You are here
Home > News > દેશભરમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન અને સમર્પણની ભાવના જાગૃત કરવાનું કાર્ય એટલે ત્રિરંગા યાત્રા

દેશભરમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન અને સમર્પણની ભાવના જાગૃત કરવાનું કાર્ય એટલે ત્રિરંગા યાત્રા

મહેસાણા- ત્રિરંગા- યાત્રાયાદ કરો કુરબાની  કાર્યક્મ યોજાયો

સાંસદ સભ્યશ્રી જયશ્રીબહેન પટેલે લીલી ઝંડી આપી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું

 દેશભરમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન  અને સમર્પણની ભાવના  જાગૃત કરવાનું કાર્ય એટલે ત્રિરંગા યાત્રા          સાંસદ સભ્યશ્રી જયશ્રીબહેન પટેલ

મહેસાણા   

મહેસાણા જિલ્લામાં ત્રિરંગા યાત્રાનું પ્રસ્થાન સાંસદશ્રી જયશ્રીબહેન પટેલે કરાવ્યું હતું.ત્રિરંગા યાત્રામાં વિવિધ ટેબ્લો,શહિદો અને ક્રાંતિકારીઓના ફોટોગ્રાફ્સ,રાષ્ટ્રધ્વજ સહિત વિવિધ દેશભક્તિના સુત્રોના પ્લેકાર્ડ સાથે ત્રિરંગા યાત્રા રાજમહેલ કંમ્પાઉન્ડથી,ગોપીનાળા,રાધનપુર ચોકડી થઇ ડેરી હોલ ખાતે પુર્ણ થઇ હતી

ત્રિંરંગા યાત્રાનું પ્રસ્થાન સમયે સાસંદ જયશ્રીબહેન પટેલે જણાવ્યું હતું કે   સ્વાતંત્ર્ય પર્વ સમગ્ર દેશમાં આન-બાન અને શાનથી ઉજવાય તેવા પ્રયાસો ભારત સરકાર કરી રહ્યું છે.દેશભરમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માનની ભાવના તેમજ દેશ પ્રત્યે સમર્પણની ભાવના જાગૃત થાય તે માટે રાજ્યના તમામ જિલ્લામાં ત્રિરંગા યાત્રા યોજાઇ  છે. આપણો ત્રિરંગો આપણને દેશપ્રત્યે પ્રેમ,દેશ પ્રત્યે દેશદાઝ અને આપણાપણાની ભાવના ઉભી કરે છે. ત્રિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં   નાગરીકો જોડાયા તે આ યાત્રાની સફળતા છે.

ત્રિરંગા યાત્રા ડેરી હોલ ખાતે પુર્ણ થઇ હતી  આ યાત્રાના અંતમાં ફલેગ કોડ ઓફ ઇન્ડીયા પ્રમાણે સલામી આપી  રાષ્ટધ્વજ ઉતારવામાં આવ્યો હતો. સાંસદશ્રીએ મશાલ પ્રજવલન કરી ઉપસ્થિત જનમેદનીને સંકલ્પ પત્રનું વાંચન કરાવ્યું હતું. આ ઉપરાંત રમત ગમત ક્ષેત્રે સિધ્ધી મેળવેલ ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું

જિલ્લામાં હોકીમાં ભુતાન ખાતે ગોલ્ડ મેડલ મેળવનાર પટેલ આશા રાજેન્દ્રકુમાર, બેલ્ટ રેસલીંગ અને જીતકુનડોમાં પુના ખાતે બ્રોન્ઝ મેડલ મેળવનાર પાંચા ઋતુ કનુંભાઇ,કુરાશમાં દિલ્હી ખાતે બ્રોન્ઝ મેડલ મેળવનાર પટેલ પ્રકૃતિ વિઠ્ઠલભાઇ,હેન્ડબોલમાં તેલંગાણા  ખાતે બ્રોન્ઝ મેડલ મેળવનાર રબારી જેતાભાઇ હામાભાઇને સન્માનપત્રો એનાયત કરાયા હતા.

કાર્યક્રમના અંતે યાદ કરો કુરબાની કાર્યક્રમ યોજાવામા આવ્યો હતો.જેમાં કલાકારો દ્વારા દેશભક્તિના ગીતો રજુ કરવામાં આવ્યા હતાઆ ઉપરાંત વિડીયો પ્રોજેક્ટર દ્વારા રાષ્ટ્ભક્તિ,દેશભક્તિના વિવિધ કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા. યાદ કરો કુરબાની કાર્યક્મમાં ઉપસ્થિત બાળકો દેશભક્તિના રંગે રંગાઇ ગયા હતા.

આ યાત્રામાં પોલીસ બેન્ડ.યુવાનો અને જિલ્લાના નાગરિકો મોટી સંખ્યામાં જોડાય હતા. રાષ્ટ્રધ્વજ સાથેના વાહનોમાં રાષ્ટ્રના ક્રાંતિવિરો મહાત્મા ગાંધીજી,સરદાર પટેલ,ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદની તસ્વીરોથી સુશોભિત કરવામાં આવ્યું હતું.,

કાર્યક્રમમાં અનુંસુચિત જાતિ ચેરમેન રમેશ સોલંકી,નિતીનભાઇ પટેલ,અગ્રણી નટુજી ઠાકોર,ચંદનસિંહ રાજપૂત,રમણભાઇ પટેલ, જિલ્લા કલેકટર આલોક કુમાર,જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.લાંગા,જિલ્લા પોલીસ અધિક્ષક ચૈતન્ય મંડલિક, અધિક કલેકટર રમેશ મેરજા,આસિટન્ટ કલેકટર અરૂણ મહેશબાબુ તેમજ જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Top