You are here
Home > Local News > ખેરાલુ માર્કેટયાર્ડના ચેરમેન પદે ભીખાલાલ ચાચરીયા

ખેરાલુ માર્કેટયાર્ડના ચેરમેન પદે ભીખાલાલ ચાચરીયા

(પ્ર.ન્યુ.સ.)ખેરાલુ,રવિવાર
ખેરાલુ માર્કેટયાર્ડમાં વેપારી, સહકારી અને ખેડુત વિભાગની ચુંટણી યોજાઈ. જેમાં ભીખાલાલ ચાચરીયા ગ્રુપના ૧૩ અને સામે પક્ષે માત્ર ૧ ઉમેદવાર દિનેશભાઈ ચૌધરી જીત્યા હતા. પાલિકા પ્રતિનિધિ તરીકે મોઘજીભાઈ પટેલના નામનો ઠરાવ થયો પરંતુ ઠરાવની નકલ ખેરાલુ માર્કેટયાર્ડના સેક્રેટરીએ નિયામકને ન મોકલતા ૧૫ માં પ્રતિનિધિ તરીકે મેન્ડેટ તેમને મળ્યુ નહોતુ. મોઘજીભાઈ પટેલે કલેક્ટરશ્રી અને નિયામકશ્રીને ઉપવાસ ઉપર બેસવા પત્ર લખ્યો, પરંતુ પાછળથી સમાધાન થતા તા.૬-૮-૨૦૧૬ ના રોજ બપોરે ૧૨-૩૯ કલાકે ખેરાલુ માર્કેટયાર્ડના ચેરમેન પદે ભીખાલાલ ચાચરીયાની તાજપોષી થઈ હતી.
ચેરમેનની ચુંટણી પહેલા ભીખાલાલ ચાચરીયા ખેડુત હોવાથી માર્કેટયાર્ડમાં ગાયનુ પુજન કર્યુ હતુ. ત્યારબાદ રાષ્ટ્રવાદી હોવાથી ભારત માતાનુ પુજન કર્યુ હતુ. માર્કેટયાર્ડને વૃક્ષો વાવીને હરીયાળુ કરવા વૃક્ષારોપણ કર્યુ હતુ. ત્યારબાદ ચેરમેન, વાઈસ ચેરમેનની ચુંટણી થઈ હતી. ચેરમેન પદે ભીખાભાઈ ચેલાભાઈ ચૌધરી(ચાચરીયા) અને વાઈસ ચેરમેન તરીકે જહાભાઈ ગોવાભાઈ ચૌધરી(સમોજા)ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આ ચુંટણી માત્ર ઔપચારીકતા પુરતી હોય તેવુજ લાગતુ હતુ. કારણકે ભીખાલાલ ચાચરીયા ગ્રુપના ૧૩ સભ્યો હોવાથી આ એક કાયદાકીય પ્રક્રિયાજ દેખાતી હતી. ભીખાલાલ ચાચરીયા ચેરમેન બની ગયા છે ત્યારે હવે લોકોને ખબર પડશે કે આવક વગરના માર્કેટયાર્ડમાં સત્તા મેળવવા આટલો બધો ખર્ચો અને હોબાળા કેમ થયા? ખેરાલુ તાલુકામાં સૌ જાણે છેકે સત્તાનો માત્ર હોબાળોજ છે હકીકતમાં ભીખાલાલ ચાચરીયાની મોટી રાજરમત વિશે લોકો અજાણ છે. થોડુઘણુ અમે જાણીએ છીયે તેમ આગામી સમયમાં ભીખાલાલ ચાચરીયા વિધાનસભાના દાવેદાર બને પણ ખરા? આ બાબતે ભીખાલાલ ચાચરીયાને પુછતા તેમણે જણાવ્યુ કે કેટલાક વિરોધીઓ ધારાસભ્ય ભરતસિંહ ડાભી અને મારા વચ્ચે તિરાડ ઉભી કરવા આવી અફવાઓ ફેલાવે છે. ખેરાલુ માર્કેટયાર્ડમાં મારી જ્વલંત સફળતા માત્ર ભરતસિંહ ડાભીને કારણે જ શક્ય બની છે. જે હોય તે પણ નાની સત્તા માટેના આટલા બધા ધમપછાડા કોઈ અમસ્તાજ ન હોય.

Leave a Reply

Top