You are here
Home > Local News > વિજાપુર મામલતદાર કચેરીમાં આધારકાર્ડ મેળવવા અરજદારોને ધક્કા

વિજાપુર મામલતદાર કચેરીમાં આધારકાર્ડ મેળવવા અરજદારોને ધક્કા

(પ્ર.ન્યુ.સ.)            વિજાપુર,રવિવાર
વિજાપુર મામલતદાર કચેરીમાં આધારકાર્ડ માટે વારંવાર ધક્કા તેમજ કેટલાક અરજદારોએ આધારકાર્ડ મેળવવા માટે પુરાવા આપ્યા હોવા છતાં તેમના આધારકાર્ડ નિકળતા ન હોવાની અરજદારોમાં રાવ ઉઠી છે. આધારકાર્ડની કામગીરી પ્રાઈવેટ એજન્સીને સોપવામાં આવી છે. પરંતુ તેની દેખરેખ તેમજ વહીવટ મામલતદાર કચેરીમાંથી થાય છે. પણ આધારકાર્ડ માટે આવતા અરજદારોની ફરીયાદ સાંભળવા કોઈ જવાબદાર નથી.
અરજદારોનુ કહેવુ છેકે, આધારકાર્ડ કઢાવવા માટે પુરાવા સાથે કોમ્પ્યુટરમાં ફોટા, ફિંગર વગેરે આપવા છતાં આધારકાર્ડ નીકળતુ નથી. જો આ બાબતે આધારકાર્ડ કાઢતા એજન્સીના માણસને પૂછવા જઈએ તો ફરીથી આધારકાર્ડના પુરાવા સાથે ફોટા પડાવવાનુ જણાવે છે. ત્યારે અરજદારને આધારકાર્ડની આપેલી સ્લીપ લઈને ભટકવુ પડે છે. જોકે એકવાર આધારભુત પુરાવાઓ આપી દીધા પછી પણ લોકોને આધારકાર્ડ નહી મળતા લોકો ભારે વિમાસણમાં મુકાયા છે. ત્યારે તંત્ર દ્વારા આધારકાર્ડ મેળવવા આવતા લોકોને પડતી મુશ્કેલીઓને દુર કરવા યોગ્ય વ્યવસ્થા કરવાની માગણી છે.

Leave a Reply

Top