You are here
Home > Prachar News > આનંદીબેનની સરકારનો અભુતપૂર્વ નિર્ણયનો અમલ – જન્મ-મરણની નોંધણીનો અધિકાર પ્રાંતને સોંપ્યો

આનંદીબેનની સરકારનો અભુતપૂર્વ નિર્ણયનો અમલ – જન્મ-મરણની નોંધણીનો અધિકાર પ્રાંતને સોંપ્યો

(પ્ર.ન્યુ.સ.)            ખેરાલુ,રવિવાર
કોઈપણ વ્યક્તિના જન્મ-મરણની નોંધણી કરાવવામાં ચુક થાય અને એક વર્ષ વિતી જાય તો અત્યાર સુધી આ નોંધણીના પાવર્સ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટશ્રીના હતા જેના કારણે અરજદારનો સમય, નાણાંનો ભારે વ્યય થતો હતો. તેમજ કોર્ટમાં કેસોનુ ભારણ વધુ હોવાથી કોર્ટમાં ન્યાય મેળવવાની પ્રક્રિયા જટીલ અને ધીમી થતી હતી. આમ જન્મ-મરણની એક વર્ષ જુની નોંધની સત્તા પ્રાંત અધિકારીશ્રીને આપતો ગુજરાતની ભાજપ સરકારે અભુતપૂર્વ નિર્ણય કરતા લોકો સુધી આ સમાચાર પહોચશે ત્યારે આનંદની સીમા નહી રહે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે તા.૩૦-૮-૨૦૧૬ ના રોજ મુખ્ય જિલ્લા રજીસ્ટ્રાર જન્મ-મરણ અને કમિશ્નરશ્રી, આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ જીવરાજ મહેતાભવન ગાંધીનગર દ્વારા એસ.બી.એચ. આઈ./જન્મ-મરણ/એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ/સત્તા સોંપણી/૪૪૫૧-૪૮૭૬/વી.એસ. ૨૦૦૬ થી હુકમ કર્યો છે. આ હુકમ ગુજરાત સરકારના ગૃહ વિભાગનો જાહેરનામુ ક્રમાંક ય્ય્/૮૫/ઝ્રઇઝ્ર/૧૩૧૬/૧૩૬૦૪૯/સ્ તા.૨૨-૭-૨૦૧૬ વંચાણે લઈ પ્રસિધ્ધ કરાયો છે. જેમાં અત્યાર સુધી જન્મ-મરણ નોંધણીનો સમય એક વર્ષ વિતી જાય ત્યારે વકીલ દ્વારા જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં જન્મ અને મરણ નોંધણી અધિનિયમ-૧૯૬૯ ની કલમ-૧૩(૩) ની જોગવાઈ મુજબ અપીલ કરવી પડતી હતી. અરજદારોનો નાણાં અને સમય ખુબજ બગડતો હતો. કારણકે જ્યુ મેજીસ્ટ્રેટ કોર્ટમાં કેસોનુ ભારણ હોવાથી અરજદારો હૈરાન પરેશાન થતા હતા. કોર્ટોનો સમય જન્મ-મરણ કેસોમાં વ્યય થતા અન્ય કેસોમાં ન્યાય આપવાની પ્રક્રિયામાં વિલંબ થતો હોવાથી ગુજરાત સરકારે પ્રાંત અધિકારીશ્રીને જન્મ-મરણ નોંધણીના અધિકાર આપવાનો અભુતપૂર્વ નિર્ણય કર્યો છે. હવે લોકો જાતે પ્રાંત અધિકારીશ્રી સમક્ષ જરૂરી પુરાવા મુકીને અરજી કરી શકશે જેના કારણે કોર્ટોનો મહામુલ્યવાન સમય બચશે. લોકોને ઝડપી ન્યાય અપાવવા ગુજરાત સરકારના અભુતપૂર્વ નિર્ણય લોકો જાણશે ત્યારે સરકારનો આભાર વ્યક્ત કરશે. અને જન્મ-મરણ નોંધણીની પ્રક્રિયા પણ સરળ બનશે.
અત્રે ઉલ્લેખનીય રહેશે કે ૨૨-૭-૨૦૧૬ ના રોજ ગૃહ વિભાગ જન્મ-મરણના અધિકાર પ્રાંતને સોંપવા જાહેરનામુ પ્રસિધ્ધ કર્યુ હતુ. ત્યારબાદ ૧-૮-૨૦૧૬ ના રોજ આનંદીબેન પટેલે ફેસબુક ઉપર રાજીનામુ આપ્યુ અને ૪-૮-૨૦૧૬ ના રોજ રાજ્યપાલને રાજીનામુ સુપ્રત કર્યુ ત્યારપછી વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી બન્યા તેમણે આનંદીબેન પટેલ સરકારે કરેલા લોક ઉપયોગી જન્મ-મરણ નોંધણી અધિકારના પ્રાંત અધિકારીને સોંપતા નિર્ણયને આગળ ધપાવ્યો અને ૩૦/૮/૨૦૧૬ ના રોજ પરિપત્ર જાહેર કર્યો એટલે એવુ કહેવાય કે આનંદીબેન પટેલ લોકઉપયોગી નિર્ણયો કરતા હતા પરંતુ તેમનો રાજકીય રીતે ભોગ લેવાયો છે.

Leave a Reply

Top