સતલાસણા માર્કેટયાર્ડની ચુંટણી મુદ્દે અવઢવ

Local News No Comments on સતલાસણા માર્કેટયાર્ડની ચુંટણી મુદ્દે અવઢવ

(પ્ર.ન્યુ.સ.)ખેરાલુ,રવિવાર
સતલાસણા માર્કેટયાર્ડની ચુંટણીમાં નિયુક્તી (ઉમેદવારી) ફોર્મ ભરવાની તારીખ૧૩-૭-ર૦૧૬ રાખવામા આવી છે. જેમા કોગ્રેસ, ભાજપ વચ્ચે કાંટાની ટક્કર થવાની શક્યતા છે. છતા એક વર્ગ સમરસની વાતો કરી રહ્યો છે.
ભાજપવાળાને કોઈપણ ભોગે ખેરાલુની જેમ સત્તા ગ્રહણ કરવી છે અને કરે પણ ખરા કારણ કે ધારાસભ્ય ભરતસિંહ ડાભીનો સંપૂર્ણ ટેકો છે. ગઢવાડામાં ક્ષત્રિયોનુ વર્ચસ્વ છે. પણ ક્ષત્રિયો બે ભાગમાં વહેચાયેલા છે. માર્કેટયાર્ડમા મોટાભાગની મંડળીઓમા ચૌધરી સમાજના મત વધારે છે પૂર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈ, પ્રદેશ ડેલીગેટ બાબુજી ઠાકોર તથા ખેરાલુ તાલુકા કોગ્રેસ પ્રમુખ મુકેશભાઈ દેસાઈ આ ચુંટણીમાં કોઠાસણાના વિરેન્દ્રસિંહની સાથે છે. જેથી સમરસ થાય તો પણ કોંગ્રેસનો હાથ ઉપર રહે તેવી પરિસ્થિતી હાલ પુરતી દેખાય છે. સતલાસણા તાલુકા ભાજપ પ્રમુખ વિરેન્દ્રસિંહ પરમારની ગુપ્ત થિયરી ચુંટણીમા જોવા મળે છે. કોંગ્રેસની બાજી ખુલ્લી કિતાબ જેવી છે. જયારે વિરેન્દ્રસિંહ પરમાર શું નિર્ણયો કરશે તે બાબતે કાંઈ જાણવા મળ્યુ નથી.
સતલાસણા માર્કેટયાર્ડનો વધુ વિકાસ કરવો હોય તો ભાજપ-કોંગ્રેસે પોતાની સત્તા લાલસા એક બાજુ મુકી માત્ર માર્કેટયાર્ડને ઉપયોગી લોકોને જ સમરસ રીતે ચુંટવા જોઈએ તેવુ અમારુ માનવુ છે. સતલાસણા માર્કેટયાર્ડએ તાલુકાની જીવાદોરી છે. જીવાદોરીનો વહીવટ લેવા ભાજપ-કોંગ્રેસના ધમપછાડા કયાંક નુકશાન ન કરે તે બન્ને પક્ષોએ જોવુ જોઈએ. બન્ને પક્ષોએ પોતાના ઉમેદવારો નક્કી કરી લીધા છે પણ નિયુક્તિ ફોર્મ ભરાય ત્યારે જ ખબર પડશે. ફોર્મ ભરવાની તારીખ ૧૩-૭-ર૦૧૬ છે બીજા દિવસે ચકાસણી છે. અને ૧૭-૭-ર૦૧૬ ના રોજ રવીવારે નિયુક્તિ પત્રો પરત ખેંચવાની તારીખ છે. મતગણત્રી ર૭-૭-ર૦૧૬ ના રોજ છે તેજ દિવસે સાંજે પરિણામ પણ જાહેર થશે.

Leave a comment

Back to Top