલ્લા ચાર માસથી બંધ – વિસનગર સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ગંદકી

(પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સરકારી કચેરીઓ અને અધિકારીઓ દ્વારા સ્વચ્છતાના ફોટો સેશન કરવામાં આવે છે. પરંતુ હકિકત અલગજ છે. વિસનગર સિવિલ હોસ્પિટલમાં ઓપીડી વિભાગની પાછળ ઝાડી ઉગતા ભારે ગંદકી ફેલાઈ છે. ત્યારે રોગી કલ્યાણ સમિતિના ચેરમેન તેમજ અધિક્ષક આ ગંદકી વિસ્તારની મુલાકાત લઈ સ્વચ્છતા કરાવશે ખરાં? હોસ્પિટલથી નવદુર્ગા ભાજીપાઉ તરફની તથા પી.એમ.રૂમ તરફના રોડની…

અગાઉ સસ્તા ભાડામાં જગ્યાઓ પધરાવતા વાર્ષિક રૂા.૨૧૦૦૦ ની આવક થતી હતી – ગંજબજારમાં કેબીનની જગ્યાની હરાજીમાં ૬ લાખની આવક

(પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર વિસનગર ગંજબજારમાં ચા-નાસ્તા માટેના કેબીનની ચાર જગ્યાની હરાજી કરવામાં આવતા ગંજબજારને વાર્ષિક રૂા.૬ લાખનો સીધો ફાયદો થશે. અગાઉ આ જગ્યાઓ મળતીયાઓને આપતા વાર્ષિક રૂા.૨૧૦૦૦ ભાડુ મળતુ હતુ. ચેરમેન ઋષિભાઈ પટેલની અંગત દેખરેખમાં યોજાયેલ હરાજીમાં માર્કેટયાર્ડને મોટો ફાયદો થયો છે. ત્યારે આ હરાજીની આવકથી સાબીત થાય છેકે અગાઉના વહીવટમાં ગંજબજારના હિતોને નુકશાન પહોચાડી લોકોને કેવો…

નવયુગ શીશુનિકેતનની જર્જરીત મકાનમાં શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવાના મુદ્દે – પાલિકા પ્રમુખ અને સંસ્થાના ટ્રસ્ટીઓ વચ્ચે ઘર્ષણ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર, રવિવાર વિસનગરમાં ગુંદીખાડના ધંતુરિયાપોળની સામે આવેલ નવયુગ શીશુનિકેતન સ્કુલનુ મકાન જર્જરિત હોવાના મુદ્દે બુધવારે સવારે ટ્રસ્ટી મંડળના સભ્યો અને પાલિકા સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેમાં પાલિકા પ્રમુખે જર્જરિત મકાનનુ સીલ મારવા માટે પોલીસની મદદ લેતા પોલીસે બન્ને પક્ષોને સમજાવતા શાળાના મકાનનુ સીલ મારવાની કામગીરી મોકુફ રહી હતી. જોકે પાછળથી વિસનગરના જાણીતા…

એલસીબી પોલીસે રેડ કર્યા બાદ તુર્તજ વિસનગર પોલીસની રેડ – ઈંગ્લીશ દારૂની રેડની ગોઠવણ તો નથી થઈને?

(પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર વિસનગર શહેરના કયા વિસ્તારોમાં જુગાર રમાય છે, ઈંગ્લીશ દારૂ વેચાય છે તેની તમામ માહિતી સીટી પોલીસ પાસે છે. પરંતુ જ્યા સુધી બહારની એજન્સી ન આવે ત્યા સુધી સીટી પોલીસનો સ્ટાફ આવી બદીઓ સામે કોઈ કાર્યવાહી કરતો નથી. પરંતુ જ્યારે બહારની એજન્સી વિસનગરમાં રેડ કરવા આવે ત્યારે સીટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી તુર્તજ અન્ય સ્થળે…

વિજ કચેરી વિરૂધ્ધ હાઈકોર્ટમાં અપીલ કરવા તૈયારીઓ શરુ – ખેરાલુમાં વોલ્ટેજ ઓછા આવતા લોકો ત્રાહિમામ

(પ્ર.ન્યુ.સ.)ખેરાલુ,રવિવાર ખેરાલુ વિજ કચેરી સમક્ષ તેના જ વિજ ગ્રાહકો વારંવાર ફરીયાદ કરે છે કે વોલ્ટેજ ઓછા આવે છે. વિજ અધિકારીઓ જાણે છે કે વિજ વપરાશ વધ્યો છે. નવા ડીપી ઉભા કરવાની તાત્કાલીક જરૂરીયાત છે છતા પાલિકાનુ બહાનુ કાઢી વિજ કચેરીના ડેપ્યુટી એન્જીનીયર ઈરાદા પુર્વક ખેરાલુ શહેરને પુરતા વોલ્ટેજ આપવા કાર્યવાહી કરતા નથી. સમગ્ર ઉનાળા દરમ્યાન…

Top