વિસનગરમાં નીકળેલી ૩૫ મી રથયાત્રામાં – પાલિકા પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલે પૂર્વ પ્રમુખોની પ્રણાલિ જાળવી રાખી

વિસનગરમાં નીકળેલી ૩૫ મી રથયાત્રામાં – પાલિકા પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલે પૂર્વ પ્રમુખોની પ્રણાલિ જાળવી રાખી

News No Comments on વિસનગરમાં નીકળેલી ૩૫ મી રથયાત્રામાં – પાલિકા પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલે પૂર્વ પ્રમુખોની પ્રણાલિ જાળવી રાખી

(પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર
પાલિકા પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલે તાજેતરની રથયાત્રામાં પૂર્વ પ્રમુખની રથ સાથે ફરવાની અને ઢોલના ઢબૂકે ઝૂમી ઉઠવાની પ્રણાલી જાળવી રાખી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ વિસનગર શહેરમાં વર્ષોથી રથયાત્રા નીકળે છે. વિસનગરના પ્રથમ નાગરિક એવા પાલિકા પ્રમુખ રથયાત્રાના પ્રયાણથી સમાપ્તિ સુધી સાથે રહેવાની પ્રણાલી છે. પાલિકા પ્રમુખ સાથે અન્ય સભ્યો પણ જોડાતા હોય છે. ગત બે વર્ષની રથયાત્રામાં પૂર્વ પાલિકા પ્રમુખ ગીરીશભાઈ પટેલ અને સભ્યો જોડાયા હતા. અને જગતના તાતની નગરયાત્રામાં ડી.જે.ના તાલે ઝુમી ઉઠ્યા હતા. ગીરીશભાઈ સાથે અન્ય પુરુષ અને મહિલા સભ્યો પણ જોડાયા હતા. આ પ્રણાલિ પ્રમાણે ચાલુ વર્ષે વિકાસમંચના પાલિકા પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલ અને સભ્યોએ ભાગ લીધો હતો. પાલિકા પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલ અને અન્ય સભ્યો રથપ્રયાણથી સમાપ્તિ સુધી સાથે રહ્યા હતા અને ડી.જે.ના નાદે ઝૂમી ઉઠ્યા હતા. જે વિસનગર વાસીઓ માટે આકર્ષણનુ કેન્દ્ર બન્યુ હતુ. પૂર્વ પ્રમુખ ગીરીશભાઈ પટેલ કરતાં પાલિકા પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલ સવાયા સાબિત થયા હતા. ગીરીશભાઈ પટેલ રથયાત્રા દરમ્યાન ઝૂમતા ઝૂમતા બ્રેક લેતા હતા. પણ પાલિકા પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલ છેકથી છેક સુધી ડી.જે.ના નાદે જગતના તાતની નગરપરીક્રમામાં ઝૂમીને આરાધના કરી હતી.

Leave a comment

Back to Top