વિસનગર ધારાસભ્ય કાર્યાલયના કેસમાં હાર્દિક પટેલને રજુ કરાયો – અમારૂ આંદોલન ચાલુ રહેશે-લાલજી પટેલ

વિસનગર ધારાસભ્ય કાર્યાલયના કેસમાં હાર્દિક પટેલને રજુ કરાયો – અમારૂ આંદોલન ચાલુ રહેશે-લાલજી પટેલ

News No Comments on વિસનગર ધારાસભ્ય કાર્યાલયના કેસમાં હાર્દિક પટેલને રજુ કરાયો – અમારૂ આંદોલન ચાલુ રહેશે-લાલજી પટેલ

(પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર
વિસનગર ધારાસભ્ય કાર્યાલયના તોડફોડના કેસમાં પાસના કન્વીનર હાર્દિક પટેલને ગત સોમવારે વિસનગર જ્યુ.કોર્ટમાં હાજર કરાયો હતો. આ કેસમાં એસ.પી.જી. અધ્યક્ષ લાલજીભાઈ પટેલ સહિત ૧૧ પાટીદારો હાજર રહ્યા હતા. જ્યારે છ આરોપીઓ ગેરહાજર રહ્યા હતા. કોર્ટે આગામી ૧૮-૭ ની મુદત આપી હાર્દિકને પુનઃ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.
વિસનગરમાં ધારાસભ્ય કાર્યાલયના તોડફોડના મામલે પાસના કન્વીનર હાર્દિક પટેલ, એસ.પી.જી.અધ્યક્ષ લાલજીભાઈ પટેલ સહિત ૧૭ પાટીદારો સામે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી. જે કેસની તા.૪-૭ ના રોજ મુદત હોવાથી પોલીસે સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં કેદ હાર્દિક પટેલને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વિસનગર કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આગામી તા.૧૮-૭ ની મુદત આપી હાર્દિકને પુનઃ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. આ કેસમાં ૧૧ આરોપીઓ હાજર રહ્યા હતા જ્યારે છ આરોપીઓ ગેરહાજર હતા. કોર્ટની બહાર નિકળતી વખતે હાર્દિક પટેલે જણાવ્યુ હતુ કે ન્યાયતંત્ર ઉપર મને પુરેપુરો ભરોસો છે. જ્યારે કલ્યાણસિંહ ચંપાવતે તલાટી કૌભાંડ બાબતે કરેલા આક્ષેપોમાં ૨૫ ટકા સાચા અને ૭૫ ટકા ખોટા ગણાવ્યા હતા. જ્યારે લાલજી પટેલે જણાવ્યુ હતું કે પાટીદાર અનામત આંદોલન સમગ્ર પાટીદાર સમાજનું આંદોલન છે. અને આ આંદોલન ચાલુ રહેશે. વધુમાં લાલજી પટેલે પોતાના ઉપર થયેલા આક્ષેપો બાબતે જણાવ્યુ હતુ કે સમાજનું કામ લઈને નિકળ્યા છીએ એટલે કેટલાક વિઘ્ન સંતોષી માણસો ખોટા આક્ષેપો કરે છે જેનાથી મને કોઈ ફેર પડવાનો નથી. અમારૂ આંદોલન ચાલુ રહેશે.

Leave a comment

Back to Top