You are here
Home > Local News > આંખ આવે ત્યારે શું કાળજી રાખશો?

આંખ આવે ત્યારે શું કાળજી રાખશો?

          આંખ આવવી અથવા સામાન્ય ભાષામાં જેને અખિયા મીલાકે રોગ કહેવામા આવે છે. વર્ષા ઋતુમા વિશેષ જોવા મળે છે.
આ રોગમા આંખામા લાલાશ થવી. ચોંટી જવી વિશેષ કરીને સવારે ઉઠો ત્યારે,આંખમાં ખૂંચવું, બળતરા થવી, પાણી આવવુ. પોપચામાં સોજો આવવો, વગેરે જોવા મળે છે. એક આંખમાં થયા પછી થોડા દિવસમા જ બીજી આંખમાં પણ અસર અનુભવાય છે. એડીનો વાયરસના લીધે થતો આ રોગ ખુબ જ ચેપી હોવાથી એકબીજાના સંપર્કમા આવતા લોકોમા ઝડપથી ફેલાય છે. આંખ સાથે આંખ મીલાવવાથી આ રોગ થતો નથી. એ એક ખોટી માન્યતા છે. આ ઉપરાંત શરદી-ખાંસી-તાવ જેવા રોગની સાથે પણ આંખ આવવી એટલે કે કંજકટીવાઈટીસ રોગ થાય છે. આ સાથે કાનની આગળના ભાગમા વેર ઘાલવાથી દુઃખાવો પણ થઈ શકે છે.
અંખિયા મિલાકે રોગ આપમેળે અમુક સમય પછી વાઈરસનુ જીવનચક્ર પુરુ થવાથી મટી જાય છે. સામાન્ય રીતે શરૂઆતનું પહેલુ અઠવાડીયું ખુબ હૈરાન થવાય છે. ત્યારબાદ ર-૩ અઠવાડીયા પછી ધીમેધીમે મટી જાય છે. કયારેક એકાદ અઠવાડિયા પછી કીકી પર નાના ખુબ બધા ડાઘા પડી શકે છે. જે કયારેક મહિનાઓ કે વર્ષો સુધી રહે છે.
આંખ આવે ત્યારે ધ્યાનમા રાખવા જેવી બાબતો – આ રોગ ખૂબ ચેપી હોવાથી દર્દીએ પોતાની આંખો પર હાથ લગાડવો નહી, કોઈની જોડે હાથ મીલાવવા નહી, પોતાના નેપકીન કે ઓશીકું અલગ રાખવું, જયારે આંખોમા પાણી ખુબ આવતુ હોય અને લાલ હોય ત્યારે બીજાને ચેપ ફેલાવવાની શક્યતા ખુબ રહેલી હોય છે. આથી કામ પર અથવા સ્કુલમાં જવું નહી, વારે વારે હાથ ધોવાની આદત રાખવી, આંખના ટીપા એક જ ઘરની અલગ-અલગ વ્યક્તિઓ માટે પણ જુદા-જુદા જ રાખવા, ઠંડા પાણીના પોતા મુકવા, ડૉકટરની સલાહ મુજબ ટીંપા નાખવાથી શરૂઆતથી તકલીફમાં રાહત લાગે છે પરંતુ ચેપ લાંબો સમય સુધી ખેચાય છે.
ર્ડા.વિતાન જોષી
-સૌજન્ય : જ્યોતિ હોસ્પિટલ, વિસનગર.

Leave a Reply

Top