You are here
Home > Local News > સી.એમ.-ડેપ્યુટી સી.એમ.ની વરણી થતા – મહેસાણામાં છાજીયા-કડી,વિજાપુર, વિસનગર ગમગીન-ખેરાલુમાં આતશબાજી

સી.એમ.-ડેપ્યુટી સી.એમ.ની વરણી થતા – મહેસાણામાં છાજીયા-કડી,વિજાપુર, વિસનગર ગમગીન-ખેરાલુમાં આતશબાજી

(પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર
ગુજરાતના સી.એમ.તરીકે નીતિનભાઈ પટેલની જાહેરાત ન થતા પંથકના કડી, વિજાપુર, મહેસાણા, વિસનગરમાં ભારે આઘાતની લાગણી વ્યાપી હતી. અન્ય શહેરોએ તેમની ગમગીની અને દુઃખ દેખાડ્યુ નહી. મહેસાણા ભાજપે અમિતશાહ-રૂપાણીના છાજીયા લઈ દુઃખ વ્યક્ત કર્યુ. જોકે અમિત શાહનું પૂતળુ બાળવાનો કાર્યક્રમ મોકુફ રખાયો.
પ્રાપ્ત માહિતી મુજબ રાજકારણમાં જે વિસ્તારનો રાજકીય અગ્રણી પદાધિકારી તરીકે આગળ વધે ત્યારે તેના માટે પંથકમાં દારૂખાનુ ફોડી, મિઠાઈ વહેચી ખુશી વ્યક્ત કરવામાં આવતી હોય છે. ડેપ્યુટી સી.એમ.નીતિનભાઈ પટેલ ઉત્તર ગુજરાતના પનોતા પુત્ર અને વિસનગરના ભાણેજ હોવાથી ઉત્તર ગુજરાતના તેમાં ખાસ કરી મહેસાણા-પાટણ જિલ્લાના ભાજપના કાર્યકરો સાથે વર્ષોનો અંગત સબંધ હોઈ પોતાના પ્રિય પાત્ર નીતિનભાઈ પટેલ જ્યારે ગુજરાતની ધરા સંભાળવા જઈ રહ્યા હોય ત્યારે મહેસાણા-પાટણ જિલ્લામાં આનંદની લાગણી છવાઈ જાય તે સ્વાભાવિક છે. નીતિનભાઈ પટેલની સી.એમ.તરીકેની જાહેરાત થવાનીજ છે તેવી ચોક્કસ વાત સાડાચાર કલાક સુધી ચાલતા મહેસાણા ભાજપના અગ્રણીઓ તેમનો ઉન્માદનો આનંદ રોકી શક્યા નહી. ઢોલ વગાડી કાર્યકરો જુમી ઉઠ્યા અને રૂપાણીની જાહેરાત થતા મહેસાણાના ભાજપ કાર્યકરોમાં ભારે આઘાત લાગતા ખુશી ગમમાં બદલાતા રૂપાણી અને અમિત શાહના છાજીયા લેવાયા હતા. ઉત્તર ગુજરાતના અન્ય શહેરોમાં રૂપાણીની જાહેરાત થયા બાદ ભાજપના કાર્યકરોએ તેમનો આક્રોશ દબાવી દીધો. ખેરાલુમાં મહેસાણાની જેમ ૪-૪૫ કલાકે નીતિનભાઈના આગમનનુ દારૂખાનુ ફોડ્યુ હતુ. જોકે ૬-૩૦ કલાકે રૂપાણીની જાહેરાત થયા બાદ કોઈ કાર્યકરોએ વિરોધ પ્રદર્શીત કર્યો નહોતો.

Leave a Reply

Top