You are here
Home > News > જળસંપત્તિ સાથે પ્રમોશન મેળવી ગ્રામ વિકાસના પણ સંસદીય સચિવ તરીકે ખેરાલુ ધારાસભ્ય ભરતસિંહ ડાભીની નિમણુંક થતા ઉત્સવ જેવો માહો

જળસંપત્તિ સાથે પ્રમોશન મેળવી ગ્રામ વિકાસના પણ સંસદીય સચિવ તરીકે ખેરાલુ ધારાસભ્ય ભરતસિંહ ડાભીની નિમણુંક થતા ઉત્સવ જેવો માહો

જળસંપત્તિ સાથે પ્રમોશન મેળવી ગ્રામ વિકાસના પણ સંસદીય સચિવ તરીકે
ખેરાલુ ધારાસભ્ય ભરતસિંહ ડાભીની નિમણુંક થતા ઉત્સવ જેવો માહોલ

(પ્ર.ન્યુ.સ.)ખેરાલુ,રવિવાર
ખેરાલુના લોકપ્રિય ધારાસભ્ય ભરતસિંહ ડાભીના પ્રયત્નોથી ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ કોંગ્રેસમુક્ત ભારતની શરુઆત ખેરાલુ વિધાનસભા ક્ષેત્રમાંથી થઈ ગઈ છે. ગત લોકસભાની ચુંટણીમાં સાત વિધાનસભામાંથી સૌથી વધુ વોટ ખેરાલુ વિધાનસભાએ આપ્યા ત્યારબાદ, વડનગર, ખેરાલુ અને સતલાસણા તાલુકા પંચાયત ભાજપની બનાવી દીધી. સહકારી ક્ષેત્રે કોંગ્રેસ પાસે હતુ તેમાં ખેરાલુ અને સતલાસણા માર્કેટયાર્ડમાં ભાજપના ચેરમેન બેસાડી દીધા. વડનગર માર્કેટયાર્ડના તમામ ડીરેક્ટરોએ રાજીનામા આપી દેતા ગમે ત્યારે ત્યાં પણ વહીવટદાર સાશન આવશે અને વડનગર માર્કેટયાર્ડમાં પણ ભાજપ કબ્જો કરશે. જેથી ખેરાલુ વિધાનસભામાં કોંગ્રેસનો શુન્યાવકાશ સંપુર્ણ થઈ જશે. ખેરાલુની જીવાદોરી સમાન ચિમનાબાઈ સરોવરમાં પાણી લાવ્યા ત્યારથી ભરતસિંહ ડાભીની લોકપ્રિયતા વધી ગઈ છે પણ સતલાસણાના વરસંગ તળાવ પણ નર્મદાના નિરથી ભરવાનો તેમનો સંકલ્પ પુર્ણતાને આરે છે. જેથી ખેરાલુ વિધાનસભામાં ભાજપના કામો રાષ્ટ્રીય ફલક ઉપર દેખાયા છે. જેના પરિણામ રૂપે અગાઉ માત્ર જળસંપત્તિ વિભાગના સંસદીય સચિવ હતા. તેમને વધારાના ગ્રામ વિકાસના સંસદીય સચિવનો ચાર્જ સોંપતા ખેરાલુ વિધાનસભા ક્ષેત્રમાંથી હજારોની સંખ્યામાં લોકો ગાંધીનગર ખાતે તેમની શપથવિધીમાં ઉમટી પડ્યા હતા.
ખેરાલુ વિધાનસભા ક્ષેત્રના ૧૮૨ ગામડાઓમાં સિંચાઈ અને ગ્રામ વિકાસ માટે સોનાનો સુરજ ઉગ્યો છે. ચાલુ વર્ષે કુદરતે મહેરબાની કરી અને સારો વરસાદ પડી રહ્યો છે ત્યાં ખેરાલુ ધારાસભ્ય ભરતસિંહ ડાભીને જળસંપત્તિ અને ગ્રામ વિકાસના સંસદીય સચિવ બનતા હવે ખેરાલુ વિધાનસભા ક્ષેત્રમાં આવતા વડનગર, ખેરાલુ અને સતલાસણા તાલુકાના ગામડાઓમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટો આવશે અને ગામડાઓનો અભૂતપૂર્વ વિકાસ શક્ય બનશે.
