શહેરના ધાર્મિક ઉત્સવમાં તંગદીલી ફેલાવવાનુ કૃત્ય કોના ઈશારે? – રથયાત્રામાં માર્કેટયાર્ડના કેમ્પમાં એસપીજીના નામે અશોભનીય વર્તન

શહેરના ધાર્મિક ઉત્સવમાં તંગદીલી ફેલાવવાનુ કૃત્ય કોના ઈશારે? – રથયાત્રામાં માર્કેટયાર્ડના કેમ્પમાં એસપીજીના નામે અશોભનીય વર્તન

Prachar News No Comments on શહેરના ધાર્મિક ઉત્સવમાં તંગદીલી ફેલાવવાનુ કૃત્ય કોના ઈશારે? – રથયાત્રામાં માર્કેટયાર્ડના કેમ્પમાં એસપીજીના નામે અશોભનીય વર્તન

(પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર
વિસનગરમાં પાટીદાર અનામત આંદોલનના તોફાનો સમયે કેટલાક અસમાજીક તત્વો મોઢે રૂમાલ બાંધી બાઈકો લઈ બજારો બંધ કરાવવા નિકળતા હતા. વેપારીઓ સાથે ગાળાગાળી કરી પરિસ્થિતિ વધારે વણસે તેવો માહોલ ઉભો કરવા પ્રયત્ન કરવામાં આવતો હતો. આવોજ પ્રયત્ન રથયાત્રાના દિવસે થયો હતો. માર્કેટયાર્ડ દ્વારા મહાપ્રસાદના સેવા કેમ્પમાં એસપીજીના નામે કેટલાક યુવાનો આવી અશોભનીય વર્તન કરવામાં આવ્યુ હતુ. શહેરના ધાર્મિક ઉત્સવમાં તંગદીલી ફેલાવાનુ કૃત્ય કોના ઈશારે કરાયુ તે ચર્ચાનો વિષય બન્યો છે.
વિસનગર માર્કેટયાર્ડમાં વહીવટ બદલાયો છે. ચેરમેન ઋષિભાઈ પટેલના વહીવટમાં માર્કેટયાર્ડની આવક લોકઉપયોગી બને, લોકસેવામાં વપરાય તેવા પ્રયત્નોના ભાગરૂપે માર્કેટયાર્ડ દ્વારા પ્રથમ વખત રથયાત્રા નિમિત્તે નૂતન સર્વ વિદ્યાલય આગળ મહાપ્રસાદનો કેમ્પ રાખવામાં આવ્યો હતો. કેમ્પનો શુભારંભ કરી ચેરમેન ધારાસભ્ય ઋષિભાઈ પટેલ નિકળી ગયા હતા. કેમ્પમાં માર્કેટયાર્ડના ડિરેક્ટરો, સેક્રેટરી, માર્કેટયાર્ડનો સ્ટાફ વિગેરે રથયાત્રામાં મહાપ્રસાદ વહેચતા હતા. ત્યારે કાળા કલર જેવી એકજ રંગની જર્સીઓ પહેરી અને માથે કેસરી કલરના પટ્ટા બાધેલા આઠથી દશ યુવાનો માર્કેટયાર્ડના આ કેમ્પમાં આવી ગયા હતા. યુવાનોની અંદરોઅંદરની ચર્ચાથી એસપીજી ગૃપના હોવાનુ જણાયુ હતુ. આવેલા યુવાનોએ ક્યા ગયો પેલો કહી ડિરેક્ટરો, સેક્રેટરી તથા સ્ટાફ સાથે અશોભનીય વર્તન કર્યુ હતુ. સ્ટાફ દ્વારા મહાપ્રસાદ આપવાનો પ્રયત્ન થતા અમે મહાપ્રસાદ ખાવા આવ્યા નથી તેમ કહી કેમ્પની આગળ ઉભા થઈ ગયા હતા. પ્રસાદ વહેચતા એક વ્યક્તિએ થોડા દુર ઉભા રહો તેમ કહેતા આવેલા યુવાનોએ જીભાજોડી પણ કરી હતી. આવેલા યુવાનો કેમ્પ સામે જોઈને ઉભા થઈ ગયા હતા. પરંતુ માર્કેટયાર્ડના ડિરેક્ટરો અને સ્ટાફ વધારે હોવાથી પરિસ્થિતિ પામી નિકળી ગયા હતા. જે બનાવના અડધા કલાક બાદ રથ સાથે જોડાયેલા વોટર વર્કસ ચેરમેન રાજેન્દ્રભાઈ ગાંધી માર્કેટયાર્ડના કેમ્પની મુલાકાત લઈ કેમ્પનુ આયોજન કરવા બદલ ચેરમેન, ડિરેક્ટરો, સેક્રેટરી તથા સ્ટાફ સૌને અભિનંદન આપ્યા હતા. રાજેન્દ્રભાઈ ગાંધીની આ મુલાકાતથી એવી વાતો વહેતી થઈ હતી કે રાજેન્દ્રભાઈ ગાંધી એસપીજી કાર્યકરો સાથે આવી કેમ્પ ઉલાળવાનો પ્રયત્ન કર્યો હતો. આ બાબતે ચેરમેન ઋષિભાઈ પટેલે સંકલન સમિતિના પ્રમુખ ગોરધનભાઈ પટેલનુ ધ્યાન દોરતા રથયાત્રાના બીજા દિવસે માર્કેટયાર્ડમાં ગોરધનભાઈ પટેલ, પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલ, ટીપી ચેરમેન જશુભાઈ પટેલ, રાજેન્દ્રભાઈ ગાંધી વિગેરે ધારાસભ્ય ઋષિભાઈ પટેલને માર્કેટયાર્ડમાં મળ્યા હતા. જ્યા બનાવ સમયે હાજર સેક્રેટરી, કમલેશભાઈ પટેલ, હરેશભાઈ ચૌધરીએ જણાવ્યુ હતુ કે મહાપ્રસાદના કેમ્પમાં તોફાન કરવાના ઈરાદેથી આવેલા યુવાનો સાથે રાજેન્દ્રભાઈ ગાંધી નહોતા.
કેમ્પમાં હાજર માર્કેટયાર્ડના એક કર્મચારીને બોલાવી તમામની હાજરીમાં ધારાસભ્યએ પુછપરછ કરતા આવેલા યુવાનો પૈકી કેટલાક યુવાનો વિજયપરા અને ફતેહ દરવાજાના હોવાનુ જણાવ્યુ હતુ. રથયાત્રા એ સમગ્ર શહેરનો ધાર્મિક ઉત્સવ હતો. ત્યારે રથયાત્રા કોઈપણ અનિચ્છનીય બનાવ વગર નિકળે તેની તકેદારી રાખવાની સૌ નગરજનોની જવાબદારી છે. ત્યારે માર્કેટયાર્ડના કેમ્પમાં આઠ થી દસ યુવાનો દ્વારા તોફાન કરવાનો જે પ્રયત્ન થયો તે ખરેખર અશોભનીય છે.

Leave a comment

Back to Top