You are here
Home > News > ઉપરવાસના વરસાદથી ધરોઈ ડેમ છલકાયો, પરંતુ સરકારી તંત્રની ઘોર નિષ્ક્રીયતાથી ખેરાલુના ચિમનાબાઈ સરોવરમાં રિવર્સ પાણી ન આવતા જન

ઉપરવાસના વરસાદથી ધરોઈ ડેમ છલકાયો, પરંતુ સરકારી તંત્રની ઘોર નિષ્ક્રીયતાથી ખેરાલુના ચિમનાબાઈ સરોવરમાં રિવર્સ પાણી ન આવતા જન

ઉપરવાસના વરસાદથી ધરોઈ ડેમ છલકાયો, પરંતુ સરકારી તંત્રની ઘોર નિષ્ક્રીયતાથી
ખેરાલુના ચિમનાબાઈ સરોવરમાં રિવર્સ પાણી ન આવતા જનઆક્રોશ

(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
ઉત્તર ગુજરાતમાં સરેરાશ વરસાદ આજથી ૨૫ થી ૩૦ વર્ષ પહેલા ૪૦ થી ૪૨ ઈંચ થતો હતો. જંગલ કટીંગ તેમજ પ્રદુષણને કારણે ક્રમશઃ વરસાદ ઘટતોજ ગયો છે. હાલ દર વર્ષે વરસાદની એવરેજ ૨૦ થી ૨૫ ઈંચ થઈ ગઈ છે. ભુગર્ભ જળ નીચા ગયા છે. આવા સમયે ગત ટર્મમાં પહેલી વખત ચુંટાયેલા ભાજપના ધારાસભ્ય ભરતસિંહ ડાભીએ સરકારમાં રજુઆત કરી કે ધરોઈ ડેમ ભરાઈ જાય અને વધારાનુ પાણી ઓવરફ્લો થઈ નદીમાં વહી જાય તેનો સદ ઉપયોગ થઈ શકતો નથી જેથી હાલ જે નર્મદા નદીની પાણીની પાઈપ લાઈનો ધરોઈમાં પાણી લાવવા નાંખી છે તેજ પાઈપોનો ઉપયોગ કરી ધરોઈનુ રિવર્સ પાણી ચિમનાબાઈ સરોવર સહિત જિલ્લાના તમામ તળાવોમાં નાંખવામાં આવે તો કોઈપણ પ્રકારના ખર્ચ વગર પાણી મળી શકે તેમ છે.
આ બાબતે તપાસ કરતા જાણવા મળ્યુ કે અગાઉ ૬૨૨ના લેવલથી ધરોઈ જતી નર્મદાથી પાઈપ લાઈન દ્વારા મઢાસણા, વઘવાડી સહીત અનેક તળાવો રિવર્સ પાણીથી મફત ભરાય છે. આજ રીતે ૬૧૯ ના લેવલથી રિવર્સ પાણી ધરોઈ જતી નર્મદાની પાઈપલાઈનમાંથી નાંખવામાં આવે તો ધરોઈ ડેમ જ્યારે પણ ઓવરફ્લો થાય ત્યારે ઓછા સમયમાં વગર ખર્ચે જિલ્લાના તળાવો ભરી શકાય તેમ છે. હાલના જળસંપત્તિ અને ગ્રામ
વિકાસના સંંસદીય સચિવ ભરતસિંહ ડાભી સરકારમાં રજુઆત કરે તો ૬૧૯ થી ૬૨૨ ની પાણીની લાઈનનુ જોઈન્ટ કરવાનુ કામ યુધ્ધના ધોરણે પૂર્ણ કરે તો જિલ્લાના તળાવ ભરી શકાય તેમ છે. આવતા ચોમાસા સુધીમાં કોન્ટ્રાક્ટર જોડે સરકાર કામ પુરુ કરાવી શકે તો વેડફાઈ જતા પાણીનો સદ ઉપયોગ થઈ શકે. આ બાબતે સંસદીય સચિવ ભરતસિંહ ડાભીને પુછતા તેમણે જણાવ્યુ કે ધરોઈના જમણા અને ડાબા કાંઠાની કેનાલોમાં ધરોઈ ડેમ ઓવરફ્લો થયો તેજ દિવસે સવારે પાંચ વાગે અધિકારીઓ સાથે ચર્ચા કરી પાણી છોડાવી દીધુ છે. મહેસાણા જિલ્લાના શક્ય હોય તે તમામ તળાવો ભરવા તંત્રએ કાર્યવાહી શરુ કરી દીધી છે. રીવર્સ પાણી લાવવાની વાતનુ શુ થયુ? તેવુ પુછતા ભરતસિંહ ડાભીએ જણાવ્યુ હતુ કે ૬૧૯ અને ૬૨૨ ની લાઈનમાં રીવર્સ લઈ જવા સરકારે પ્રયત્નો શરુ કર્યા છે. આ વર્ષે કેમ રીવર્સ પાણી નહી આવે? તેવુ પુછતા તેમણે જણાવ્યુ કે કામગીરી પૂર્ણ થઈ નથી. કામગીરી કેમ પૂર્ણ થઈ નથી તેવુ પુછતા તેમણે જવાબ આપવાનું ટાળ્યુ હતુ.
સરકારી તંત્રની લાલીયાવાડી સંસદીય સચિવ ભરતસિંહ ડાભીના જવાબમાં સ્પષ્ટ જોવા મળી હતી. સરકારના સંસદીય સચિવ હોવાથી સરકાર વિરુધ્ધ એક શબ્દ પણ બોલ્યા નહોતા પરંતુ મોટી મોટી વાતો કરવાવાળી સરકારની કામગીરી અંગે લોકોમાં આક્રોશ સ્પષ્ટ જોવા મળતો હતો. ધરોઈના લાંચિયા અધિકારીઓ પોતાના ખિસ્સા ભરવાની કાર્યવાહી કર્યા વગર લોકોની સુખાકારી માટે જમીનના પાણીના તળ ઊંચા લાવવા માટે રિવર્સ પાણી આવતા વર્ષે લાવે તો લોકોને આશિર્વાદ મળશે. આગામી વિધાનસભાની ૨૦૧૭ ની ચુંટણીમાં રિવર્સ પાણી લાવવાનો મુદ્દો કોંગ્રેસ ઉછાળશે તે સમયે ભાજપ કોઈ જવાબ આપી શકશે નહી તેવુ સ્પષ્ટ જણાય છે.

Leave a Reply

Top