સંસદીય સચિવ ભરતસિંહ ડાભીની શપથવિધીમાં વડનગર તાલુકામાંથી મહેસાણા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ સુનીલભાઈ મહેતા, તા.ભાજપ પ્રમુખ મહેશભાઈ પટેલ તા.ભાજપ મહામંત્રી બકાજી ઠાકોર, શહેર ભાજપ પ્રમુખ ઘેમરજી ઠાકોર, શહેર ભાજપ મહામંત્રી નિલેષભાઈ શાહ સહીત ગામે ગામથી ભાજપના આગેવાનો ગાંધીનગર પહોચ્યા હતા. સતલાસણા તાલુકામાંથી તાલુકા ભાજપ પ્રમુખ તથા માર્કેટયાર્ડના ચેરમેન વિરેન્દ્રસિંહ પરમાર, તા.ભાજપ મહામંત્રી માનસિંહભાઈ ચૌધરી, તા.ભાજપ પૂર્વમહામંત્રી દશરથસિંહ પરમાર તા.ભાજપ મંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, સતલાસણા સરપંચ ઈશ્વરભાઈ દેસાઈ, તા.યુવા મોરચા પ્રમુખ રાજેન્દ્રસિંહ પરમાર, સરપંચોમાં તમામના નામો મળ્યા નથી પણ ઠાકોર પથુજી(મુમનવાસ), દિવાનજી ઠાકોર(કુબડા), વિરાજી ઠાકોર(નેદરડી), વિષ્ણુભાઈ દેસાઈ(ભિમપુર), પ્રતાપજી ઠાકોર(ફતેપુરા) તથા તાલુકા પંચાયત સદસ્ય જવાનજી ઠાકોર સહિત ગામેગામથી અસંખ્ય આગેવાનો શપથવિધીમાં ગાંધીનગર ઉમટી પડ્યા હતા. ખેરાલુ તાલુકામાંથી ૨૫ ઉપરાંત ગાડીઓ ગાંધીનગર પહોચી હતી. જેથી તમામના નામો લખવા શક્ય નથી. જેથી આગેવાનો જોઈએ તો, તાલુકા પંચાયત પ્રમુખ દિલિપસિંહ રાણા, તા.પં.સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન મન્છાભાઈ પ્રજાપતિ તા.પં.ઉપપ્રમુખ મહેશભાઈ ચૌધરી, તા.ભાજપ પ્રમુખ કેશુભાઈ ચૌધરી(વઘવાડી), તા.ભાજપ મહામંત્રી વિનાયકભાઈ પંડ્યા અને અજમલજી ઠાકોર, શહેર ભાજપ પ્રમુખ હેમન્તભાઈ શુકલ, મહામંત્રી ચેતનજી ઠાકોર, માર્કેટયાર્ડના ચેરમેન ભીખાલાલ ચાચરીયા, તા.ભાજપ ઉપપ્રમુખ ભીખાભાઈ પટેલ, માર્કેટયાર્ડના તમામ ડીરેક્ટરો, ખેરાલુ શહેરના વેપારીઓમાંથી ચેતન ભાવસાર, નરસિંહભાઈ પટેલ, પાલિકા પૂર્વ પ્રમુખ બી.જી.પટેલ, દશરથભાઈ પરમાર, મુકેશજી ઠાકોર, જીતુભાઈ સિંધી(રવી કિરાણા), પ્રકાશભાઈ સિંધી(શાકભાજી), ભાજપી અગ્રણીઓમાં લાલાજી ઠાકોર(પૂર્વ મહામંત્રી), જિલ્લા પંચાયત સદસ્ય પરથીભાઈ ચૌધરી, કનકસિંહ ડાભી, પથુભાઈ ચૌધરી(ગઠામણ), મેઘરાજભાઈ ચૌધરી(ચાણસોલ), મુસ્લીમોમાં નજીરભાઈ પઠાણ(લુણવા), કરીમખાં બહેલીમ, શેખુભાઈ કાજી, ઈદ્રીશભાઈ મનસુરી, પૂર્વ તા.પં.પ્રમુખ ભગુભાઈ ચૌધરી(વઘવાડી) સહીત અસંખ્ય આગેવાનો શપથવિધીમાં ઉમટી પડ્યા હતા. ખેરાલુ, વડનગર, સતલાસણા પંથકમાં ભરતસિંહ ડાભીની સંસદીય સચિવની નિમણુંકથી અગાઉ નિમણુંક થઈ તે કરતા પણ વધારે આનંદ જોવા મળતો હતો.

Leave a Reply

Top