You are here
Home > 2016 > July (Page 2)

વિસનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ઉત્સાહપૂર્વક મુસ્લીમ બિરાદરોએ ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરી

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર વિસનગર શહેર સહીત આજુબાજુના ગામડાઓમાં અતૂટ શ્રધ્ધા અને ઉમળકાથી રમઝાન માસના રોજા રાખી મુસ્લીમ બિરાદરોએ ગુરુવારના રોજ ઈદ-ઉલ-ફિત્રની પરંપરાગત ઉજવણી કરીહતી. રમઝાદ ઈદની સવારે વિસનગર શહેર સહીત તાલુકાના તમામ મુસ્લીમ બિરાદરોએ વિસનગર ઈદગાહ ખાતે એક સાથે ભેગા મળી સવારે ૮-૪૫ કલાકે ઈદની ખાસ નમાઝ અદા કરી હતી. નમાઝ દરમીયાન સુખ-શાંતી અને ભાઈચારાની ખાસ…

વિસનગર ભગવાન જગન્નાથજીની ભક્તિના રંગે રંગાયુ

(પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર વિસનગરમાં ભગવાન જગન્નાથજીની ૩૫ મી રથયાત્રા માટે હરિહર સેવામંડળની છેલ્લા એક મહિનાની મહેનત ખરેખર રંગ લાવી હતી. રથયાત્રાના દિવસે પંથકના ધર્મપ્રેમીઓ ભગવાન જગન્નાથજીના ભક્તિના રંગે રંગાયા હતા. ભજન મંડળીઓ, વેશભુષા સાથે બાળકો, ડી.જે.સાઉન્ડ, નૃત્ય કરતા ગૃપો રથયાત્રામાં જોડાતા આ વર્ષની રથયાત્રા સૌથી લાંબી હોવાનો દર્શનાર્થીઓએ અનુભવ કર્યો હતો. રથયાત્રા માર્ગે વિવિધ સ્થળે સાઉન્ડ લગાવવામાં…

નૂતન સાયન્સના ૬૪ વિદ્યાર્થીઓનુ પરિણામ અટકતા ભાવિ અંધકારમય

(પ્ર. ન્યુ.સ.) વિસનગર,રવિવાર આજે વાલીઓ પોતાના બાળકને સારૂ શિક્ષણ આપવા માટે શહેરની જાણીતી શૈક્ષણિક સંસ્થામાં મુકે છે. પરંતુ ઘણીવાર નામ બડે દર્શન ખોટે કહેવતની જેમ સંસ્થાના સત્તાધિશોના અંદરોઅંદરના વિવાદમાં વિદ્યાર્થીઓનુ ભાવિ અંધકારમય બને છે. વિસનગર નૂતન સર્વ વિદ્યાલયના કેમ્પસમાં આવેલ નૂતન એસ.એસ.પટેલ સાયન્સ કોલેજના બી.એસ.સી.ના સેમેસ્ટર-૧ના ૬૪ વિદ્યાર્થીઓનુ દોઢ મહિના સુધી યુનિવર્સિટી દ્વારા પરિણામ આપવામાં…

શરબત, છાસ, નાસ્તાના સેવાકેમ્પોથી ફેલાયેલી ગંદકી દુર કરવા રથયાત્રા બાદ પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલની સુચનાથી સ્વચ્છતા કરાઈ

(પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર વિસનગરમાં રથયાત્રા માટેના શરબત, છાસ, નાસ્તાના સેવાકેમ્પોના કારણે ખુબજ કચરો અને ગંદકી ફેલાય છે. ત્યારે આ વર્ષે પાલિકા પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલની સુચનાથી, સ્વચ્છતા ચેરમેન જગદીશભાઈ ચૌહાણના પ્રયત્નોથી રથયાત્રા બાદ તુર્તજ કચરો સાફ કરી દવાનો છંટકાવ કરી પાલિકા દ્વારા સરાહનીય સ્વચ્છતા કરવામાં આવી હતી. વિસનગરમાં નિકળતી પરંપરાગત રથયાત્રા માટે શહેરના વેપારીમંડળો, મિત્રમંડળો, સંસ્થાઓ દ્વારા રથયાત્રામાં…

શહેરના ધાર્મિક ઉત્સવમાં તંગદીલી ફેલાવવાનુ કૃત્ય કોના ઈશારે? – રથયાત્રામાં માર્કેટયાર્ડના કેમ્પમાં એસપીજીના નામે અશોભનીય વર્તન

(પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર વિસનગરમાં પાટીદાર અનામત આંદોલનના તોફાનો સમયે કેટલાક અસમાજીક તત્વો મોઢે રૂમાલ બાંધી બાઈકો લઈ બજારો બંધ કરાવવા નિકળતા હતા. વેપારીઓ સાથે ગાળાગાળી કરી પરિસ્થિતિ વધારે વણસે તેવો માહોલ ઉભો કરવા પ્રયત્ન કરવામાં આવતો હતો. આવોજ પ્રયત્ન રથયાત્રાના દિવસે થયો હતો. માર્કેટયાર્ડ દ્વારા મહાપ્રસાદના સેવા કેમ્પમાં એસપીજીના નામે કેટલાક યુવાનો આવી અશોભનીય વર્તન કરવામાં આવ્યુ…

Top