મધ્યાહ્‌ન ભોજન યોજના એન.જી.ઓ.ને સોંપવાના વિરોધમાં વિસનગરમાં મધ્યાહ્‌ન ભોજનના સંચાલકોએ રેલી કાઢી

મધ્યાહ્‌ન ભોજન યોજના એન.જી.ઓ.ને સોંપવાના વિરોધમાં વિસનગરમાં મધ્યાહ્‌ન ભોજનના સંચાલકોએ રેલી કાઢી

News, Prachar News No Comments on મધ્યાહ્‌ન ભોજન યોજના એન.જી.ઓ.ને સોંપવાના વિરોધમાં વિસનગરમાં મધ્યાહ્‌ન ભોજનના સંચાલકોએ રેલી કાઢી

મધ્યાહ્‌ન ભોજન યોજના એન.જી.ઓ.ને સોંપવાના વિરોધમાં
વિસનગરમાં મધ્યાહ્‌ન ભોજનના સંચાલકોએ રેલી કાઢી

(પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર
સરકાર દ્વારા દરેક જીલ્લાની પ્રાથમિક શાળાઓમાં ચાલતા તમામ મધ્યાહ્‌ન ભોજન યોજનાના કેન્દ્રોને કોઈ એન.જી.ઓ.ને સોપવાની તજવીજ હાથ ધરવામાં આવતા સંચાલકો દ્વારા ઠેર-ઠેર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. જેમાં વિસનગર તાલુકાની શાળાઓના સંચાલકોએ ગત તા.૨૦-૮-૨૦૧૬ ના રોજ શહેરમાં રેલી કાઢીને મામલતદાર આર.એમ.દંતાણીને આવેદન પત્ર આપ્યુ હતુ. જોકે સંચાલકોએ રેલી કાઢવાના મુદ્દે વહીવટીતંત્રની મંજુરી લીધી ન હોવાથી પોલીસે જાહેરનામાના ભંગના ગુનામાં ૧૩ મહિલા અને ૭ પુરુષ સહીત ૭૦ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ રેલી બપોરે ૨-૩૦ કલાકે શહેરના ડોસાભાઈ બાગમાંથી નિકળીને રેલ્વે સર્કલ, માર્કેટયાર્ડ થઈને તાલુકા સેવાસદનમાં પહોચી હતી. જ્યાં મધ્યાહ્‌ન ભોજન સંચાલકોના આગેવાનો દ્વારા મામલતદાર આર.એમ.દંતાણીને આવેદન પત્ર આપી સંચાલકોને ન્યાય અપાવવાની માગણી હતી. આવેદનપત્રમાં સંચાલકો દ્વારા કઈ માગણીઓ કરવામાં આવી છે તે જોઈએ તો આ યોજનામાં કામ કરતા મહેસાણા જીલ્લાના સંચાલકોની સંખ્યા ૧૦૫૬ થી વધારે છે. જેમાં રસોઈયા અને મદદનીશની સંખ્યા ૫૦૦૦ થી વધુ થાય છે. જેમાં ૯૦ ટકા બહેનો અને ૧૦ ટકા પુરુષો છે. તેમાં ૭૦ ટકા બહેનો તો વિધવા અને ત્યક્તા છે. જેઓ આ યોજના ઉપર પોતાના પરિવારનુ ગુજરાન ચલાવી રહ્યા છે. જો આ યોજના કોઈપણ એન.જી.ઓ.ને સોંપવામાં આવે તો સંચાલકો, રસોઈયા અને મદદનીશોને પોતાની રોજગારી છીનવાઈ જવાનો ભય અને અન્યાય થવાની શક્યતા લાગી રહી છે. આ યોજનામાં દરેક સંચાલકે વર્ષો સુધી જવાબદારીપૂર્વક કામ કર્યુ છે. જેથી એન.જી.ઓ. સાથે યોજનાને લાગુ કરવી એ સૌથી મોટો અન્યાય છે. સંચાલકોની માગણીને ધ્યાને રાખીને મામલતદાર આર.એમ. દંતાણીએ તેમના આવેદનને સરકારમાં પહોચાડવાની ખાત્રી આપી હતી. જોકે શહેરમાં રેલી કાઢવા માટે સંચાલકોએ વહીવટીતંત્ર પાસે કોઈ મંજુરી લીધી ન હોવાથી પોલીસે (૧) વ્યાસ પીયુષકુમાર (૨) મોદી પ્રકાશચંદ્ર ચુનીલાલ (૩) ઠાકોર ભાઈલાલભાઈ શંકરજી (૪) પરમાર હસમુખભાઈ પશાભાઈ (૫) ચાવડા અરવિંદસિંહ બળદેવજી (૬) સોમપુરા દિપીકાબેન કાન્તીભાઈ (૭) પરમાર ચંદ્રીકાબેન રમણલાલ (૮) ગોસ્વામી નરેન્દ્રભાઈ સોમનાથ (૯) પરમાર અમૃતભાઈ ખેમાભાઈ (૧૦) પટેલ રશ્મીકાબેન વિઠ્ઠલભાઈ (૧૧) શ્રીમાળી મીનાબેન વશરામભાઈ (૧૨) રાઠોડ હર્ષિદાબેન રમેશભાઈ (૧૩) પટેલ હેતલબેન જયંતિભાઈ (૧૪) બારોટ હેતલબેન દિપકકુમાર (૧૫) ગોસ્વામી ખુશ્બુબેન જશવંતભાઈ (૧૬) પ્રજાપતિ આશાબેન મહેન્દ્રભાઈ (૧૭) નાયક વિરલબેન જશવંતભાઈ (૧૮) પટેલ જલ્પાબેન ડાહ્યાભાઈ (૧૯) ઠાકોર નિકુલાબેન દિપકજી (૨૦) રાણા મધુબેન ઈશ્વરભાઈ સહીત ૭૦ વ્યક્તિઓ સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Leave a comment

Back to Top