You are here
Home > News > રાજકીય પીઠબળ ધરાવતા પ્રાન્ત અધિકારીની જગ્યાએ મામલતદારના અધ્યક્ષસ્થાને યોજાતો સ્વાગત કાર્યક્રમ પ્ર

રાજકીય પીઠબળ ધરાવતા પ્રાન્ત અધિકારીની જગ્યાએ મામલતદારના અધ્યક્ષસ્થાને યોજાતો સ્વાગત કાર્યક્રમ પ્ર

રાજકીય પીઠબળ ધરાવતા પ્રાન્ત અધિકારીની જગ્યાએ
મામલતદારના અધ્યક્ષસ્થાને યોજાતો સ્વાગત કાર્યક્રમ પ્રભાવહીન

(પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર
વિસનગર તાલુકા સેવાસદનમાં મામલતદાર આર.એમ.દંતાણીના અધ્યક્ષસ્થાને ગત મંગળવારે ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પાલિકા ચીફ ઓફીસર કલ્પેશભાઈ ભટ્ટ, ટીડીઓ વિજયભાઈ ચૌધરી, ડેપોમેનેજર પી.આર. પ્રજાપતિ, યુ.જી.વી. સી.એલ. અધિકારી કે.જે.દરજી, મ.ભો.યો.નાયબ મામલતદાર વી.વી.વ્યાસ, રેવન્યુ ક્લાર્ક મયંકભાઈ પટેલ, ઉમતા તલાટી નિકુલભાઈ પટેલ, પાલિકા કર્મચારી સુધીરભાઈ કંસારા, જયંતીભાઈ મકવાણા સહીતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મામલતદાર કચેરીના રેકર્ડમાં તમામ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરાયો છે.
ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં કયા અરજદાર દ્વારા શુ રજુઆત કરવમાં આવી તે જોઈએ તો, વિસનગર તાલુકાના કમાણા ગામના પટેલ બબલદાસ ઉગરદાસે કમાણા ગામના ગામઠાણ તથા ગૌચરમાં ગેરકાયદેસર થયેલા દબાણો દુર કરવા બાબત, પુદગામ ગામના ઠાકોર સોમાજી પ્રતાપજીએ રાંધણગેસમાં નામ ન સમાવવા બાબત, કુવાસણા ગામના પરમાર તારાબેન હિરાલાલે ગામની સીમના સર્વે નં.૫૭૫ હે.આર.૨-૫-૧૯ વાળી જમીન નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવવા બાબત, વિસનગરના વેપારી ઉસ્માનગની નુરભાઈ આખુન્જીએ જાહેર રસ્તા પરનુ ગેરકાયદેસર દબાણ દુર કરવા બાબત, વિસનગરની વિઠ્ઠલપાર્ક સોસાયટીમાં રહેતા સુથાર નાથાલાલ પુંજીરામ પાલિકા દ્વારા નોટીસ વગર દબાણ દુર કરવાની થતી કાર્યવાહી અટકાવવા બાબત, જેતલવાસણાના પટેલ હર્ષદભાઈ મુળચંદભાઈએ ગામમાં કાયમી તલાટીની નિમણુક કરવા બાબત, કાંસા એન.એ. વિસ્તારની વૈશાલી સોસાયટીમાં રહેતા પટેલ રોનક રાજેશભાઈએ મુખ્ય માર્ગ ઉપરના દબાણો દુર કરવા બાબત, લક્ષ્મીપુરા(ભાલક)ના પટેલ ડાહ્યાભાઈ ઈશ્વરભાઈએ એન.એ.પ્લોટ ખાતા નં.૩૯૪ સ.નં.૨૨૫ પૈકી-૨ દરેક માલિકને સ્વતંત્ર હક આધારો આપવા બાબત, વિસનગરના થલોટા રોડ ઉપરની હરદ્વાર સોસાયટીમાં રહેતા પટેલ પ્રફુલચંદ્ર મોહનલાલે વિસનગર નગરપાલિકામાં આપેલ ઈમ્પેક્ટ ફાઈલ બાબત, ઉમતા ગામના પટેલ હિતેશકુમાર અમૃતભાઈએ ઉમતા ગામના મકાન નં. ઉ/૧/૩૨૪ ની જર્જરિત દિવાલ તોડવા બાબત તથા વિસનગરના પટેલ કાન્તિભાઈ ચીમનલાલે પાલિકા દ્વારા નિયમિત સફાઈ કરવા બાબતે રજુઆતો કરી હતી. જેમાં મામલતદાર આર.એમ.દંતાણીએ અરજદારોનો હકારાત્મક નિકાલ લાવવાનો પ્રયત્ન કર્યો હતો. અગાઉ મામલતદાર કચેરીમાં યોજાતા તમામ ફરીયાદ નિવારણ કાર્યક્રમો જે તે પ્રાન્ત અધિકારીની અધ્યક્ષતામાં યોજાતા હતા. જેના કારણે અરજદારોમાં તેમનો પ્રભાવ પડતો હતો. પરંતુ જ્યારથી પ્રાન્ત અધિકારી તરીકે વી.જી.રોરે હોદ્દો સંભાળ્યો છે ત્યારથી એકાદ બાદ કરતા તમામ ફરીયાદ નિવારણ કાર્યક્રમો મામલતદાર આર.એમ.દંતાણીના અધ્યક્ષસ્થાને યોજાઈ રહ્યા છે. જેથી અરજદારોમાં તેમનો કોઈ પ્રભાવ પડતો ન હોવાથી ઘણીવાર અરજદાર અને મામલતદાર વચ્ચે ચકમક પણ થાય છે. અરજદાર મામલતદાર સાથે અણછાજતુ વર્તન કરતા જરાય ખચકાતા નથી. જાણે આ કાર્યક્રમ સરકારમાં બતાવવા ખાતર થતો હોય તેવુ લોકો માની રહ્યા છે. લોકોમાં એવી ચર્ચા છેકે પ્રાન્ત અધિકારી વી.જી.રોર મુખ્યમંત્રી આનંદીબેન પટેલના શાસનમાં તેમની ગુડબુકમાં સ્થાન ધરાવતા હતા. બીજી બાજુ ધારાસભ્ય ઋષિભાઈ પટેલ પણ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના નજીકના ધારાસભ્ય કહેવાતા હતા. જેના કારણે પ્રાન્ત અધિકારીને કોઈ રાજકીય નેતા કે જીલ્લા કલેક્ટરનો ડર નહતો. પરીણામે તેઓ બહારગામથી અપડાઉન કરતા હોવાથી ફરજ ઉપર અનિયમિત આવે છે. ઓફીસમાં સમય ફાળવતા નથી. જો બહારથી કોઈ અધિકારી કે નેતા આવવાના હોય ત્યારે તેઓ કોઈપણ રીતે પ્રભાવિત કરીને પોતાનુ વર્ચસ્વ બનાવવા પ્રયત્નો કરે છે. ત્યારે નવા આવેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે વિસનગર તાલુકામાં ભાજપનુ કમળ ખિલવવુ હશે તો આનંદીબેનના નજીકના કહેવાતા પ્રાન્ત અધિકારી વી.જી.રોરને નીયમીત નોકરી કરતા કરવા પડશે. સરકારના ઉચ્ચ અધિકારી અને ટોચના નેતા આ પ્રાન્ત અધિકારીને ક્યારે નિયમીતતાના પાઠ ભણાવશે?

Leave a Reply

Top