You are here
Home > 2016 > July (Page 3)

વિસનગર ધારાસભ્ય કાર્યાલયના કેસમાં હાર્દિક પટેલને રજુ કરાયો – અમારૂ આંદોલન ચાલુ રહેશે-લાલજી પટેલ

(પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર વિસનગર ધારાસભ્ય કાર્યાલયના તોડફોડના કેસમાં પાસના કન્વીનર હાર્દિક પટેલને ગત સોમવારે વિસનગર જ્યુ.કોર્ટમાં હાજર કરાયો હતો. આ કેસમાં એસ.પી.જી. અધ્યક્ષ લાલજીભાઈ પટેલ સહિત ૧૧ પાટીદારો હાજર રહ્યા હતા. જ્યારે છ આરોપીઓ ગેરહાજર રહ્યા હતા. કોર્ટે આગામી ૧૮-૭ ની મુદત આપી હાર્દિકને પુનઃ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. વિસનગરમાં ધારાસભ્ય કાર્યાલયના તોડફોડના મામલે પાસના કન્વીનર હાર્દિક…

પોતે કરે તેજ સાચુ તેવી બળજબરી કરનાર કાર્યકરો – હાર્દિક પટેલની જામીનમુક્તિની ખુશાલીમાં પાટીદાર શહિદોનુ બલિદાન ભૂલ્યા

(પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર પાટીદાર અનામત સમિતિના કન્વીનર હાર્દિક પટેલના હાઈકોર્ટે જામીન મંજુર કરતા વિસનગરમાં કેટલાક પાટીદાર કાર્યકરોએ આતશબાજી કરતા એક પાટીદાર અગ્રણીએ તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યુ છેકે હાર્દિક પટેલની જામીનમુક્તિની ખુશાલીમાં શહેરમાં બળજબરી કરનાર કહેવાતા પાટીદાર આગેવાન યુવાનો અનામત આંદોલનમાં શહિદ થયેલ પાટીદાર શહિદોનુ બલિદાન ભૂલી ગયા. પાટીદાર શહિદોના બલિદાનનો મલાજો સાચવી શક્યા નથી. રાજકીય રોટલો શેકવામાં…

વિસનગરમાં નીકળેલી ૩૫ મી રથયાત્રામાં – પાલિકા પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલે પૂર્વ પ્રમુખોની પ્રણાલિ જાળવી રાખી

(પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર પાલિકા પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલે તાજેતરની રથયાત્રામાં પૂર્વ પ્રમુખની રથ સાથે ફરવાની અને ઢોલના ઢબૂકે ઝૂમી ઉઠવાની પ્રણાલી જાળવી રાખી હતી. પ્રાપ્ત માહિતી મુજબ વિસનગર શહેરમાં વર્ષોથી રથયાત્રા નીકળે છે. વિસનગરના પ્રથમ નાગરિક એવા પાલિકા પ્રમુખ રથયાત્રાના પ્રયાણથી સમાપ્તિ સુધી સાથે રહેવાની પ્રણાલી છે. પાલિકા પ્રમુખ સાથે અન્ય સભ્યો પણ જોડાતા હોય છે. ગત બે…

વડનગર, ખેરાલુ, સતલાસણા, તાલુકામાં સંસદીય સચિવ – ભરતસિંહ ડાભીના પ્રયત્નોથી રૂા.૮.૪ર કરોડના ર૭ રોડને મંજુરી

(પ્ર.ન્યુ.સ.)ખેરાલુ,રવિવાર વડનગર, ખેરાલુ અને સતલાસણા તાલુકામા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત પંચાયત હસ્તકના ર૭ રોડ માટે ૮.૪ર કરોડના કામોને મંજુર કરી જોબ નંબર ફાળવવામા આવ્યા છે. જેની ટેન્ડરીંગ પ્રક્રિયા હાથ ધરવા માટે કાર્યપાલક ઈજનેરને સુચના આપવામા આવી છે. આ રોડને મંજુર કરનાર નીતિનભાઈ પટેલ મંત્રી માર્ગ અને મકાન પાટનગર યોજના ગુજરાત સરકારની સહીથી મંજુર કરાયા…

મેલેરીયા વિરોધી માસની ઉજવણી નિમિત્તે સેમીનાર યોજાયો

(પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર તાલુકા હેલ્થ ઓફીસ-વિસનગર દ્વારા મેલેરીયા વિરોધી માસ-જૂન-ર૦૧૬ની ઉજવણીના ભાગરૂપે મચ્છર વાહકજન્ય રોગોની અટકાયત માટે જનજાગૃતિ લાવવા તાલુકા હેલ્થ ઓફીસ-વિસનગરના સભાખંડમા આરોગ્ય કર્મચારીઓનો સેમીનાર યોજાયો હતો. ચોમાસામાં પાણીથી ભરાતા ખાડા-ખાબોચીયાથી મચ્છરોનો ઉપદ્રવ વધે છે. જેના કારણે મેલેરીયા, ડેન્ગ્યુ, ચીકનગુનીયા જેવા રોગોનો લોકો ભોગ બને છે. જેની જાગૃતિ રૂપે રોગ અટકાવવા શું કરવું ? ચોમાસુ આવ્યા…

Top