મેલેરીયા વિરોધી માસની ઉજવણી નિમિત્તે સેમીનાર યોજાયો

Local News No Comments on મેલેરીયા વિરોધી માસની ઉજવણી નિમિત્તે સેમીનાર યોજાયો

(પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર
તાલુકા હેલ્થ ઓફીસ-વિસનગર દ્વારા મેલેરીયા વિરોધી માસ-જૂન-ર૦૧૬ની ઉજવણીના ભાગરૂપે મચ્છર વાહકજન્ય રોગોની અટકાયત માટે જનજાગૃતિ લાવવા તાલુકા હેલ્થ ઓફીસ-વિસનગરના સભાખંડમા આરોગ્ય કર્મચારીઓનો સેમીનાર યોજાયો હતો.
ચોમાસામાં પાણીથી ભરાતા ખાડા-ખાબોચીયાથી મચ્છરોનો ઉપદ્રવ વધે છે. જેના કારણે મેલેરીયા, ડેન્ગ્યુ, ચીકનગુનીયા જેવા રોગોનો લોકો ભોગ બને છે. જેની જાગૃતિ રૂપે રોગ અટકાવવા શું કરવું ? ચોમાસુ આવ્યા પહેલા તેનુ આગોતરૂ આયોજન કરવા માટે ચર્ચા કરવામાં આવી તાલુકા હેલ્થ ઓફીસર ડૉ.આર.ડી.પટેલે મેલેરીયા અટકાવવા માટે ચોમાસા પૂર્વે કેવા પગલા લઈ આયોજન કરવું તે વિશે વિસ્તૃત સમજ અને માર્ગદર્શન આપ્યુ હતુ. મેલેરીયા નિયંત્રણ માટે એકટીવીટી પ્લાન કરવા જણાવ્યુ હતુ. દરેક ગામમાં ઘેર ઘેર જઈ પાણી ભરેલા પાત્રો તપાસી પોરાનાશક કામગીરી પુર્ણ કરવી. ટેમીફોસની કામગીરી બાબતે આરોગ્ય કર્મચારીઓને માર્ગદર્શન આપવામા આવ્યું.વિસનગર તાલુકા હેલ્થ ઓફીસર ડૉ.આર.ડી.પટેલે મેલેરીયા નિયંત્રણ માટે જણાવ્યુ હતુ કે મેલેરીયા, ડેન્ગ્યુ, ચીકન-ગુનીયા જેવા રોગો ગંદકીથી થાય છે. પાણી ભરાતા મચ્છરોનો ઉપદ્રવ વધે છે. વહેતા પાણીમાં મચ્છર થતા નથી. ચોમાસામાં મેલેરીયા માટે ચીંતન અને ચીંતાની જરૂરીયાત છે. નાના બાળકો, સગર્ભા માતા, વૃધ્ધો ઉપર મેલેરીયાની વધુ અસર થાય છે. પ્રેઝન્ટેશન દ્વારા મેલેરીયાના લક્ષણો, સારવાર, અટકાયતની કામગીરી બાબતે વૈજ્ઞાનિક રીતે સમજ આપી હતી.

Leave a comment

Back to Top