You are here
Home > Prachar News > ભાજપના રાષ્ટ્રીય નેતાઓ વારંવાર ભાષણમાં બોલે છે – “કોંગ્રેસ મુક્ત ભારત” પણ કેમ?

ભાજપના રાષ્ટ્રીય નેતાઓ વારંવાર ભાષણમાં બોલે છે – “કોંગ્રેસ મુક્ત ભારત” પણ કેમ?

તંત્રી સ્થાનેથી

pen_PNG7408

ભાજપના રાષ્ટ્રીય નેતાઓ વારંવાર ભાષણમાં બોલે છે

“કોંગ્રેસ મુક્ત ભારત” પણ કેમ?

ભાજપના રાષ્ટ્રીય નેતાઓ દ્વારા એક સુત્ર જાહેર કરવામાં આવ્યું છેકે ભારત દેશને કોંગ્રેસ મુકત કરો. રાષ્ટ્રીય કે રાજ્યના નેતાઓ દ્વારા જે પણ સુત્રો પ્રજા સમક્ષ મુકવામાં આવે છે તેનો કોઈને કોઈ અર્થ નીકળતો હોય છે. નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારતનુ સુત્ર આપ્યુ તેની પાછળ દેશને સ્વચ્છ રાખવાનો આશય હતો. ઈન્દીરા ગાંધીએ ગરીબી હટાવવાનુ સુત્ર આપ્યુ તેની પાછળ દેશમાં રહેલી ગરીબી દૂર કરવાનો અભિગમ હતો. રાષ્ટ્રીય નેતાઓ દ્વારા અપાતા દરેક સુત્ર પાછળ કંઈક આશય હોય છે. તાજેતરમાં ભાજપના રાષ્ટ્રીય નેતાઓ દ્વારા એક સુત્ર જાહેર કરાયુ છેકે દેશને કોંગ્રેસ મુક્ત કરો. આ સુત્રનો અર્થ કોઈ ભાજપી નેતાઓ પાસે નથી. નેતાઓનો જવાબ હોય છેકે કોંગ્રેસ હટાવો એટલે હટાવો. કેમ હટાવો તેનો કોઈ જવાબ નથી. દેશમાં અત્યારે સબળ કોઈ વિરોધપક્ષ હોય તો તે કોંગ્રેસ છે. લોકશાહીમાં વિરોધ પક્ષ હોવો જરૂરી છે. જો વિરોધપક્ષ હોય તોજ લોકશાહીનો સાચા અર્થમાં અમલ અને અનુભવ લોકો મેળવી શકે છે. સાચી લોકશાહીમાં વિરોધપક્ષ એ રૂલીંગ પાર્ટીની એક પ્રકારની બ્રેક છે. રૂલીંગ પાર્ટી કાર્યપધ્ધતિમાં જ્યારે આડી-અવળી ચાલે ત્યારે વિરોધપક્ષની બ્રેક લાગવાથી રૂલીંગ પાર્ટી સીધી ચાલવા લાગે છે. બ્રેક વિનાની ગાડી ચલાવવી શક્ય નથી. બ્રેક વિનાની ગાડીમાં કોઈ બેસવા તૈયાર ન થાય તો ભાજપના રાષ્ટ્રીય નેતા વિરોધ પક્ષની બ્રેકને કેમ ઉખાડી કાઢવાની વાતો કરે છે? એ શક્ય નથી કે લોકશાહીમાં વિરોધ પક્ષ ન હોય. જે ભાજપના રાષ્ટ્રીય નેતાઓ કોંગ્રેસ મુક્ત ભારત કરવાનુ આવાહ્‌ન આપે છે તે તેમની ખરેખર બ્રેક વિનાની ગાડીમાં મુસાફરી કરવાની હિંમત છે? જવાબ નામાં આવે. જો નેતાઓને બ્રેક વગરની ગાડીમાં પોતાના જાનનુ જોખમ દેખાતું હોય તો દેશની લોકશાહીની બ્રેક વિરોધ પક્ષવિનાનું શાસન ચલાવી દેશને ખાડામાં નાખવાનો વિચાર તો નથી કરતા? ખરેખર લોકશાહીમાં ૪૦ ટકા જેટલો વિરોધપક્ષ સબળ હોવો જરૂરી છે. જો ૪૫-૫૫ ટકાની સરકાર હોય તો તેનો વહીવટ જેટલો સુંદર ચાલે તેટલો બીજી કોઈ સરકારનો ચાલે નહી. ૨/૩ બહુમતીવાળી સરકારો લોકોપયોગી સારા નિર્ણયો પણ લઈ શકે છે. કેટલીક વખતે પ્રજા માટે નુકશાનકારી નિર્ણયો પણ લેવાઈ જાય છે. જોકે કોંગ્રેસમુક્ત ભારત એ સુત્રની જેમ ભાજપ નેતાઓ બોલી રહ્યા છે. ચુંટણી પ્રક્રિયામાં ઘણા એવા સુત્રો છે જેનો કોઈ અર્થ નથી હોતો. ફક્ત ચુંટણી પ્રચારોમાં પ્રાસ બેસાડવા માટેજ આવા સુત્રોનો ઉપયોગ થાય છે. કોંગ્રેસમુક્ત ભારત બનાવે તે સૂત્ર રાષ્ટ્રીય નેતા બોલે એટલે રાજ્યના સ્થાનિક નેતાઓ પણ તે બોલે જોકે આ સૂત્રનો કોઈ ભાજપી નેતાઓ પાસે અર્થ નથી.

Leave a Reply

Top