You are here
Home > News > મહેસાણાની જેમ વિસનગરમાંં પણ ગાયો પકડી દંડ કરો

મહેસાણાની જેમ વિસનગરમાંં પણ ગાયો પકડી દંડ કરો

મહેસાણાની જેમ વિસનગરમાંં પણ ગાયો પકડી દંડ કરો

(પ્ર.ન્યુ.સ.)વિસનગર,રવિવાર
વિસનગરમાં ગાયોનો પુષ્કળ પ્રમાણમાં ત્રાસ છે. પરંતુ અત્યાર સુધીનુ એકપણ બોર્ડ લોકોને રખડતી ગાયોના ત્રાસમાંથી મુક્ત કરવામાં સફળ રહ્યુ નથી. પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલે પણ ગાયો મુદ્દે અગાઉના પ્રમુખોની જેમ હાર સ્વિકારી લીધી છે. મહેસાણાના નિડર મહિલા પ્રમુખ નિમિષાબેન પટેલે ગાયો પકડી રૂા.૨૫૦૦ નો દંડ કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે વિસનગર પાલિકા પ્રમુખ પણ કંઈક શબક મેળવી રખડતી ગાયો મુદ્દે કડક નિર્ણયો લે તેવી નગરજનોએ લાગવી વ્યક્ત કરી છે.
વિસનગરમાં ગૌરવપથ રોડ, એમ.એન.કોલેજ સર્કલ, સવાલા દરવાજા વિસ્તાર, પટણી દરવાજા ઉમિયા માતાના મંદિર આસપાસ, મહેસાણા ચાર રસ્તા, ધરોઈ કોલોની વિસ્તાર, આઈ.ટી.આઈ.ચાર રસ્તા, કાંસા ચાર રસ્તા, ગંજબજારના પાછળના ગેટથી પાલડી ત્રણ રસ્તા વિગેરે વિસ્તારોમાં રખડતી ગાયોના ત્રાસના કારણે વાહન ચાલકો તથા રાહદારીઓ ભારે પરેશાની ભોગવી રહ્યા છે. શહેરમાં રખડતી ગાય અને આખલાના કારણે અત્યાર સુધી ઘણા અકસ્માતનો ભોગ બન્યા છે. ગાયો શીંગડે ભરાવતા નાના મોટા અકસ્માતો રોજીંદા બની ગયા છે. ચોમાસાની ઋતુ સાથેજ શહેરમાં રખડતી ગાયોનો ત્રાસ શરૂ થતાજ વિસનગર પાલિકા પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલે ગાયો પકડવા અને પુરવા પ્રયત્નો કર્યા હતા પરંતુ તેમાં નિષ્ફળ નિવડ્યા છે. છેલ્લે ગોપાલકો સાથે પાલિકામાં મીટીંગ કરી, ગોપાલકોને સમજાવ્યા, સહકાર આપવા ગોપાલકો તૈયાર પણ થયા પરંતુ બીજા દિવસથી હજુ તેના તે થઈ ગયુ હતુ. છેવટે પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલના પ્રયત્નોથી રાત્રે શહેરમાં રખડતા આખલા પકડવાનો કોન્ટ્રાક્ટ અપાયો. કોન્ટ્રાક્ટરોએ આખલા પકડ્યા પણ ખરા પરંતુ તેની રખડતી ગાયો છોડનાર ગોપાલકો ઉપર કોઈ અસર પડી નહી.
વિસનગરમાં રખડતી ગાયોનો ત્રાસ ફક્ત આ વર્ષેજ છે તેવુ નથી. વર્ષોથી રખડતી ગાયોનો ત્રાસ છે. પરંતુ અત્યાર સુધી એકપણ બોર્ડના પ્રમુખ ગાયો પકડી તેને પુરવામાં અને લોકોને ગાયોના ત્રાસમાંથી મુક્ત કરવામાં સફળ રહ્યા નથી. પાલિકામાં ગઠબંધનના પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલ અને સભ્યોને વિધાનસભા અને લોકસભામાં મત બટેરવાની લાલચ ન હોઈ આ બોર્ડ હિંમતપૂર્વક કામગીરી કરશે તેવી લોકોની માનતા હતી. પરંતુ ખોબલે ખોબલે મત આપનાર મતદારોની આશા ઠગારી નીવડી છે. મહેસાણા પાલિકા પ્રમુખ નિમિષાબેન પટેલે રખડતી ગાયો પકડી તેને છોડવા માલિક પાસે રૂા.૨૫૦૦ નો દંડ વસુલવા તથા સોગંધનામુ અને ઓળખપત્રની નકલ લેવાનો લોકહિતમાં સરાહનીય નિર્ણય કર્યા છે. ત્યારે વિસનગર પાલિકા પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલ પણ રખડતી ગાયો મુદ્દે કડક નિર્ણય લે તેવી શહેરના લોકોએ લાગણી વ્યક્ત કરી છે.

Leave a Reply

Top