You are here
Home > News > માટીની ગણેશજીની મૂર્તિની પી.એમ.ના સૂચનની વિપરીત અસર ગણેશ સ્થાપનાનો ભારે પ્રચાર થતાં POP ની મૂર્તિનો વધેલો વ્યાપ

માટીની ગણેશજીની મૂર્તિની પી.એમ.ના સૂચનની વિપરીત અસર ગણેશ સ્થાપનાનો ભારે પ્રચાર થતાં POP ની મૂર્તિનો વધેલો વ્યાપ

માટીની ગણેશજીની મૂર્તિની પી.એમ.ના સૂચનની વિપરીત અસર
ગણેશ સ્થાપનાનો ભારે પ્રચાર થતાં
POP ની મૂર્તિનો વધેલો વ્યાપ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
પર્યાવરણ બચાવવા માટે માટીમાંથી ગણેશજીની માટીની(ઈકો ફ્રેન્ડલી) પ્રતિમાઓ બનાવવાનુ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલ એલાન અનુસાર પ્રીન્ટ મીડીયા, ઈલેક્ટ્રોનીક મીડીયા અને સોશીયલ મીડીયામાં એટલો મોટો ગણપતિ સ્થાપનાનો પ્રચાર થયો કે જેટલી માટીની મૂર્તિ બનાવવાની સમજ લોકોમાં આવી તેના કરતા ગણેશ સ્થાપનાનો મહિમા વધી ગયો જેથી સરકાર પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિ માટે કાયદો નહિ લાવે તો પી.ઓ.પી.ની મૂર્તિઓ બંધ થવાની નથી.
ગણેશોત્સવનો ગુજરાતમાં મહિમા વધુ નહતો. પણ જ્યારથી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણના મુદ્દે પી.ઓ.પી.ની જગ્યાએ માટીની ઈફો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ સ્થાપવાની તથા તેનુ વિસર્જન પણ પોતાનાજ ઘરમાં કરવાનુ સૂચન કર્યુ ત્યારથી નરેન્દ્રભાઈ મોદીની વાતનો પ્રિન્ટ મીડીયા, ઈલેક્ટ્રોનીક મીડીયા અને સોશીયલ મીડીયામાં ભારે પ્રસાર-પ્રચાર થયો. જેથી જે લોકો ગણેશ સ્થાપન કરતા નહતા તે પણ ગણેશ સ્થાપન કરતા થઈ ગયા. આજથી ૧૫ વર્ષ પહેલા ગણપતિની મૂર્તિઓ અમદાવાદ જેવા મોટા શહેરોમાં મળતી હતી. જે અત્યારે નાના ટાઉનોમાં પણ મળતી થઈ છે. પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિ પર્યાવરણને નુકશાનકારક સાબિત થઈ છે. તથા તેના વિસર્જનના કારણે જળાશયો પૂરાઈ જતા હોવાથી તેનો ઉપયોગ ન કરવા માટે અખબારો દ્વારા સૂચનો કરાયા છે. પણ અખબારોના સૂચનોને લઈને જેટલી ટકાવારીમાં માટીની મૂર્તિની સ્થાપનાનો અમલ થયો તેના કરતાં અનેકઘણો વધારે ગણેશ સ્થાપનાનો વ્યાપ વધ્યો છે. પ્રથમ વખત ગણેશ સ્થાપન કરતા ગણેશજીની પી.ઓ.પી.ની સુંદર મૂર્તિઓની સ્થાપના કરવાનો આગ્રહ રાખે છે. પી.એમ.ના સૂચનની નેગેટીવ અસર થવાથી પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિ સામે કાયદો લાવવામાંજ આવશે તોજ તેનો વપરાશ અટકશે. પી.ઓ.પી.ની પર્યાવરણને નુકશાન કરતી મૂર્તિ બનાવવી, વેચવી, વેચાણ લેવી અને તેની સ્થાપના કરવામાં જો ગુનો બનશે તોજ પર્યાવરણ બચાવવા માટે માટીની મૂર્તિનો વ્યાપ વધશે. માટીની મૂર્તિની સ્થાપના કરાય તો તેના વિસર્જનની ચિંતા ન રહે. ઘરમાં મોટા પાત્રમાં મૂર્તિ ઉપર જલાભિષેક કરવાથી મૂર્તિ ઓગળી જાય તે માટી કુંડામાં કે તુલસી ક્યારા કે બાગના ક્યારામાં નંખાય તો ઘર બાર મહિના સુધી પવિત્ર રહે છે. નેગેટીવ એનર્જી ઘરમાં પ્રવેશી શકતી નથી. વ્યક્તિની મતિમાં સુધારો આવવાથી ધાર્મિક કાર્યોમાં વધારો થવાથી દરિદ્રતાનો નાશ થાય છે. જો ગણેશજીની મૂર્તિ જાતે માટી લઈ બનાવાય તેની સ્થાપના કરવામાં આવે તો જેટલુ પુણ્ય થાય છે તેટલુ વેચાણ લાવેલી મૂર્તિથી થતુ નથી.

Leave a Reply

Top