વડનગર, ખેરાલુ, સતલાસણા, તાલુકામાં સંસદીય સચિવ – ભરતસિંહ ડાભીના પ્રયત્નોથી રૂા.૮.૪ર કરોડના ર૭ રોડને મંજુરી

Prachar News No Comments on વડનગર, ખેરાલુ, સતલાસણા, તાલુકામાં સંસદીય સચિવ – ભરતસિંહ ડાભીના પ્રયત્નોથી રૂા.૮.૪ર કરોડના ર૭ રોડને મંજુરી

(પ્ર.ન્યુ.સ.)ખેરાલુ,રવિવાર
વડનગર, ખેરાલુ અને સતલાસણા તાલુકામા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત પંચાયત હસ્તકના ર૭ રોડ માટે ૮.૪ર કરોડના કામોને મંજુર કરી જોબ નંબર ફાળવવામા આવ્યા છે. જેની ટેન્ડરીંગ પ્રક્રિયા હાથ ધરવા માટે કાર્યપાલક ઈજનેરને સુચના આપવામા આવી છે. આ રોડને મંજુર કરનાર નીતિનભાઈ પટેલ મંત્રી માર્ગ અને મકાન પાટનગર યોજના ગુજરાત સરકારની સહીથી મંજુર કરાયા છે. ર૦-૬-ર૦૧૬ના રોજ મંત્રીની સહી થઈ હતી.
વડનગર, ખેરાલુ અને સતલાસણા તાલુકામાં અનેક રોડો બીસ્માર બન્યા છે. આ રોડોને નવા બનાવવા માટે છ મહિના પહેલા સંસદીય સચિવ ભરતસિંહ ડાભીએ માર્ગ અને મકાન વિભાગના મંત્રી નિતિનભાઈ પટેલ તેમજ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સમક્ષ રજુઆત કરવામા આવી હતી જે અંતર્ગત રસ્તા પહોળા કરવા અને જુના રસ્તાને નવા રીસરફેસ કરવા તેમજ હયાત ડામર નોનપ્લાન રસ્તાની સુધારણા કરવા ૮.૪ર કરોડ મંજુર કરાયા છે. જેમા વડનગર તાલુકાના, બે સતલાસણા તાલુકાના ૯ અને ખેરાલુ તાલુકાના ૧૬ રસ્તા માટે ગ્રાન્ટ મંજુર થઈ છે. કયા કામો કયાં મંજુર થયા તે જોઈએ તો રસ્તો પહોળો કરવા તથા મજબુતી કરણ માટે સબલપુર રોડ પપ લાખ, ૭ વર્ષ જુના પ્લાન રસ્તાનું મજબુતી કરણ અને રીસરફેસીંગ સતલાસણા તાલુકામા વરેઠા સુદાસણા ૧૦૬ લાખ, જસપુર, ભાટવાસ, ભાલુસણા, કોઠાસણાથી સ્ટેટ હાઈવે સુધી ૧ર૬ લાખ સતલાસણા એપ્રોચ રોડ ર૦ લાખ, મુમનવાસ, વાંસડા, નાનીભાલુ રોડ ૭૪ લાખ, સમરાપુર એપ્રોચ રોડ ૧૪.રપ લાખ, સાંતોલા એપ્રોંચ રોડ ૩૩.ર૦ લાખ, છેલપુર એપ્રોંચ રોડ ૯.પ૦ લાખ, ખેરાલુ તાલુકામા જોઈએ તો લુણવા વાવડી રોડ ૪૯.૩૦ લાખ, વી.આર થી મુજાહિદપુરા એપ્રોંચ રોડ ૩૦.૮૦ લાખ, વી.આર.થી વિરપુરા એપ્રોચ રોડ ર૪.ર૦ લાખ, વી.આરથી ગોગાપુરા એપ્રોંચ રોડ ૧પ.૭૦ લાખ, એમ.ડી.આર થી રહેમાનપુરા રોડ ૧૦.૯૦ લાખ, એસ.એચથી નાનીવાડા એપ્રોંચ રોડ ૬.૮ર લાખ, એસ.એચથી વાલાપુરા રોડ ૪.૮૩ લાખ, વી.આરથી ખેરપુરા રોડ ૪.૮૩ લાખ, લીમડી એપ્રોંચ રોડ ૧૧.૩૭ લાખ, થાંગણા એપ્રોચ રોડ ૪૦.રપ લાખ, નવા દેલવાડા રોડ ૪.૭૪ લાખ, વી.આરથી રામગઢ (વડનગર) એપ્રોચ રોડ ર૬.૦પ લાખના રોડ મંજુર થયા છે. હયાત ડામર નોન પ્લાન રસ્તાની સુધારણા સતલાસણા તાલુકામા તખતપુરા ચેલાણા રોડ ર૯.૧૬ લાખ, ઓટલપુર એપ્રોચ રોડ ૬.૪૮ લાખ ખેરાલુ તાલુકામા સુવરીયા બળાદરોડ ૩૩.૮૦ લાખ, ખટાસણા નોરતોલ રોડ ૪૮.૬૦ લાખ વઘવાડી સાગથળા રોડ ૧૪.૦૪ લાખ વિઠોડા-પાન્છા રોડ ૧૦.૮૦ લાખ, મછાવા નોરતોલ રોડ ર૭ લાખ આમ કુલ ૮૪૧.૬ર લાખ રૂપિયા રોડ બનાવવા મંજુર કરવામા આવ્યા છે.
ઉપરોક્ત તમામ રોડમા સતલાસણા તાલુકાના સાંતોલા માટે ૧૯૭૧ થી માંગણી હતી જે અત્યારે પુરી થઈ છે. તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સ્વર્ગસ્થ રાજકુમારી હેમાંગીની કુમારીએ સંાતોલા સહીત તાલુકાના ૧૩ રોડની દરખાસ્ત સરકારમા મોકલી હતી જે અત્યારે મંજુર થઈ છે. જેમા ધરોઈમા ડુબમા ગયેલા ગામ લોકોને આઝાદી પછી પહેલીવાર રોડ મળી રહ્યો છે. આ બાબતની જાણ કોઠસણાના સરપંચ થાનસિંહ ચૌહાણ તથા અગ્રણી વાઘસિંહ ચૌહાણે સાંતોલામા કરતા ગામમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો. સરપંચ થાનસિંહ ચૌહાણે જણાવ્યું હતુ કે ર૦૧૧થી સતત કરેલી રજુઆતના અંતે ગુજરાત સરકારે સાંતોલા રોડ મંજુર કરતા અમે સરકારના લોકાભિમુખ વહીવટથી ખુશ છીએ.

Leave a comment

Back to Top