પાણીના બગાડથી જોઈતાગલાના  માઢ આગળ ગંદકીથી લોકો ત્રસ્ત

પાણીના બગાડથી જોઈતાગલાના માઢ આગળ ગંદકીથી લોકો ત્રસ્ત

News, Prachar News No Comments on પાણીના બગાડથી જોઈતાગલાના માઢ આગળ ગંદકીથી લોકો ત્રસ્ત

પાણીના બગાડથી જોઈતાગલાના માઢ આગળ ગંદકીથી લોકો ત્રસ્ત

(પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર
વિસનગરમાં કેટલાક વિસ્તારોમાં પાણીનો બગાડ કરવામાં આવતા બારેમાસ ગંદકી રહે છે. ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ પુષ્કળ પ્રમાણમાં રહે છે. ત્યારે પાલિકાતંત્ર દ્વારા પાણીનો બગાડ કરી ગંદકી કરનાર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.
વિસનગર ગુંદીખાડ વિસ્તારમાં જોઈતાગલાના માઢમાં બારેમાસ પાણીનો બગાડ કરવામાં આવે છે. જેના કારણે પાણી માઢની બહાર નીકળી જાહેર રોડ ઉપર ફેલાતા ભારે ગંદકી ફેલાય છે. માઢની સામેજ પાણીના વ્યયના કારણે ગંદકી થતા માઢ સામે રોડ ઉપર રહેતા લોકોને હેરાન થવુ પડે છે. બારેમાસ ગંદકીના કારણે આરસીસી રોડ હોવા છતા કિચ્ચડ થાય છે. પાણી ભરાવાથી મચ્છરોનો ઉપદ્રવ વધે છે. આવીજ પરિસ્થિતિ સલાટવાડાથી ગોવિંદચકલા ચાર રસ્તા સુધીની છે. પાણીનો બગાડ થોડા ઘરવાળા કરે છે અને હેરાન આખો વિસ્તાર થાય છે. માયાબજારમાં બાવાવાળી પોળના લોકો પાણીનો બગાડ કરતા માયાબજારમાં ગંદકી ફેલાતા આ વિસ્તારમાં પાણીનો સમય બદલી પાણીનો બગાડ કરનાર લોકોને સબક શીખવવામાં આવ્યો હતો. તે પ્રમાણે ગુંદીખાડ અને સલાટવાડામાં પાણીનો બગાડ અટકાવવા આ વિસ્તારના લોકોને પણ પાલિકાતંત્ર સબક શીખવશે કે નહી કે પછી આંખ આડા કાન કરી ચલાવી લેવામાં આવશે.

Leave a comment

Back to Top