You are here
Home > Prachar News > શહેર ભાજપ પ્રમુખે ઉપવાસની ધમકી આપતા – ખેરાલુ શહેરના ખાડા પુરવા કોલ્ડ મિક્સ મંગાવ્યુ

શહેર ભાજપ પ્રમુખે ઉપવાસની ધમકી આપતા – ખેરાલુ શહેરના ખાડા પુરવા કોલ્ડ મિક્સ મંગાવ્યુ

(પ્ર.ન્યુ.સ.)           ખેરાલુ,રવિવાર
ખેરાલુ પાલિકા માટે પ્રચાર સાપ્તાહિકે અસંખ્યવાર લખ્યુ છેકે દાદાગીરી કરોતોજ પાલિકામાં કામ થાય છે. પાલિકામાં જીસકી લાઠી ઉસકી ભેંસ જેવો ઘાટ છે. જે બાબતે ખેરાલુ શહેરના ખાડા પુરવા શહેર ભાજપ પ્રમુખે પાલિકા પ્રમુખને ઉપવાસની ધમકી આપતા રાતોરાત ચિફ ઓફીસર ચિંતનભાઈ ચૌધરીને મળવા ગયા અને એક-બે દિવસમાં કોલ્ડ મિક્સ પાલિકામાં પહોચી જશે તે રીતે મંગાવી દેવામાં આવ્યુ છે.
ગુરુવારે પાલિકા ઉપપ્રમુખ રસિકભાઈ કડીયા સમક્ષ શહેર ભાજપ પ્રમુખ તથા પાલિકાના જાગૃત સભ્ય હેમન્તભાઈ શુકલએ ખેરાલુ શહેરના ખાડા પુરવા સ્પષ્ટ સુચના આપી કે શનિવાર સુધીમાં કોલ્ડ મિક્સ મંગાવવામાં નહી આવે તો શનિવારે સવારે પાલિકા સામે ઉપવાસ ઉપર સંગઠન બેસશે. તમારે જે વિચારવુ હોય તે વિચારી લો. પાલિકામાં હાજર સભ્યો પણ હેમન્તભાઈ સાથે ઉપવાસ ઉપર બેસવા તૈયાર થઈ ગયા. જેમાં કુન્દનબેન બારોટ, ગીતાબેન પરમાર, સમીમબાનુ સિન્ધી સહીત લગભગ ઈતર કોમના સભ્યો હેમન્તભાઈ સાથે ઉપવાસ ઉપર ઉતરવા તૈયાર થઈ જતા શુક્રવારે પાલિકા પ્રમુખ પ્રેમજીભાઈ દેસાઈએ વિસનગર જઈ રજા ઉપર ઉતરેલા ચીફ ઓફીસર ચિંતનભાઈ ચૌધરીની મુલાકાત કરી કોલ્ડમિક્સ મંગાવવા વિનંતી કરી હતી. છેલ્લે મળતી માહિતી પ્રમાણે એક-બે દિવસમાં કોલ્ડ મિક્સ આવી જશે અને શહેરના મોટાભાગના મુખ્ય માર્ગોના ખાડા પુરાઈ જશે.
અત્રે ઉલ્લેખનીય છેકે પ્રચાર સાપ્તાહિકે ગત અંકમાં લખ્યુ હતુ કે ધર્મના નામે વોટ લઈ ભાજપના સત્તાધિશો ખાડા પુરશે ખરાં? ભાદરવી પુનમે ચાલતા જતા પદયાત્રીકો અને માતાજીના રથ ખાડા પડેલા રોડમાંથી લઈ જઈ શકાય તેમ નથી. જેથી શહેર ભાજપ પ્રમુખે ઉપવાસનુ શસ્ત્ર ઉગામ્યુ હતુ. શહેર ભાજપ પ્રમુખ હેમન્તભાઈ શુકલ જાગૃત સભ્ય હોવાથી પાલિકા તંત્ર પાસે ખાડા પુરાવી શક્યા છે તેવુ આગામી સમયમાં લોકો જરુર કહેશે.

Leave a Reply

Top